________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
૨૧૯ અને રાજસત્તા પણ એવી હોય છે, તેથી ખીચડો કરે. અત્યારે પણ બ્રિટનમાં જે રાજા બને તે આપમેળે Head of the church બની જાય. બંને post એકસાથે છે. આપણે ત્યાં ધર્મગુરુ કદી રાજસિંહાસન પર બેસતા નહીં અને રાજા ધર્મસિંહાસન પર બેસતો નહીં. બંનેનાં કાર્યક્ષેત્ર, સત્તા જુદાં છે. જેમ ઘણા સંસ્કૃતિ અને ધર્મનો શંભુમેળો કરે છે, તેમ આ રાજસત્તા અને ધર્મસત્તાનો શંભુમેળો કરે છે.
સભા : રાજસત્તા દ્વારા પ્રજામાં ન્યાય-નીતિનું પાલન કરાવવું તે ધર્મ જ છે ને ?
સાહેબજી : ના, તે ધર્મ નથી. તે રાજ્યની જ એક પવિત્ર ફરજ છે. તમારા મગજમાં ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા જ બેઠી નથી. વારંવાર કહું છું કે “જીવમાત્ર પ્રત્યેનાં ન્યાય-નીતિ એ રાજ્યના કાર્યક્ષેત્રમાં આવતાં જ નથી'. અહીં જ દાખલો વિચારો કે, ભગવાન આદિનાથે રાજ્ય સ્થાપ્યું, પ્રભુ પ્રજામાં તે કાળમાં - જેવાં ન્યાય-નીતિનું પાલન કરાવે છે, તેવાં ન્યાય-નીતિ તો અત્યારે તમારી કલ્પના બહાર છે. આવા ઉત્કૃષ્ટ સામાજિક ન્યાય-નીતિનું પાલન કરાવવા છતાં પ્રભુએ પણ તે ધર્મપ્રવૃત્તિ કરી તેનું શાસ્ત્રમાં લખ્યું નથી. વળી, પ્રજા પણ ઋષભદેવ જ્યારે ગૃહસ્થજીવનમાં હતા ત્યારે ધર્મવિહોણી હતી, હજી જ્ઞાની એવા ઋષભદેવે જ સ્વયં ધર્મનો ઉપદેશ કોઈને આપ્યો નહોતો, માત્ર સામાજિક સભ્યતા અને સંસ્કૃતિથી પ્રજાને સંસ્કારિત કરી હતી. હા, તેથી પ્રજાને ધર્મલાયક ચોક્કસ બનાવી હતી, જેથી પ્રભુ જ્યારે કેવલજ્ઞાની થઈ સમવસરણમાં દેશના આપશે, ત્યારે તે પ્રજા તરત જ તેમના ધર્મશાસનને પામશે.
સભા : ત્યારે ધર્મ નહોતો ?
સાહેબજી : નાં, ધર્મસ્થાનકો, ધર્માનુષ્ઠાનો, ધાર્મિક તત્ત્વજ્ઞાન કે ધર્મના આચાર-વિચારો, કશું જ પ્રજામાં ન હતું. અરે ! કોઈને સુપાત્રદાન આપતાં પણ નહોતું આવડતું.
સભા : પ્રજામાં પરોપકારની ભાવના જ નહોતી ?
સાહેબજી : ના, પ્રજામાં ઉદારતા, દયા, પરોપકાર આદિ સદ્ગણો પણ ઋષભદેવે શીખવેલા હતા; પરંતુ તે બધા સામાજિક સદ્ગણો કે સામાજિક સદાચારોમાં ગણાય. ધર્મનું તત્ત્વજ્ઞાન, ધર્મની શ્રદ્ધા, જાણકારી કે તેને અનુરૂપ આચાર-વિચાર-અનુષ્ઠાન ત્યારે નહોતાં; અને જો માનો કે ધર્મ હતો, તો ઋષભદેવે ધર્મતીર્થ સ્થાપ્યા પહેલાં પણ પ્રજા ધર્મયુક્ત હતી તેમ કહેવું પડે. તો સૌ પ્રથમ ભરતભૂમિમાં કેવલી થયેલા ઋષભદેવે ધર્મ પ્રગટાવ્યો-સ્થાપ્યો તેવી શાસ્ત્રની વાત મિથ્યા કરે.
4. Religion: ... Elizabeth II, as the Monarch of the United Kingdom, is the Supreme Governor of the Church of England and sworn protector of the Church of Scotland. She holds no religious role as Sovereign of the other Realms. · (Article : Elizabeth II of the United Kingdom, Reference.com & Wikipedia,
free encyclopedia)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org