________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૨૭૫ આપેલા સત્કાર્ય માટેના દાનમાંથી પણ કર ઉઘરાવવાનો પોતાનો અબાધિત હક્ક આજનું રાજ્ય માને છે. હકીકતમાં સાધુ કોઈ દેશના નાગરિક નથી. સાધુએ જે ક્ષણથી દીક્ષા સ્વીકારી ત્યારથી તમામ સામાજિક જવાબદારીઓ અને અધિકારોનો ત્યાગ કર્યો છે. જે વ્યક્તિ જૈનસાધુપણાના આચારોની મર્યાદા સમજતી હોય તેના માટે આ નવી વાત નથી. દા. ત. અમે વિહાર કરતાં ગૃહસ્થઅવસ્થાના ગામમાં ગયા. ત્યાં વસતિ તરીકે ગૃહસ્થપણાનું ઘર અનુકૂળ છે, તો ત્યાં ઊતરવા પરિવારજનો પાસેથી વસતિની યાચના કરવી પડે. તેમની સંમતિથી જ અમે રોકાઈ શકીએ. કારણ કે હવે તે મારું ઘર રહ્યું નથી. આના માટે શાસ્ત્રીય શબ્દ “અવગ્રહયાચના' છે. અર્થાત્ વસતિમાં રોકાવા માલિક પાસેથી વસતિની યાચના કરવી તે. તેમ દેશ-નગરમાં રોકાવા દેશનગરના રાજાના અવગ્રહની યાચના કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. કારણ કે સાધુ પાસે કોઈ દેશનું citizenship (નાગરિકત્વ) નથી. જૈન દીક્ષામાં કુટુંબના અધિકારો અને કુટુંબની ફરજો છોડવાના છે, તેમ પરિવાર, જ્ઞાતિ, સમાજ, નગર કે રાષ્ટ્ર પ્રત્યેની પણ ફરજો કે અધિકારો ત્યાગ કરવાના છે. તેનો ત્યાગ કર્યો હોય તો જ અમારો સંન્યાસ સાચો ગણાય. અમારે કોઈ national boundary-રાષ્ટ્રીય હદ કે મર્યાદા નથી. ધર્મ સ્વયં national boundaryમાં (રાષ્ટ્રની હદમાં) સમાતો નથી; કારણ કે ધર્મ multi-national નહીં પણ universal છે. એક જ ધર્મના અનુયાયી જુદા જુદા દેશના પ્રજાજન હોઈ શકે છે. તેઓની તે તે રાષ્ટ્ર પ્રત્યે ફરજો નાગરિક તરીકે તેમણે અદા કરવાની, પરંતુ ધર્મસત્તાની અપેક્ષાએ તેઓ તે તે એક જ ધર્મના નેજા હેઠળ છે; અને ધર્મગુરુઓ તો કોઈ રાજ્ય કે રાષ્ટ્ર પ્રત્યે - આ મારું અને બીજું પરાયું તેવો - મમત્વથી ભેદભાવ ન રાખી શકે; કારણ કે તેમણે સંસારનો ત્યાગ કર્યો છે. તીર્થકરોએ શ્રાવક માટે આરંભ-સમારંભથી બચવા દિગુપરિમાણવ્રત કહ્યું છે, પરંતુ અમને સાધુને વિચરવા કોઈ દેશની મર્યાદા બાંધી નથી, માત્ર સંયમયાત્રાનું પવિત્ર પાલન કરી જ્યાં વિચરવું હોય ત્યાં વિચરવાની છૂટ-આજ્ઞા છે. જૈનશાસ્ત્રો તો સાધુને કોઈ એક રાજ્યના પ્રજાજન માનવાની વિરુદ્ધ છે. આમ પણ ધર્મગુરુ એવા પવિત્ર છે કે “તેમને રાજ્યના તાબા હેઠળ સામાન્ય નાગરિક કે પ્રજાજન
૧. તિવિધોડયમવપ્રદ? વ્યતેदेविंद-राय-गहवइउग्गहो सागारिए अ साहम्मी | पंचविहम्मि परूविऍ, नायव्वो जो जहिं कमइ ।।६६९।। हेछिल्ला उवरिल्लेहिं बाहिया न उ लहंति पाहन्नं । पुव्वाणुन्नाऽभिनवं, च चउसु भय पच्छिमेऽभिनवा ||६७० ।। देवेन्द्रः-शक्र ईशानो वा, स यावतः क्षेत्रस्य प्रभवति तावान् देवेन्द्रावग्रहः। राजा-चक्रवर्त्तिप्रभृतिको महर्द्धिकः पृथ्वीपतिः, स यावत: षटखण्डभरतादेः क्षेत्रस्य प्रभुत्वमनुभवति तावान् राजावग्रहः। गृहपतिः-सामान्यमण्डलाधिपतिः, तस्याप्याधिपत्यविषयभूतं यद् भूमिखण्डं स गृहपत्यवग्रहः। सागारिक:-शय्यातरः, तस्य सत्तायां यद् गृह-पाटकादिकं स सागारिकावग्रहः। साधर्मिका:-समानधर्माणः साधवः, तेषां सम्बन्धि सक्रोशयोजनादिकं यद् आभाव्यं क्षेत्रं स साधर्मिकावग्रहः। एष च पञ्चविधोऽवग्रहः। एतस्मिन् पञ्चविधेऽवग्रहे वक्ष्यमाणभेदैः प्ररूपिते सति ज्ञातव्यो विधिरित्युपस्कारः। य: 'यत्र' देवेन्द्रादौ 'क्रमते' अवतरति स तत्रावतारणीय इति सङ्ग्रहगाथासमासार्थः।।६६९।।
(વૃદāસૂત્ર, માથા -૬૬૨-૩૭૦ મૂત-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org