________________
૨૮૪
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(સતિત પ્રવર બ્લોક-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જીવોને ત્રાસ કરનાર કર્મસત્તાની કૂટનીતિ :
| તીર્થકરોએ જ્ઞાનમાં સંસારનું પ્રત્યક્ષ સ્વરૂપ જોયું કે પામર જીવો અનંત કાળથી દુઃખી થઈ રહ્યા છે. તેમની વ્યથા-વેદનામાંથી તેમનો ઉદ્ધાર કરવાના ઉપાયરૂપે પ્રભુએ તારક તીર્થ સ્થાપ્યું. જીવસૃષ્ટિ કર્મની ચુંગાલમાં એવી ફસાઈ છે કે આપણા સહુના આત્મા પર કર્મના અનેક પ્રકારનાં બંધનો છે. કર્મનું કામ જ એ છે કે નબળા જીવો પાસે દુષ્ટ બુદ્ધિ, દુષ્ટ ભાવ, દુષ્ટ પ્રવૃત્તિ કરાવી અપરાધો ઊભા કરવા, પછી પોતે શાહુકાર તરીકે તે જીવોને અપરાધની સજારૂપે દિડા મારવા.
અત્યારે પણ સમાજમાં બહુ દુષ્ટ માણસો આવાં કામ કરે જ છે. પહેલાં તે તમને ફસાવવા trap (છટકું) ગોઠવે, તેમાં ભોળો નબળો માણસ આવી જાય એટલે પછી તેનું blackmailing, exploitation (ધમકીઓ, ત્રાસ) આપી શોષણ કરે. અત્યારે ગુંડાઓની ગેંગમાં ઘણા તો આ રીતે ફસાઈ ગયેલા હોય છે. એક વાર તેમને trapમાં (છટકામાં) લઈ લે, પછી તેમની પાસે નવા-નવા ગુના કરાવે અને નવું-નવું દમન કે શોષણ કરે. સામાજિક સ્તરે આવાં ષડયંત્રો ચલાવનાર લોકો લોકમાં એક ગુનાખોરીનું, એક દુષ્ટતાનું વિષચક્ર ચલાવે છે. તેમ કર્મ પણ આ સૃષ્ટિમાં અપરાધોનું વિષચક્ર ચલાવે છે. આ સંદર્ભ સમજાવવા ઉપમિતિભવપ્રપંચાકથામાં પૂ. સિદ્ધર્ષિ ગણિ મહારાજાએ ઉપમાથી કહ્યું કે કર્મરાજા અત્યંત પરપીડારસિક છે. તેને પામર જીવોને રંજાડવામાં જ જાણે રસ હોય તેમ જગતના બહુસંખ્યક લોકોને આ રીતે ફસાવીને તે १. तस्यां च मनुजगतौ नगर्यामतुलबलपराक्रमः, स्ववीर्याक्रान्तभुवनत्रयः, शक्रादिभिरप्रतिहतशक्तिप्रसरः कर्मपरिणामो नाम महानरेन्द्रः। यो नीतिशास्त्रमुल्लङ्घ्य, प्रतापैकरसः सदा। तृणतुल्यं जगत्सर्वं, विलोकयति हेलया।।१।। निर्दयो निरनुक्रोशः, सर्वावस्थासु देहिनाम्। स चण्डशासनो दण्डं, पातयत्यनपेक्षया।।२।। स च केलिप्रियो दुष्टो, लोभादिभटवेष्टितः। नाटकेषु परां काष्ठां, प्राप्तोऽत्यन्तविचक्षणः ।।३।। नास्ति मल्लो जगत्यन्यो, ममेति मदविह्वलः। स राजोपद्रवं कुर्वत्र धनायति कस्यचित्।।४।। ततो हास्यपरो लोकान्, नानाकारैविडम्बनैः। सर्वान्विडम्बयन्नुच्चैर्नाटयत्यात्मनोऽग्रतः ।।५।। .. विडम्ब्यमानास्ते तेन, प्राणिनः प्रभविष्णुना। त्रातारमात्मनः कञ्चिन्न लभन्ते कदाचन।।१७।। .. नानापात्रपरावृत्त्या, सर्वलोकविडम्बनाम्। अपरापररूपेण, कुर्वाणोऽसौ प्रमोदते।।३१।। युग्मम्।।
(૩૫મિતિ, પ્રસ્તાવ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org