________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૨૫૧ communism તો યુગલિકકાળમાં હતું. ત્યારે સૌ માનવોમાં મંદકષાય હોય છે. અત્યારે છે તેવી કષાયયુક્ત માનવસૃષ્ટિમાં તો ન્યાય માટે સત્તાનું કેન્દ્ર જોઈએ, જોઈએ અને જોઈએ જ. સત્તાનું કેન્દ્ર ન રાખો તો આ સમાજ કદી સંસ્કારી ન રહી શકે. ધર્મ નહિ, પણ સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા, માનવતા ટકાવવાં હોય તો આ રાજ્યસત્તા અનિવાર્ય જ છે. માત્ર તેના સંચાલનમાં ઉદ્દેશ અને ભાવો પવિત્ર રહે તો પુણ્ય બંધાય તેમ કહીશું.
લોકોત્તર ન્યાયની સ્થાપના માટે ધર્મતીર્થની સ્થાપના :
| ઋષભદેવે તો ગૃહસ્થજીવનની તમામ પ્રવૃત્તિ શુભ ભાવથી કરી છે. રાજ્યની ધુરા પણ માત્ર શુભ ભાવથી જ વહી છે. રાજ્ય સ્વીકાર્યું, સિંહાસન પર બેઠા, ત્યારથી દીક્ષા પર્યંતના સમગ્ર સંચાલનમાં એકાંતે શુભ ભાવ જ હતો; એટલે પુણ્ય જ બંધાય. પ્રભુ જન્મ્યા ત્યારથી રાજ્યસ્થાપના કે સંચાલનયોગ્ય જ્ઞાનથી પરિપક્વ-પૂર્ણ હતા. વળી, આ ગૃહસ્થજીવનની જવાબદારી હતી. તેથી ગૃહસ્થ એવા પ્રભુએ તેને સંપૂર્ણ યોગ્ય રીતે નિભાવી. હવે પ્રભુનો દીક્ષાગ્રહણ યોગ્ય સમય જાણીને લોકાંતિકદેવો પ્રભુને વિનંતી કરવા આવ્યા કે “હે સ્વામી ! આપે ભરતક્ષેત્રમાં જે રીતે લૌકિક ન્યાયની સ્થાપના કરી તે રીતે લોકોત્તર ન્યાયની સ્થાપનારૂપ ધર્મતીર્થનું પ્રવર્તન કરો.” પરંતુ ધર્મસત્તાની સ્થાપના માટે જે જ્ઞાન, ગુણ, શક્તિ, પુણ્યાઈ જોઈએ તે હજી પ્રભુની ખીલી ન હતી. તે ખીલવવા પ્રભુને પણ હજી સાધના જરૂરી હતી. સાધનામાં વેગ આવે, પૂરપાટ આગળ ધપાય એ હેતુથી સામ્રાજ્ય તજી ઋષભદેવે દીક્ષા લીધી. દીક્ષા લેતાં પૂર્વે પુત્રોને રાજસત્તાની યોગ્ય જવાબદારીઓ વહેંચી પ્રભુએ પોતાનું સાંસારિક કર્તવ્ય સમાપ્ત કર્યું. સર્વ સાંસારિક કર્તવ્યોથી મુક્ત થઈ કેવળ આત્મસાધના કરવી તે જ જૈનદીક્ષા છે. તેથી દીક્ષા બાદ ઋષભદેવને આત્મસાધના સિવાય કોઈ કર્તવ્ય રહ્યું નહીં. પ્રચંડ મનોબળવાળા, દઢ ઉદ્યમશીલ, અને સ્વકલ્યાણના જાણકાર પ્રભુ માટે સાધનાની ગતિ તીવ્ર હતી. ૧,000 વર્ષમાં સર્વ ઘાતિકર્મોનો ક્ષય કરી, મોહનો મૂળમાંથી ઉચ્છેદ કરી, પ્રભુ વીતરાગ-સર્વજ્ઞ થયા. ઇન્દ્રો અને દેવતાઓ જે પ્રભુની ભક્તિ જન્મથી કરે છે, તેમને અત્યંત ઉત્સુકતા છે કે ક્યારે પ્રભુ પૂર્ણજ્ઞાની બની ધર્મતીર્થ પ્રવર્તાવે' ! પ્રભુના જન્મથી તેમને આકાંક્ષા હોવા છતાં જાણે છે કે “ભાવતીર્થકર બન્યા વિના પ્રભુ ધર્મતીર્થ પ્રવર્તાવવા સક્ષમ નથી”. રાજ્યવ્યવસ્થા સ્થાપીને તો ખાલી લૌકિક ન્યાય આપવાનો હતો. તે માટે સંસારી એવા પ્રભુનું ગૃહસ્થપણાનું જ્ઞાન પર્યાપ્ત હતું, પરંતુ ધર્મસત્તાનું ૧. ... તેવા સ્ત્રોમાન્તિ: પાન્તિઝમેચ નત્રિો : In૨૦૩૬ ! મૂર્ણ વર્તરપ્નત્તિમ:, પોશસહોરેઃ | आसूत्रितापरोत्तंसा, इवैवं ते व्यजिज्ञपन् ।।१०३७ ।। [चतुर्भिः कलापकम्] शक्रचूडामणिविभाम्भोमग्नचरणाम्बुज ! । भरतक्षेत्रनिर्नष्टमोक्षमार्गप्रदीपक ! ।।१०३८ ।। लोकव्यवस्था प्रथमा, यथा नाथ ! प्रवर्तिता । प्रवर्त्तय तथा धर्मतीर्थं कृत्यं निजं स्मर ।।१०३९।। एवं देवास्ते प्रभुं विज्ञपय्य, स्वं स्वं स्थानं ब्रह्मलोके दिवीयुः । प्रव्रज्येच्छुः स्वाम्यपि स्वं निशान्तं, सद्योऽयासीन्नन्दनोद्यानमध्यात् ।।१०४०।।
(ત્રિદિશાવાપુરુષરિત્ર, પર્વ-૨, સ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org