________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૨૪૫ તમામ પરિવાર હોય છે; જે દ્વારા ઇન્દ્ર દેવલોકના કરોડો દેવતાઓ ઉપર ન્યાયનો અંકુશ રાખે છે. અન્યાય ન થાય, સહુ સુરક્ષિત અધિકાર સાથે રહે તેવું સંચાલન ઇન્દ્રો કરે છે.
મનુષ્યલોકમાં પણ ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્રમાં કાળ પરાવર્તિત થાય છે. તેથી જ્યારે યુગલિકકાળ પૂરો થાય, ત્યારે મનુષ્યોમાં કષાયોની અભિવૃદ્ધિ થાય, તેથી પરસ્પર ઝઘડા કરે, અસંતોષ વધે, મળેલું ઓછું લાગે, બીજાનું પડાવી લેવાનું મન થાય, બીજાને હેરાન કરવાની વૃત્તિ જાગે. ક્યારેક ક્યારેક આવેશથી ઝૂંટવીને ભોગવે. આવા અવસરે માનવસમૂહમાં પશુસૃષ્ટિ જેવા હીન વ્યવહારો ન આવે, પ્રજા અસભ્ય, જંગલી ન બને, તે માટે રાજ્યવ્યવસ્થાની જરૂર પડે છે.
આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં ઋષભદેવ પ્રભુ જન્મ્યા, બાલ્યાવસ્થા પૂરી કરી યુવાવસ્થામાં આવ્યા તે વખતે યુગલિકોના પરસ્પર ઝઘડા વધતા હતા. થોડાક-થોડાક ઝઘડા તો પ્રથમ કુલકર વિમલવાહનથી નાભિકુલકર સુધીના કાળમાં નાની-નાની નીતિઓ સ્થાપી નિવારાતા ગયા. કુલકરોના સમયે હકારનીતિ, પ્રકારનીતિ, ધિક્કારનીતિ અપરાધ નિવારવા સ્થાપિત કરેલ હતી. તેના પ્રવર્તનથી તે કાળના નાના-નાના કલહોનું નિવારણ થઈ જતું. પરંતુ હવે ઝઘડાનું સ્વરૂપ વધ્યું. પરસ્પરના અન્યાયના પ્રસંગો મોટા બનતા ગયા. રોજ લોકમાં કોઈનું ઉપાડી જવાના, કોઈ સાથે દુર્વ્યવહાર કર્યાના દાખલા બનવા લાગ્યા. યુગલિકો આવા પ્રસંગે નાભિકુલકર પાસે આવતા. તે અપરાધ પ્રમાણે દંડનીતિ પ્રવર્તાવતા, પરંતુ ઝઘડા વધવાથી લોકો ઋષભદેવ પાસે પણ ફરિયાદ લઈ આવ્યા. ત્રણ જ્ઞાનના ધણી ઋષભદેવે સમયાનુસાર વાત કરી કે “મનુષ્યસમૂહમાં ઝઘડા થાય તો તેને નિવારવા ન્યાયવ્યવસ્થા જોઈએ, તે માટે ન્યાયપ્રવર્તક સત્તાધીશ રાજા જોઈએ. રાજા હોય તો લોકમાં અન્યાયનું ઉમૂલન કરે અને ન્યાયની સ્થાપના કરે”. ત્યારે ભોળા યુગલિકો ઋષભદેવને સન્માનથી કહે છે કે “તમે અમારા રાજા.” ઋષભદેવ १. पढमबीयाण पढमा, तइयचउत्थाण अभिनवा बीया। पंचमछट्ठस्स य सत्तमस्स, तइया अभिनवा उ TI૧૬૮|| गमनिका-प्रथमद्वितीययोः-कुलकरयोः प्रथमा दण्डनीतिः-हक्काराख्या, तृतीयचतुर्थयोरभिनवा द्वितीया, एतदुक्तं भवतिस्वल्पापराधिनः प्रथमया दण्डः क्रियते, महदपराधिनो द्वितीययेत्यतोऽभिनवा सेति, सा च मकाराख्या, तथा पञ्चमषष्ठयोः, सप्तमस्य तृतीयैव अभिनवा धिक्काराख्या, एताश्च तिस्रो लघुमध्यमोत्कृष्टापराधगोचराः खल्ववसेया इति गाथार्थः । ।१६८ ।।
(ાવશ્ય નિવૃત્તિ પર્વ માણ મા - ૨, નિવૃત્તિ શ્લોક-૬૮, મૂત્ર-ટી) * अत्रान्तरे हक्कार-मक्कार-धिक्काररूपाणां दण्डनीतीनां ते लोकाः प्रचुरतरकषायसम्भवादतिक्रमणं कृतवन्तः, तदनन्तरं च ते लोका अभ्यधिक-ज्ञानादिगुणसमन्वितं भगवन्तं विज्ञाय ऋषभस्वामिने निवेदनं कृतवन्तः। एवं निवेदिते सति मिथुनकैर्भगवानाह-"नीत्यतिक्रमकारिणां राजा सर्वनरेश्वरः करोति दण्डम्, स चाऽमात्याऽऽरक्षकादिबलयुक्तः कृताभिषेकोऽनतिक्रमणीयाऽऽज्ञश्च भवति।" एवं कथिते सति भगवता ते मिथुनका ब्रुवते- "अस्माकमपि स राजा भवतु।" भगवानाह-"यद्येवं याचध्वं कुलकरं राजानम्।" स च कुलकरस्तैर्याचितः सन्नुक्तवान्-"ऋषभो भवतां राजा भवतु।" ततश्च ते मिथुनका राज्याभिषेकनिर्वर्त्तनार्थमुदकानयनाय पद्मिनीसरो गतवन्तः।।
(3પલેશમાતા -રૂ દેવોપાયા ટીકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org