________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૨૬૧ અને સંસ્કૃતિ કરતાં ધર્મ મહાન છે'; કેમ કે આ બધાના પવિત્ર ઉદ્દેશ ક્રમશઃ broad (વિશાળ) વિશાળતર થતા જાય છે. કોઈ વસ્તુ મહાન કે મૂલ્યવાન કેમ છે, તે તો તેના આદર્શ અને પ્રવૃત્તિ પરથી નક્કી થાય. કુટુંબનો આદર્શ એ છે કે “કુટુંબમાં જેટલી વ્યક્તિ જન્મે તે શારીરિક રીતે નબળી હોય કે અપંગ વગેરે હોય, માનસિક દૃષ્ટિએ મંદબુદ્ધિ હોય કે સક્ષમ હોય, આર્થિક રીતે પણ કદાચ નબળી હોય તોપણ સૌને કુટુંબમાં સામાજિક સંસ્કાર, નૈતિક વિકાસ, ધાર્મિક વિકાસ થાય તેવું વાતાવરણ આપવું. કુટુંબના મોભા કે સ્તર પ્રમાણે સૌને સમાન સુવિધાઓ આપવી. કુટુંબનાં કાર્યોમાં સહિયારો ભોગ આપવો અને કુટુંબના ઉન્નતિ કે વિકાસ માટે અવસરે બલિદાન પણ આપવું. આ કુટુંબનો આદર્શ અને પ્રવૃત્તિ થઈ, જે એક વ્યક્તિના જીવન કરતાં વિશાળ છે; કારણ કે તેમાં કુટુંબના તમામ સભ્યોની હિતચિંતા સમાયેલી છે. જેટલા આદર્શો અને હિતપ્રવૃત્તિનું ક્ષેત્ર વિશાળ તેટલી તે સંસ્થાની મહત્તા વધી જાય છે. સામાન્ય વ્યક્તિ માત્ર પોતાના જીવનને ઉન્નત બનાવવાના વિચાર કરે, ત્યારે તેનામાં જેવા સગુણો વિકસે, તેના કરતાં આખા કુટુંબના જીવનને ઉન્નત બનાવવાનો વિચાર કરે ત્યારે તેનામાં ઉદારતા, સહિષ્ણુતા આદિ ગુણો વધારે વિકસે છે. તેથી જ કુટુંબના રક્ષણ ખાતર સંકટમાં વ્યક્તિનો ભોગ કે બલિદાન લેવાય, પણ વ્યક્તિ ખાતર કુટુંબનું બલિદાન ન લેવાય. આવા સિદ્ધાંતો વૈદિક શાસ્ત્ર પણ માન્ય કરે છે. જૈનશાસ્ત્રો તો ધર્મને જ સૃષ્ટિના સર્વ જીવોનું હિત કરનાર શ્રેષ્ઠ તત્ત્વ કહે છે. તેથી ધર્મની તોલે રાષ્ટ્ર કે સંસ્કૃતિની મહાનતા કે મહત્તા કદી આવે નહીં. હા, સંસ્કૃતિ ધર્મની પૂરક બની શકે, રાષ્ટ્ર ધર્મનું સમર્થક બની શકે; પરંતુ મહાનતા કે રક્ષાની વાત આવે ત્યારે પ્રથમ ક્રમ તો ધર્મનો જ આવે. તેમાં ગેરસમજ કરનારને ધર્મતત્ત્વનો મહિમા ખ્યાલ નથી. સમગ્ર સૃષ્ટિમાં સુખ-શાંતિ ફેલાવે તે ધર્મ છે. તેમાં જ્ઞાતિ, કુટુંબ કે રાષ્ટ્રની જેમ મર્યાદિત સીમાડા નથી. હા, દરેક ધર્મના જીવસૃષ્ટિ અંગેના ખ્યાલમાં તફાવત છે. જે ધર્મની biologyમાં (જીવવિજ્ઞાનમાં) જેટલું જીવસૃષ્ટિનું વર્ણન કે જ્ઞાન હોય, તેના આધારે તેમાં અહિંસા, દયા, પરોપકાર આદિ સત્કાર્યો દર્શાવ્યાં હોય. જૈન આગમમાં biology (જીવવિજ્ઞાનનું) વર્ણન અતિસૂક્ષ્મ અને વિશાળ છે, તેવું વિશાળ વર્ણન હજુ આધુનિક વિજ્ઞાન પણ આટલાં સાધનો અને પ્રયોગો બાદ પણ કરી શકતું નથી. તેથી જૈનધર્મના ઉદ્દેશમાં દયા, પરોપકારની સીમા ઘણી બહોળી અને સૂક્ષ્મ છે. તીર્થકરોએ તમામ જીવો પ્રત્યે પરિપૂર્ણ ન્યાયનું વર્તન પ્રવર્તે તે માટે જ ધર્મતીર્થ १. साध्वी भार्या पितृपत्नी, माता बाल पिता स्नुषा । अभर्तृकाऽनपत्या या, साध्वी कन्या स्वसापि च ।।१२२ ।। मातुलानी भातृभार्या, पितृमातृस्वसा तथा । मातामहोऽनपत्यश्च गुरुश्वशुरमातुलाः ।।१२३ ।। बालोऽपिता च दौहित्रो, भ्राता च भगिनीसुतः । एतेऽवश्यं पालनीयाः, प्रयत्नेन स्वशक्तितः ।।१२४ ।। अविभवेऽपि विभवे, पितृमातृकुलं सुहृत् । पल्याः कुलं दासदासीभृत्यवर्गाश्च पोषयेत् ।।१२५ ।। विकलाङ्गान् प्रव्रजितान् दीनानाथांश्च पालयेत् । कुटुम्बभरणार्थेषु यत्नवान भवेच्च यः ।।१२६ ।। तस्य सर्वगुणैः किन्तु, जीवनेष मृतश्च सः । न कुटुम्बं भृतं येन, नाशिताः शत्रवोऽपि ||૨૨૭Tી પ્રાપ્ત સતતં નૈવ, તસ્ય ફ્રિ નીવર્તન વૈ ... | ૨૨૮માં
(શુક્રનીતિ, અધ્યાય-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org