________________
૨૫૦
ધર્મતીર્થ સ્થાપના -- ઉદ્દેશ અને વિધિ પણ લૌકિક ન્યાય જ પ્રવર્તાવનારું હતું; કારણ કે ઋષભદેવ પોતે પણ રાજ્યસંચાલન માટે લશ્કરમાં હાથી, ઘોડા વગેરેને જંગલમાંથી પકડી-પકડી મંગાવતા હતા અને તેમને નિયંત્રિત કરી સૈન્યબળ ઊભું કરતા હતા, જે કરવામાં પશુ પર અન્યાય થતો જ હતો; છતાં તે લૌકિક દૃષ્ટિએ ન્યાય હતો, લોકોત્તર દૃષ્ટિએ અન્યાય હતો. આ વાત ઊંચામાં ઊંચું રાજ્યસંચાલન કરનાર ઋષભદેવ માટે પણ સમજવાની. વૈદિક ધર્મમાં રામરાજ્ય આદર્શરાજ્ય તરીકે રજૂ કરાય છે, તેના કરતાં આપણે ઋષભદેવનું રાજ્યસંચાલન ઘણું ઊંચું માનીએ છીએ. જૈનશાસ્ત્રો પ્રમાણે આદર્શ રાજ્યસંચાલન તીર્થકરોનું હોય છે. તેમાં પણ ઋષભદેવના સમયે તો પ્રજામાં ન્યાયનીતિ-સદાચાર શ્રેષ્ઠ કક્ષાનાં હતાં; છતાં તેવા રાજ્યમાં પણ સામાજિક કાયદા-કાનૂન દ્વારા રક્ષણ તો માનવોને જ હોય છે. ન્યાય-અન્યાયનાં ધોરણ પણ માનવઅધિકારને લક્ષ્યમાં રાખીને જ કરાય છે; માત્ર પશુઓ પ્રત્યે અતિક્રૂર વર્તન કરીને પ્રજા જંગલી ન બને તેટલી કાળજી રખાય છે, બાકી પશુઓને ન્યાય કે સુરક્ષા તો તેમાં પણ પૂરી પડાતી નથી. રાજસત્તાનું ન્યાયનું ક્ષેત્ર મર્યાદિત છે, તે સમજાવી ધર્મસત્તાનું વિશાળ ક્ષેત્ર સમજાવવા માંગું છું. ધર્મસત્તાની સ્થાપનાના ઉદ્દેશો આના કરતાં અતિ પવિત્ર અને ઉન્નત છે, તે આગળ કહીશ.
આટલું ચોક્કસ કરી લેવા જેવું છે કે “લૌકિક ન્યાય રાજસત્તાથી જ પ્રવર્તાવી શકાય, તે વિના માનવસૃષ્ટિમાં ન્યાયની સ્થાપના શક્ય નથી'. સભ્યસમાજમાં રાજ્ય આવશ્યક અનિવાર્ય અંગ છે, તે કોઈ અનિષ્ટ નથી. માનવસમાજમાં યુગલિકકાળ સિવાયના કાળમાં રાજ્યવ્યવસ્થાને આપણે અનિવાર્ય માનીએ છીએ. હા, આ સ્થાપનાનો ઉદ્દેશ પવિત્ર છે, તેથી જ ભગવાને તે કાર્ય કર્યું છે. આપણે ત્યાં communist (સામ્યવાદી) વિચારસરણી નથી. કાર્લ માર્ક્સની વિચારધારા આપણને મંજૂર નથી. તે તો કહે છે કે “રાજ્ય જ બધા અનિષ્ટનું મૂળ છે, દમન અને શોષણનો દંડો છે. તેણે સામ્યવાદ સ્થાપીને આગળ જતાં બધા સરખા થઈ જાય અને વર્ગવિહીન સમાજ ઊભો થાય તેવી અવ્યવહારુ વાતો કરી છે; પણ તેને ખબર નથી કે “જ્યાં સુધી માનવસમાજ કષાયોથી ભરેલો છે ત્યાં સુધી વર્ગો રહેવાના અને તેને સભ્યતાથી નિયંત્રિત રાખવા વ્યવસ્થાતંત્ર જરૂરી જ છે'. મંદકષાય હોય તો વ્યવસ્થાતંત્રની જરૂર નહીં. મંદકષાયી આપમેળે મર્યાદામાં રહે, એકબીજાનું પડાવી ન લે, તેથી રાજ્યની જરૂર નથી. વર્ગવિહીન * गो-बलीवर्द-करभ-सैरिभाऽश्वतरादिकम् । आददे तदुपयोगविदुरो हि जगत्पतिः ।।९३३।।
(ત્રિષષ્ટિશનાળાપુરુષરત્ર, પર્વ-૨, સ-ર) १. अराजकेषु राष्ट्रेषु, धर्मो न व्यवतिष्ठते । परस्परं च खादन्ति, सर्वथा धिगराजकम् ।।३।। ... अथ चेदाभिवर्तेत, राज्यार्थी बलवत्तरः । अराजकाणि राष्ट्राणि, हतवीर्याणि वा पुनः ।।६।। प्रत्युद्गम्याभिपूज्यः स्यादेतदत्र सुमन्त्रितम् । न हि पापात् परतरमस्ति किञ्चिदराजकात् ।।७।। तस्माद् राजैव कर्तव्यः, सततं भूतिमिच्छता । न धनार्थो न दारार्थस्तेषां વેષામાનમ્ T૨૨TT
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-६७)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org