________________
૨૮૩
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ છે. કર્મ તેમાં સાધન-સામગ્રી કે સહાય પૂરી પાડે છે. વળી, તેવાં સાચાં સત્કાર્યો તો જે જીવો કર્મના પંજામાંથી બહાર નીકળ્યા છે અને ધર્મસત્તાને આધીન થયા છે, તેઓ જ કરશે.
સભા : સાધનો તો કર્મસત્તા આપે છે ને ?
સાહેબજી : કર્મસત્તા ધર્મસત્તાના પ્રતાપથી ડરે જ છે. તેથી ધર્મસત્તા જેને તાબામાં લે તેને કર્મસત્તા તરત જ અનુકૂળ થાય. સાધનો આપે તેમાં પણ પ્રભાવ તો ધર્મસત્તાનો જ છે.
સભા ઃ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, તે પણ કર્મ જ છે ને ?
સાહેબજી : હા, પણ તે તો ધર્મસત્તાના પ્રભાવથી જ બંધાય છે. જે ધર્મસત્તાને સંપૂર્ણ વફાદાર છે, જેણે તેનું હૃદયથી શરણ સ્વીકાર્યું છે, તેવા ધર્મસત્તાના સુયોગ્ય પ્રજાજનને કર્મ રંજાડવાનો તો વિચાર ન કરે, પરંતુ તેની સામે હાથ જોડીને જ ઊભું રહે. તમને એ પણ ખબર નથી કે શક્તિશાળી સુરાજ્યના તાબામાં ગણાતા પ્રજાજનનું વિદેશમાં પણ ગુંડાઓ નામ નથી લેતા, તે પ્રતાપ સુરાજ્યના રાજવીનો છે. ગુંડાઓ પણ મોટી સત્તા સાથે એટલી તો સમજૂતિ સાધે જ છે. દુનિયાનું આ રેખાચિત્ર સમજવા તમારે થોડું તત્ત્વજ્ઞાન ભણવા જેવું છે. સૃષ્ટિમાં સારું કોણ કરે છે, ખરાબ કોણ કરે છે, તેની હજી તમને સ્પષ્ટતા નથી. Philosophically (તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ) વિચારો તો કોઈ પણ આત્મા પાપ કરે છે, તો તે પાપપ્રેરક દુષ્ટતા તે આત્મામાં આવી ક્યાંથી ? લૂંટારામાં બીજાને લૂંટવાનો ભાવ, આસક્તિ, વિકાર, લોભ કે મોહનો પરિણામ આવ્યા વિના તે લૂંટવાનો વિચાર કરે જ નહીં. આ બધા ભાવો તો મોહનીયકર્મની જ પેદાશ છે, જે કર્મરાજાનો નાનો ભાઈ જ છે. શાસ્ત્રમાં મોહને દુનિયાનો એક નંબરનો લૂંટારો કહ્યો છે. આખી દુનિયાને ત્રાસ આપનાર મહોત્રાસવાદી તરીકે ઓળખાવ્યો છે. વાસના કે તૃષ્ણાઓ પણ તમને મોહ જ કરાવે છે. અજ્ઞાન જ્ઞાનાવરણીયના પ્રભાવે છે. લોભ, આસક્તિ મોહનીયના પ્રભાવે છે. ઘાતિકર્મો જ આત્માને જુદી-જુદી રીતે કુકર્મ, દોષ, પાપ કરાવવામાં પૂરક, પ્રેરક બને છે. જીવમાત્રને દુર્બુદ્ધિ આપનાર, દુષ્ટ પ્રેરણા આપનાર, દુષ્ટ વર્તન કરાવનાર આ કર્મો જ છે. તેને પ્રકૃતિથી સારાં કેવી રીતે કહી શકાય ? તેને મૂળથી સારાં માનવાં તે તો ભ્રમ જ છે.
સભા : સારા નિમિત્તો પણ કર્મ જ ઊભાં કરી આપે છે ને ? સાહેબજી : હા, ચોક્કસ. પણ તેમાં ધર્મસત્તાનો પ્રભાવ કારણ છે. સભા : સ્વકર્મવિવર જૈનશાસનમાં પ્રવેશ કરાવે છે ને ? સાહેબજી : “તમે સ્વકર્મવિવર શબ્દનો અર્થ સમજ્યા જ નહીં. સ્વકર્મ એટલે પોતાના
१. तत्र च प्रवेशनप्रवणः-स्वस्य-आत्मीयस्य, कर्मणो विवरो-विच्छेदः स्वकर्मविवरः स एव यथार्थाभिधानो द्वारपालो भवितुमर्हति, अन्येऽपि रागद्वेषमोहादयस्तत्र द्वारपाला विद्यन्ते, केवलं तेऽस्य जीवस्य प्रतिबन्धका, न पुनस्तत्र प्रवेशकाः, तथाहि-अनन्तवाराः प्राप्तः प्राप्तोऽयं जीवस्तैर्निराक्रियते, यद्यपि क्वचिदवसरे तत्र तेऽपि प्रवेशयन्त्येनं तथापि तैः प्रवेशितो
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org