________________
૨૭
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ અભિવ્યક્ત કરે છે. જાહેરમાં રાજ્યાભિષેકની વિધિથી પ્રભુ સર્વ લોકને જ્ઞાત થાય તે રીતે રાજા બન્યા. ત્યારથી ગૃહસ્થજીવનના ૬૩ લાખ પૂર્વ વર્ષ પ્રભુએ રાજ્ય ચલાવ્યું. સર્વત્ર પ્રજામાં લૌકિક ન્યાય સ્થાપિત કર્યો, અનીતિ-અન્યાય દૂર કર્યા. પ્રજાને સામાજિક સદ્ગુણો અને સદાચારોથી એવી સંસ્કારિત કરી છે કે “પ્રજામાં માનવ-માનવ પ્રત્યે કોઈ ભય, અસલામતી, અન્યાય, જોહુકમીનું નામ-નિશાન ન રહે, સહુ પોતાનાં કર્તવ્યોને અદા કરે”. લૌકિક દૃષ્ટિએ આખી પ્રજા મર્યાદામાં રહે તેવું સુંદર વાતાવરણ કર્યું છે. તે કાળના મનુષ્યોને પ્રભુએ એવા સંસ્કારિત કર્યા કે “તેમનામાં એક બીજાને લૂંટવા, છેતરપીંડી કરવી, બીજાને ત્રાસ આપવો, અન્યાયી-જંગલી વર્તન કરવું, આ બધું આવે જ નહીં'. સાથે-સાથે પ્રજાને કલાઓ, વ્યાપાર-વાણિજ્ય અને તમામ પ્રકારનાં શિલ્પો શીખવાડ્યાં; જેથી પ્રજા નગરઆયોજનથી પ્રારંભીને તમામ પ્રકારની રાજકીય, સામાજિક અને કૌટુંબિક સુવિધાઓને ભોગવે, કોઈ જાતના અત્યાચાર, શોષણ ન હોય. ઋષભદેવનાં જ્ઞાન, સલાહ, ઉપદેશ પર આખી પ્રજાને એટલો વિશ્વાસ, બહુમાન છે કે “પ્રભુના વચનથી સહુ પોત-પોતાનાં કર્તવ્ય અને નીતિઓનું પાલન કરે છે'. આદર્શ સુરાજ્ય ત્યારે પ્રવર્તતું હતું. આ ગૃહસ્થજીવનનો પ્રભુનો લોક પર ઉપકાર છે. પ્રભુ જેમ બધી રાજનીતિના જાણકાર છે, તેમ સર્વ ધર્મનીતિના પણ જાણકાર છે. પ્રજાને ધર્મ પણ સમજાવી શકે તેમ છે; પરંતુ અત્યારે અવસર, અધિકાર ન હોવાથી ધર્મસત્તાની સ્થાપના નથી કરી, માત્ર રાજસત્તા જ સ્થાપી છે.
રાજસત્તાથી આર્યધર્મોને દબાવવાની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ :
આપણી આર્યપરંપરામાં રાજસત્તા અને ધર્મસત્તા પરસ્પર જુદાં છે. બંને જો એક હોત તો ઋષભદેવને બંને એકસાથે સ્થાપવાનું આવત. પ્રભુએ તેમ કર્યું નથી; કારણ કે રાજ્યના ઉદ્દેશ, કાર્ય, અધિકાર જુદાં છે; ધર્મના ઉદ્દેશ, કાર્ય, અધિકાર જુદાં છે. વળી, ધર્મના ઉદ્દેશ, કાર્ય, અધિકાર વ્યાપક અને ઊંચા છે. તેથી રાજસત્તા ધર્મસત્તાને પૂરક બને, પરંતુ ક્યારેય ધર્મસત્તામાં માથું ન મારે. હકીકતમાં ધર્મસત્તામાં રાજસત્તા કે રાજસત્તામાં ધર્મસત્તા, પરસ્પર સીધું માથું ન મારે. આપણે ત્યાં temporal powers (રાજસત્તા) અને church powers (ધર્મસત્તા) જુદા છે. વળી, religious state કે state religionની (“ધાર્મિક રાજ્ય કે રાજ્યનો ધર્મ”ની) વાત નથી. આ mix up અનાર્યદેશની વ્યવસ્થાઓમાં છે. જેમ ખલીફાઓ ધર્મગુરુ છતાં રાજસત્તા ચલાવતા. અત્યારે પણ ઇરાન આદિ અમુક મુસ્લિમ દેશોમાં મૌલવી રાજ્યમાં પણ supreme powers (સર્વોચ્ચ સત્તા-અધિકારો) ભોગવે છે. તે જ રીતે ઈંગ્લેન્ડની monarch ત્યાંના १. आश्रमेषु द्विजातीनां कार्य विवदतां मिथः ।।१९।। न विब्रूयानृपो धर्मे चिकीर्षुर्हितमात्मनः । तपस्विनां तु कार्याणि, विद्यैरेव कारयेत् ।।२०।। मायायोगविदां चैव, न स्वयं कोपकारणात् । सम्यग्विज्ञानसम्पन्नो, नोपदेशं प्रकल्पयेत् ।।२१।। નાતિતાનાં, ગુર્વાચાર્વતપસ્વિનાં ... Vારા.
(શુક્રનીતિ, અધ્યાય-૪-રાનગનિરૂપ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org