________________
૨૫૨
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ પ્રવર્તન કરાવવા જ્ઞાન-શક્તિ ખૂટતાં હતાં. તે પૂર્ણ કક્ષાએ ખીલે નહીં ત્યાં સુધી પ્રભુ પગલું ભરે નહીં. દેવતાઓ-ઇન્દ્રો પણ ત્યાં સુધી ધીરજ ધરીને રાહ જુએ છે. કેવલજ્ઞાન પામેલા પ્રભુને હર્ષ સાથે અતિશયોથી ભક્તિ કરી દેવતાઓ સમવસરણમાં બિરાજમાન કરાવે છે, જ્યાં પ્રભુ દેશના દ્વારા આ વિશ્વમાં લોકોત્તર ન્યાયનું તંત્ર - ધર્મસત્તાની સ્થાપના દ્વારા કરે છે. જગતના જીવમાત્રના બેલી થવા, નબળા-નાના તમામ જીવોનું શોષણ થતું અટકાવવા, રક્ષણ કરવા, તેને ન્યાય આપવા, તેને લાયક વાતાવરણ સર્જવા અને સમગ્ર જીવસૃષ્ટિને ઉન્નતિ તરફ લઈ જવા લોકોત્તર ન્યાયપ્રવર્તનરૂપ ધર્મતીર્થની પ્રભુએ સ્થાપના કરી. ઋષભદેવે લૌકિક ન્યાયના ઉદ્દેશથી રાજસત્તાની સ્થાપના કરી અને લોકોત્તર ન્યાયના ઉદ્દેશથી આ જગતમાં ધર્મતીર્થ સ્થાપ્યું. બંને parallel વિચારવા જેવાં છે. આ વિશ્વમાં લોકોત્તર ન્યાયનું પ્રવર્તન કરવાનું કામ રાજસત્તાનું નથી. તેથી તેના પ્રવર્તન માટે ઋષભદેવે આ ભરતક્ષેત્રમાં નવી ધર્મસત્તા સ્થાપી. લૌકિક ન્યાય અને લોકોત્તર ન્યાયમાં જમીન-આસમાનનો તફાવત છે. સામાજિક વ્યવસ્થા પ્રમાણે કોઈ વ્યક્તિ મનુષ્ય પ્રત્યે અપરાધ કરે તો ગુનેગાર કહેવાય, પણ તે કાયિક ગુનાઓ પૂરતો હોય છે. મનથી ગુનો કરે તો ઋષભદેવના રાજ્યમાં પણ તેની સજાની વ્યવસ્થા નહોતી. લૌકિક રાજ્યમાં માનસિક અપરાધની કોઈ સજા-દંડ નથી. તેવો ન્યાય પ્રવર્તાવવા કોઈ વ્યવસ્થા નથી; જ્યારે ધર્મસત્તામાં તો માનસિક, વાચિક, કાયિક, સૂક્ષ્મ, સ્થૂલ કોઈ પણ અપરાધ હોય, મોટા જીવ પ્રત્યે હોય કે નાના જીવ પ્રત્યે હોય, સમષ્ટિ પ્રત્યે હોય કે વ્યક્તિ પ્રત્યે હોય=ગમે તે પ્રકારનો અપરાધ હોય તેની સજા-દંડરૂપે ન્યાય પ્રવર્તાવે તેનું નામ લોકોત્તર ન્યાય. તે પ્રવર્તાવવાની વ્યવસ્થા ધર્મતંત્રમાં હોય છે. આગામોમાં ધર્મસત્તાને “લોકોત્તર ન્યાયનું પ્રવર્તન કરાવનાર' કહી છે. ધર્માચાર્યો લોકોત્તર ન્યાયના મોવડી ધુરંધર છે. રાજસત્તા લૌકિક ન્યાય માટે; ધર્મસત્તા લોકોત્તર ન્યાય માટે. દુનિયાનો કોઈપણ ધર્મ લોકોત્તર ન્યાયપ્રવર્તનના ઉદ્દેશથી જ છે.
१. जगन्नेता जगज्जेता, जगन्मान्यो जगद्विभः। जगज्ज्येष्ठो जगच्छेष्ठो, जगदध्येयो जगद्धितः।।२।। जगदा जगदबन्धर्जगच्छास्ता जगत्पिता। जगन्नेत्रो जगन्मैत्रो, जगद्दीपो जगद्गुरुः ।।३।।
(દેવસૂરિની વિરચિત અર્જત્રામસદસ્વમુક્ય, પ્રવાસ-૨) २. संप्रति व्यवहारिणः इति द्वितीयं द्वारमभिधित्सुराहदव्वंमि लोइया खलु, लंचिल्ला भावतो उ मज्झत्था । उत्तरदव्वअगीयागीयावालंचपक्खेहिं ।।भा०१३।। व्यवहारिणश्चतुर्धा, तद्यथा-नामव्यवहारिणः, स्थापनाव्यवहारिणः, द्रव्यव्यवहारिणो, भावव्यवहारिणश्च, तत्र नामस्थापने सुज्ञाते, द्रव्यव्यवहारिणो द्विधा-आगमतो नोआगमतश्च, तत्रागमतो व्यवहारिशब्दार्थज्ञास्ते चानुपयुक्ता, नोआगमतस्त्रिविधाज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात्, तत्र ज्ञशरीरभव्यशरीरद्रव्यव्यवहारिणः प्रतीताः, तद्व्यतिरिक्ता द्विविधा-लौकिका लोकोत्तरिकाश्च, भावव्यवहारिणोऽपि द्विधा-आगमतो नोआगमतश्च, आगमतो व्यवहारिशब्दार्थज्ञास्तत्रैवोपयुक्ताः नोआगमतो द्विधा-लौकिका लोकोत्तरिकाश्च, तत्र पूर्वार्द्धन नोआगमतो द्रव्यभावलौकिकव्यवहारिणः प्रतिपादयति, द्रव्ये विचार्यमाणे नोआगमतो ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्ता लौकिका व्यवहारिणः खलु लंचिल्ला इति, लंचाउत्कोच इत्यनांतरं, तद्वन्तः, किमुक्तं भवति ? परलंचामुपजीव्य ये सापेक्षाः संतो व्यवहारपरिच्छेदकारिणस्ते द्रव्यतो लौकिका व्यवहारिणः, भावतो उ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org