________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૨૪૯ પણ કરવામાં આવે, બધાં કઠોર કર્મ અવસર-અવસરે કરવાં પડે; પરંતુ આ કરતી વખતે
ઋષભદેવના હૃદયમાં લૌકિકન્યાયપ્રવર્તનનો જ ઉદ્દેશ છે. આર્યવ્યવસ્થામાં રાજ્યસંચાલન પાછળ માનવસમૂહમાં પરસ્પર સામાજિક ન્યાય પ્રવર્તાવવાનો અને સુબદ્ધ, સભ્ય, સંસ્કારી પ્રજા તૈયાર કરવાનો ઉદ્દેશ હતો. આ સિવાયનો ઉદ્દેશ હોય તો તે ખોટો ઉદ્દેશ છે. તેથી જ રાજાને પ્રજામાં અન્યાય ચલાવે તો પાપ લાગે છે. અરે ! રાજ્ય પોતાની ફરજ ચૂકે છે તેમ કહેવાય છે. દરેક પ્રજાજનને સલામતી, સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પણ રાજ્યની છે. દરેક વ્યક્તિ પ્રજાજન તરીકે સુરક્ષિત અધિકાર સાથે જીવી શકે તે ધ્યાન રાજ્ય રાખવાનું હોય છે. આ જવાબદારી વિશાળ હોવાથી તેને બજાવવા બળ-દંડ આદિની પણ જરૂર પડે, તો પવિત્ર ઉદ્દેશથી રાજાએ તે પણ અજમાવવા, પરંતુ ન્યાયમાં ક્યારેય બાંધછોડ ન કરવી, તે જ રાજ્યનું કર્તવ્ય છે. જેમ દેવલોકમાં દેવતાઓને ન્યાય આપવાની જવાબદારી ઇન્દ્રોને માથે છે, તેમ તેમના સમયના લોકોને અન્યાય ન થાય તેની જવાબદારી ઋષભદેવે લીધી છે. તેમણે ૧૩ લાખ પૂર્વ રાજ્યસંચાલન કર્યું, જે કરતાં અઢળક પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું છે.
રાજ્યનું ક્ષેત્ર લૌકિક ન્યાય, ધર્મતીર્થનું ક્ષેત્ર લોકોત્તર ન્યાય :
રાજનીતિ પ્રમાણે રાજ્યની સ્થાપના પ્રજાજનોના અધિકાર સુરક્ષિત રાખવા અને તેમને ન્યાય અપાવવા પૂરતી મર્યાદિત છે. તેથી તેમાં જે પોતાના પ્રજાજન નથી, અથવા બીજા રાજ્યના પ્રજાજન છે તેવા માનવોના અધિકારોની સુરક્ષાની પણ જવાબદારી નથી. એટલે ટૂંકમાં માત્ર પોતાના પ્રજાજન એવા મનુષ્યોના અધિકારરક્ષણ કે ન્યાય માટે જ સત્તાસંચાલન છે. હા, છતાં રાજ્યની મુલાકાત લેનારા વિદેશીઓને અમુક સવલતો પૂરી પાડવામાં આવે છે. પ્રસંગે એમને અમુક મર્યાદિત રક્ષણ પણ અપાય છે. જે રક્ષણ તથા સવલતો પણ અપેક્ષાએ સૌજન્યનો એક પ્રકાર છે. સમગ્ર માનવઅધિકારનું રક્ષણ એ પણ ચક્રવર્તતુલ્ય મહારાજ્યની અપેક્ષા રાખે છે; છતાં તેવું સમુદ્ર પર્વત પૃથ્વીનું ચક્રવર્તીરાજ્ય પણ ગમે તેટલું ન્યાયી હોય, નીતિપૂર્વક સંચાલન કરાતું હોય, તોપણ તેનું લક્ષ્યબિંદુ તો લૌકિકન્યાય જ રહેશે. જે માનવસમાજ પૂરતો જ સિમિત છે. પશુ-પંખીઓ કે શુદ્ર જીવ-જંતુઓના અધિકારોની રક્ષા કે તેમના પ્રત્યે ન્યાયી વર્તનની વાત આ રાજ્યસત્તાના સંચાલનમાં આવતી નથી. ભગવાન ઋષભદેવનું રાજ્ય
१. यथाऽपराधं दण्ड्येषु, दण्डं प्रायुक्त नाभिभूः । व्याधितेषु यथा व्याधिचिकित्सक इवाऽगदम् ।।९७८ ।। दण्डभीतस्तदा लोकश्चक्रे चौर्यादिकं न हि । एकैव दण्डनीतिर्हि, सर्वान्यायाहिजाङ्गुली ।।९७९ ।। क्षेत्रोद्यानगृहादीनां, मर्यादां कोऽपि कस्यचित् । नाऽत्यक्रामत् प्रभोराज्ञामिव लोकः सुशिक्षितः ।।९८०।।
(ત્રિષષ્ટિશાપુરુષરિત્ર, પર્વ-, સf-૨) २. नीत्यतिक्रमणकारिणां 'राजा' सर्वनरेश्वरः करोति दण्डं, स च अमात्यारक्षकादिबलयुक्तः कृताभिषेकः अनतिक्रमणीयाज्ञश्च भवति।
(आवश्यकनियुक्ति एवं भाष्य भाग-१, नियुक्ति श्लोक-१९८, टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org