________________
૨૬o
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ પણ આ લોકોની arrogancy (ઉડતા) જતી નથી. આટલાં કાળાં કામો કર્યા પછી પણ માફી માંગવા તૈયાર નથી'. આ કાળાં કામો તેમને માત્ર જરાક અફસોસપાત્ર લાગે છે.
તમારો પશ્ચાત્તાપ પણ આવો છે. ઘણું કર્યા પછી કહો કે જરાક ભૂલ થઈ ગઈ. અમારા જેવા એમ કહે કે “સાચો પશ્ચાત્તાપ થતો હોય તો માફી માંગ અને દંડ સ્વીકાર'. તો કહે કે ભૂલ સ્વીકારી તેમાં ગળે પડી ગયા'. તમે તમારા અંતઃકરણને પૂછો કે “જ્યારે ન્યાયની ગુલબાંગો ફૂંકીએ છીએ, ત્યારે મનમાં સાચો સામાજિક ન્યાય પણ હોય છે' ? તે હશે તોપણ તમે મહાન સજ્જન બની જશો; અને જો લોકોત્તર ન્યાય અંતઃકરણમાં પ્રવેશે તો તો તમે ધર્માત્મા બની જશો. ધર્મ તો તમને એવો ન્યાય બતાવશે કે “તમારા જીવનના દૃષ્ટિકોણો, વિચારો અને આચારો જ બદલાઈ જશે'. ભગવાનના બતાવેલા શ્રાવકાચાર કે સાધ્વાચાર એ લોકોત્તર ન્યાય પાળવા માટેના નીતિ-નિયમો કે કાયદા-કાનૂનરૂપ છે. ધર્મસત્તાની મહાનતા સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યેના તેના ઉદ્દેશ અને પ્રવૃત્તિને આભારી છે. સામાજિક સંસ્થાઓ કે સુરાજ્ય, સમાજકલ્યાણ કે રાષ્ટ્રકલ્યાણનાં ગમે તેટલાં કાર્ય કરતું હોય તોપણ તે ધર્મસત્તાની તોલે ન જ આવે. બધા જ ધર્મની ધર્મસત્તા લોકોત્તર ન્યાયની જ વાત કરે છે. ધર્મોનો મૂળ ઉદ્દેશ જ લોકોત્તર જાય છે, પરંતુ તેની પરાકાષ્ઠા તીર્થંકરોના અનુશાસનમાં છે.
સભા : રાજ્યવ્યવસ્થા સારી હોય તો જ ધર્મ કરી શકાય ને ?
સાહેબજી : રાજ્યવ્યવસ્થા સારી ન હોય તો ધર્મ મૂકી દેવો છે ? આ (શ્રોતા) કહે છે કે સત્તાધીશો સુધરે તો હું સુધરીશ'. અમે પણ સુરાજ્યના હિમાયતી છીએ, કુરાજ્યના સમર્થક નથી; પરંતુ સુરાજ્ય સ્થાપવાની તાકાત ન હોય ત્યાં સુધી ધર્મ કરવાનો કે મૂકી દેવાનો ? ધર્માત્માઓ કુરાજ્યમાં રહે તોપણ પોતાનો ધર્મ ન મૂકે. તમે પણ નહીં મૂકો તો જ તમારું કલ્યાણ થશે. આમને આ શ્રોતાને) આખી દુનિયા બદલવી છે, પરંતુ પોતાના સિવાય; પણ શાસ્ત્ર કહે છે કે “સુધારવામાં પહેલો તારો નંબર લગાવ. જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિ કરતાં ધર્મની સર્વોત્કૃષ્ટતા :
સભા : આ પાટ પરથી જ બોલાય છે કે પહેલાં રાષ્ટ્ર, પછી સંસ્કૃતિ, પછી ધર્મ.
સાહેબજી : અરે "વ્યાસમુનિએ પણ કહ્યું છે કે વ્યક્તિ કરતાં કુટુંબ મહાન, કુટુંબ કરતા પરિવાર, પરિવાર કરતાં જ્ઞાતિ, જ્ઞાતિ કરતાં સમાજ, સમાજ કરતાં રાષ્ટ્ર, રાષ્ટ્ર કરતાં સંસ્કૃતિ १. एकेन कुरु वै क्षेमं कुलस्य जगतस्तथा। त्यजेदेकं कुलस्यार्थे ग्रामस्यार्थे कुलं त्यजेत्।।३८ ।। ग्रामं जनपदस्यार्थे आत्मार्थे पृथिवीं त्यजेत्। स तथा विदुरेणोक्तस्तैश्च सर्वैद्विजोत्तमैः ।।३९।।
(મદામાત, સાતિપર્વ, અધ્યાય-૨૨૪, શ્નો-૨૮-૩૨) * जनपदार्थं ग्रामं त्यजेत्।।३८२।। ग्रामार्थं कुटुम्बस्त्यज्यते।।३८३ ।।
(વાવયસૂત્ર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org