________________
૨૪૭
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ પડે. તે માટે આવશ્યક બળ તરીકે સાત પ્રકારનું સૈન્યબળ એકત્રિત કરવું પડે. મનુષ્યોને યુદ્ધનીતિ શીખવી, શસ્ત્રકળા બતાવી, શસ્ત્રાસ્ત્રના પ્રયોગોમાં નિપુણ કરવા પડે. આ તમામ પાપની ક્રિયા અને પાપનાં સાધનો છે. શાસ્ત્રમાં રાજ્યને મહાઅધિકરણ કહ્યું છે, એટલે કે સર્વ પાપનાં સાધનોનો જેમાં સંગ્રહ, પ્રયોગ હોય તેવું પાપનું કારણ કહ્યું છે; છતાં આગમોમાં લખ્યું કે “ઋષભદેવે આ રાજ્યતંત્ર વિકસાવી, સંચાલન કરીને પાપ નથી બાંધ્યું, ઊલટું પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું છે. આ પૃથ્વી પર રાજ્યરૂપી મહાઅધિકરણને પોતે સૌ પ્રથમ ઉત્પન્ન કર્યું, યુદ્ધનીતિઓ ફેલાવી, યુદ્ધ માટેનાં શસ્ત્રોનું શિક્ષણ આપ્યું, વંશ-પરંપરાગત પ્રજામાં આ ચાલે તેવી વ્યવસ્થાઓ સ્થાપી; છતાં તેમને પાપ નથી લાગ્યું, ઉત્તમ પુણ્ય બંધાયું; કારણ કે ઉદ્દેશ અને ભાવો પવિત્ર હતા. પાપપ્રવૃત્તિ શુભ ભાવથી કરવી એ ઉત્તમ સાધક માટે પણ કસોટી છે. તમે પાપપ્રવૃત્તિ શુભ ભાવથી કરતાં શીખ્યા જ નથી, જ્યારે ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થકરોના જીવનમાં જબરદસ્ત ખૂબી એ હોય છે કે ગમે તેવી પાપપ્રવૃત્તિ કરવાનો અવસર આવે, તોપણ તેઓ તેને શુભ ભાવથી જ કરે.
સભા યુદ્ધમાં શુભ ભાવ આવે ? સાહેબજી ઃ આવી શકે, ધર્મયુદ્ધો પણ ઇતિહાસમાં થયાં છે. સભા : અત્યારે રાજાઓને સત્તા પર બેસાડીએ તો ?
સાહેબજી : તમારી ત્રેવડ નથી. હું અત્યારે રાજાશાહીની નહીં, રાજસત્તાની વાત કરું છું. રાજસત્તામાં રાજા હોય કે બીજી post હોય, પણ governing power (શાસન શક્તિ) તો છે જ. રાજસત્તાની સંચાલનની પદ્ધતિ અનેક હોઈ શકે. તેમાં કઈ પદ્ધતિ સારી, કઈ ખરાબ, કોની વધારે ગુણવત્તા તેની અત્યારે ચર્ચા નથી કરતો. વર્તમાન યુગમાં તો નવા નવા socialism, communism, capitalism નીકળ્યા છે. સાથે-સાથે governing systems (શાસન પદ્ધતિ) પણ જુદી જુદી ફેલાવી છે.
પ્રસ્તુતમાં ભરતભૂમિમાં પહેલું રાજ્ય ઋષભદેવે ચલાવ્યું. તેનો ઉદ્દેશ અત્યંત પવિત્ર હતો. १. अत्राष्टकम्-"अन्यस्त्वाहास्य राज्यादिप्रदाने दोष एव नु। महाधिकरणत्वेन तत्त्वमार्गेऽविचक्षणः ।।१।।" अन्यस्तु तत्त्वमार्गे वस्तुनि परिच्छेत्तव्येऽविचक्षणः अपण्डितः आह, विचक्षण' इति वक्ष्यमाणपर्यालोचनयोपहासवचनम। अस् दोष एव अशुभकर्मार्जनमेव, महाधिकरणत्वेन-महारम्भपरिग्रहपञ्चेन्द्रियवधादिनिमित्तत्वेन अग्निशस्त्रादिदानवदिति दृष्टान्तोऽभ्यूहः । उत्तरमाह-"अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः। मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।।२।। विनश्यन्त्यधिकं यस्मादिहलोके परत्र च। शक्तौ सत्यामुपेक्षा च, युज्यते न महात्मनः । ।३।। तस्मात्तदुपकाराय, तत्प्रदानं गुणावहम्। परार्थं दीक्षितस्यास्य विशेषेण जगद्गुरोः ।।४ ।।" कालदोषेणावसर्पिण्या हीनहीनतरादिस्वभावेन मर्यादाभेदः= स्वपरधनादिव्यवस्थालोपः, नायकसद्भावेऽपि केचिद्विनश्यन्तो दृश्यन्ते, अत आह-अधिकम्-अत्यर्थम् इहलोके मनुष्यजन्मनि प्राणादिक्षयात्, परत्र-परलोके हिंसाधुद्रेकात् शक्तौ सत्यां-स्वकृतिसाध्यत्वज्ञाने उपकारः अनर्थत्राणं तत्पदानं-राज्यप्रदानं परार्थ-परोपकाराय दीक्षितस्य-कृतनिश्चयस्य विशेषेण-सुतरां सामान्यराज्यदायकापेक्षया, जगद्गुरोः=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org