________________
૨૭૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
જ કહી શકાય. નહીં તો નાસ્તિક સજ્જનના પણ સામાજિક સદ્ગુણોને ધર્મ તરીકે સ્વીકારવા પડશે, જેથી નાસ્તિક પણ ધર્માત્મા બની જશે.
રાજ્યસત્તા અને ધર્મસત્તાના પારસ્પરિક સંબંધો :
ધર્મસત્તા અને રાજસત્તાને ભગવાને જુદાં રાખ્યાં છે. આ દેશમાં પણ અમુક વર્ગ કહે છે કે ‘ભારતને હિંદુરાજ્ય તરીકે જાહેર કરી દો'. તો તે વાત પણ વાજબી નથી. 'આપણાં શાસ્ત્રો કે આર્યપરંપરા આમાં સંમત નથી; કારણ કે રાજ્યનો કોઈ સ્વતંત્ર ધર્મ ન હોઈ શકે. ધર્મ એ હકીકતમાં રાજ્યના jurisdictionની બહાર છે. રાજસત્તા પ્રજાની સલામતી, સુરક્ષા અને સામાજિક ન્યાયપ્રવર્તન માટે જ જરૂરી છે. ધર્મ એ રાજ્યનો સીધો વિષય નથી. વળી પ્રજાએ કયો ધર્મ પાળવો-કયો ધર્મ ન પાળવો તે નક્કી કરવાનો હક્ક પણ રાજ્યનો નથી. ધર્મ એ દરેક વ્યક્તિની પોતાની પસંદગી પર છે. પ્રજાને કોઈ પણ ધર્મ પાળવાનો કે આચરવાનો અબાધિત અધિકાર છે. વળી, કોઈ એક ચોક્કસ ધર્મ પ્રત્યે પક્ષપાત કરવો તે પણ રાજ્ય માટે અન્યાયી વર્તન છે. રાજ્યે તમામ ધર્મો પ્રત્યે સમાન સન્માનનો ભાવ રાખવાનો છે. આર્યપરંપરામાં રાજસત્તા ધર્મસત્તાને બહુમાનથી જુએ, સન્માનયુક્ત વ્યવહાર કરે અને તમામ ધર્મોને આવશ્યક રક્ષણ પૂરું પાડે; કારણ કે પ્રજાના દરેક સુતંત્રને રક્ષણ આપવાની જવાબદારી રાજસત્તાની જ છે. તેથી આ દેશમાં બહુમતી લોકોના ધર્મને રાજ્યધર્મ-state religion તરીકે જાહેર ન કરાય. તે તો પશ્ચિમના દેશો કે આરબ દેશોમાં state religion જાહેર કરાય છે, જે અનાર્ય વ્યવસ્થા છે. ધર્મની રાજસત્તા સાથે ભેળસેળ કરાય જ નહીં; અને તે કરશો તો ધર્મ અને રાજ્યનાં કર્તવ્યોમાં ગોટાળો થશે, તેમાં પતન ધર્મનું થશે. ઇસ્લામમાં ખલિફા કે મૌલવીઓ અને ખ્રિસ્તી ધર્મમાં પોપ Head of the state કે supreme powerની post (executive post) પર બેસે, જે આર્યપરંપરામાં નથી. અહીં ધર્મગુરુઓ રાજસિંહાસન પર કદી બેસે નહીં. નાલાયક રાજા હોય તો સંકટ સમયમાં પદભ્રષ્ટ કરે, પણ રાજસિંહાસન ખાલી થયું તો પોતે બેસી ન જાય. જેમ સાધ્વીનું અપહરણ કરી જનાર ગર્દભિલ્લ રાજાને કોઈ મર્યાદા કે અંકુશમાં લાવી શકે તેમ ન હતું ત્યારે, પૂજ્ય કાલિકાચાર્ય મહારાજાએ યુદ્ધ ખેલી ગર્દભિલ્લનો નાશ કર્યો; પરંતુ
१. देवब्राह्मणतपस्विस्त्रीबालवृद्धव्याधितानामनाथानामनभिसरतां धर्मस्थाः कार्याणि कुर्युः । न च देशकालभोगच्छलेनातिहरेयुः । पूज्या विद्याबुद्धिपौरुषाभिजनकर्मातिशयतश्च पुरुषाः । एवं कार्याणि धर्मस्थाः कुर्युरच्छलदर्शिनः । समाः सर्वेषु भावेषु, विश्वास्या लोकसप्रियाः । । १ । ।
(ૌટિલીય અર્થશાસ્ત્ર, અધિરળ-રૂ, અધ્યાય-૨૦) २. सा गर्दभिल्लस्य विधाय नष्टा, भ्रष्टानुभावः स च साहिभूपैः । बद्ध्वा गृहीतः सुगुरोः पदान्ते, निरीक्षते भूमितलं स मूढः ।।४०।। रे दुष्ट पापिष्ट निकृष्टबुद्धे ! किं ते कुकर्माचरितं दुरात्मन् । महासतीशीलचरित्रभङ्गपापद्रुमस्येदमिहास्ति पुष्पम्।।४१।। विमुद्रसंसारसमुद्रपातः, फलं भविष्यत्यपरं सदैव । अद्यापि चेन्मोक्षपरं सुधर्म्म-मार्गं श्रयेथा न विनष्टमत्र ।। ४२ ।। न रोचते तस्य मुनीन्द्रवाक्यं, विमोचितो बन्धनतो गतोऽथ । सरस्वती शीलपदैकपात्रं, चारित्रमत्युज्ज्वलमाबभार ।। ४३ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org