________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૨૪૩ યુગલિક મનુષ્યો છે. મનુષ્યલોકમાં જેટલી ભોગભૂમિઓ છે, ત્યાં આવા મંદકષાયવાળા યુગલિક મનુષ્યો છે. Top levelના ઊંચા દેવલોકો - કે જે કલ્પાતીત છે - તેમાં રહેલા રૈવેયક અને અનુત્તરના અસંખ્ય દેવો પણ મંદ કષાયવાળા છે. આ જીવસૃષ્ટિમાં મંદ કષાયના કારણે કોઈ પરસ્પરનું અન્યાયી વર્તન હોતું નથી. મનુષ્ય તરીકે ભોગભૂમિમાં જન્મ પુણ્યના ઉદયથી થાય છે. પુણ્યશાળી જીવો જ યુગલિક મનુષ્ય બને છે. તેમનો મનુષ્ય અવતાર તમારા કરતાં ઘણો વધારે ભૌતિક ભોગસુખવાળો હોય છે. તેમનાં અસંખ્ય વર્ષનાં આયુષ્ય, નિરોગી રૂપસંપન્ન દેહ, કાળના પ્રભાવે રસ-કસયુક્ત સમૃદ્ધ ભોગો, કલ્પવૃક્ષ દ્વારા મનોવાંછિત સામગ્રીની પ્રાપ્તિ; આ બધાના કારણે મનુષ્ય તરીકે ખૂબ સુખ-શાંતિનું અને સતત અનુકૂળ ભોગમય તેમનું જીવન છે. તે જીવોના કષાય એટલા મંદ છે કે “કરોડો યુગલિકો સાથે રહે તોપણ ક્યારેય એકબીજાનું ઝૂંટવી લે, એકબીજા સાથે કલહ-કંકાસ કરે કે અન્યાય-શોષણનું વર્તન કરે તેવું બને નહીં'. તે જ રીતે ઊંચા દેવલોકોમાં પણ ભોગસામગ્રીનો પાર નથી. ઉત્કૃષ્ટ પાંચે ઇન્દ્રિયના ભોગ છે, શરીરબળ, રૂપ આદિ શ્રેષ્ઠ છે, અનેક શક્તિઓથી વિકસિત ભવ છે; છતાં તે અસંખ્ય દેવતાઓને પરસ્પર સંઘર્ષ કે કોઈ કલહ થતા નથી, લડાઈ-ઝઘડા, મારા-મારી કશું જ નથી. કષાયો એટલા મંદ હોય કે કોઈ જાતના નિયંત્રણ વિના પણ સહજતાથી જ તેવો ખરાબ વર્તન કરવાનો ભાવ જ ન થાય'. વળી, પુણ્ય એટલું છે કે ભોગસામગ્રી વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત છે.
દુર્ગતિઓમાં બીજાનું હડપ કરીને જ જીવવાનું છે. ભોગસામગ્રીની અત્યંત અછત અને હાડમારીવાળું જ જીવન છે. વળી, કષાયો એટલા છે કે “જીવો નવરા શાંતિથી બેસે જ નહીં, એકબીજાને ત્રાસ-સંતાપ કર્યા જ કરે. દુર્ગતિ એ અન્યાયથી ભરપૂર જીવસૃષ્ટિ છે. ઊંચી સદ્ગતિ કે જ્યાં યુગલિક મનુષ્યો, કલ્પાતીત દેવો છે, તે ભવ જ એવો છે કે જ્યાં અન્યાયને અવકાશ જ નથી, પછી ભલે સંખ્યામાં લાખો, કરોડો કે અબજો ભેગાં રહે. યુગલિકો સમૂહમાં સાથે જ રહેતા હોય છે અને કલ્પાતીત દેવતાઓ એક-એક વિમાનમાં મોટી સંખ્યામાં હોય છે; પરંતુ ઝઘડા, મારામારી કે દુષ્ટ વ્યવહાર ક્યારેય થતો જ નથી. આ સાધુ-સંતો નથી, ભોગમાં રહેલા સંસારી જીવો જ છે, પરંતુ કષાયો મંદ છે. યુગલિકો કે આ દેવતાઓ તમામ મોક્ષે જવાના છે તેવું પણ નથી; કારણ કે રૈવેયક સુધીના દેવતાઓમાં અભવ્યના જીવો પણ હોઈ શકે. યુગલિકોમાં પણ દુર્ભવ્ય જીવો હોઈ શકે. વળી તેઓના જીવનમાં અત્યારે ધર્મકરણી કાંઈ છે નહીં. માત્ર મંદકષાય જ આમાં જવાબદાર છે.
કષાયોની અપેક્ષાએ ત્રણ પ્રકારના જીવો ઃ
યુગલિક મનુષ્યો અને કલ્પાતીત દેવો મંદ કષાયવાળા છે, દુર્ગતિના જીવો તીવ્ર કષાયવાળા છે, જ્યારે નીચેના દેવલોકો અને કર્મભૂમિના મનુષ્યો મધ્યમ કષાયવાળા છે. આ મોટેભાગે અવલોકી શકાય તેવો વિભાગ છે. સંસારી જીવોની ત્રણ category (કક્ષા) પાડીએ તો : (૧) તીવ્ર કષાયવાળા જીવ (૨) મંદ કષાયવાળા જીવ (૩) મધ્યમ કષાયવાળા જીવ કહી શકાય;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org