________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૨૭૩ રાજસત્તાની લગામ પોતાના હાથમાં ન લીધી. રાજસત્તાને અમર્યાદ થતી અટકાવવાનો અધિકાર ધર્મસત્તાને છે. તેથી પૂ. કાલિકાચાર્યે ગર્દભિલ્લ માટે પગલાં લીધાં તે ભૂલ કરી કે અયોગ્ય કર્યું તેવું શાસ્ત્રો કે ઇતિહાસમાં નથી, પરંતુ આવા સમયે પણ રાજ્યનું સંચાલન કરવું તે ધર્મગુરુની ફરજ નથી. રાજસત્તા અને ધર્મસત્તા બંનેની post જ જુદી છે, તે એક કરાય નહીં. અરે ! ખુદ ઋષભદેવ પોતે રાજા હતા ત્યારે ધર્મનાયક નહોતા, જ્યારે ધર્મનાયક બન્યા ત્યારે રાજા નથી. પ્રભુએ પણ રાજસત્તા કે ધર્મસત્તા એકસાથે ભોગવી નથી. આ બંને સત્તાઓ એક કહેવાય નહીં અને એક કરાય પણ નહીં.
સભા : ધર્મગુરુ રાજસત્તા પર ભલે ન બેસે, પણ વહીવટમાં ઉપયોગી બને ને ?
સાહેબજી : ધર્મગુરુઓ રાજવહીવટમાં પણ સામાન્ય સંયોગોમાં માથું ન જ મારે. ધર્મગુરુઓએ તો સંસાર-સમાજથી અલિપ્ત રહેવાનું હોય છે, તે જ ધર્મગુરુ સાચો ધર્મ ઉપદેશ આપી શકે. સામાજિક વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સમાજના આગેવાનોની છે. Social reforms (સમાજસુધારાઓ) પણ સામાજિંક હિતચિંતકોએ સમાજમાં અવસર-અવસરે કરવાના છે. તે અંગે જોઈતી સમજણ કે માર્ગદર્શન તેઓ ધર્મગુરુઓ પાસેથી મેળવી શકે. ધર્મગુરુ સંસ્કૃતિનો ઉપદેશ પણ પ્રજાને તેમનામાં ધર્મયોગ્યતા જાળવવા sideમાં ગૌણરૂપે મર્યાદાથી આપે; મુખ્ય ઉપદેશ તો તેમનો ધર્મનો જ હોય. નિષ્ણાત ધર્મગુરુઓ સર્વશાસ્ત્રવિશારદ હોય. તેથી રાજસત્તા પણ રાજનીતિમાં ગૂંચ આવે કે કટોકટીના સંયોગો આવે તો રાજધર્મ કેવી રીતે બનાવવો ? કર્તવ્યો અદા કરવા શું કરવું જરૂરી છે ? તેની સલાહ લેવા આવે તો શાસ્ત્રમર્યાદામાં રહીને અવશ્ય આપે. કારણ કે આર્યપરંપરામાં રાજા-મહારાજાઓ પણ ધર્મગુરુને બહુમાનથી જુએ, यस्यावसद्वेश्मनि कालिकार्यो, राजाधिराजः स बभूव साहिः। देशस्य खण्डेषु च तस्थिवांसः, शेषा नरेन्द्राः सगवंश एषः।।४४।। श्रीकालिकार्यो निजगच्छमध्ये, गत्वा प्रतिक्रम्य समग्रमेतत्। श्रीसङ्घमध्ये वितरत् प्रमोदं, गणस्य भारं स बभार सूरिः।।४५।।
(શ્રી ત્રિાવાર્થથી) ૧. યતનાએ સૂત્રે કહ્યું મુનિને, આર્યકરમ ઉપદેશ; પરિણામિક બુદ્ધિ વિસ્તારે, સમજે શ્રાદ્ધ અશેષ. સુખ૦ ૧૭
(કુમતિમદગાલન વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન, ઢાળ-૪) ૨. શત્વિપુરોહિતાવાર્યા, યે વાગ્યે કૃતસત્ત. . પૂળા: પૂનિતા યસ્થસવૈ નોવિદુષ્યતે તા૨૮
(શ્રી વેદવ્યાસ વિરચિત મદનમારત, શાન્તિપર્વ, અધ્યાય-૧૬) * आत्मानं सर्वकार्याणि, तापसे राष्ट्रमेव च । निवेदयेत् प्रयत्नेन, तिष्ठेत् प्रह्वश्च सर्वदा ।।२६।। सर्वार्थत्यागिनं राजा, कुले जातं बहुश्रुतम् । पूजयेत् तादृशं दृष्ट्वा, शयनासनभोजनैः ।।२७।। तस्मिन् कुर्वीत विश्वासं, राजा कस्याञ्चिदापदि । तापसेषु हि विश्वासमपि कुर्वन्ति दस्यवः ।।२८।। तस्मिन् निधीनादधीत प्रज्ञां पर्याददीत च । न चाप्यभीक्ष्णं सेवेत भृशं वा प्रतिपूजयेत् ।।२९।। अन्यः कार्यः स्वराष्ट्रेषु, परराष्ट्रेषु चापरः । अटवीषु परः कार्यः, सामन्तनगरेष्वपि ।।३०।। तेषु सत्कारमानाभ्यां, संविभागांश्च कारयेत । परराष्ट्राटवीस्थेष, यथा स्वविषये तथा ।।३१।। ते कस्याञ्चिदवस्थायां, शरणं शरणार्थिने । राज्ञे दधुर्यथाकामं, तापसाः संशितव्रताः ।।३२।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-८६)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org