________________
ઉપકરણદ્રવ્યતીર્થ
૨૩૫ આગળ-આગળ વારસારૂપે સંક્રાંત થાય, સતત અવિચ્છિન્ન, સંવર્ધિત, સુરક્ષિત રહે, તેની આકર્ષકતા, ઝાકઝમાળ, જાહોજલાલી ટકી રહે તે રીતે તેની જાળવણી કરવી, તે વર્તમાન સંઘનું પરમ કર્તવ્ય છે. તે કરવા અઢળક નાણાંની જરૂર પડે. સેંકડો પવિત્ર તીર્થો, હજારો જિનમંદિરો, વિશાળ વિવિધ જ્ઞાનભંડારો, ગુરુમંદિરો આદિને પ્રભાવશાળી અને પવિત્ર ઉપાસનાથી ધમધમતાં રાખવા સંધે વ્યવસ્થાતંત્ર જાળવવું પડે. તે માટે સંઘ પાસે સતત નાણાંનો પ્રવાહ દાનરૂપે વહેતો રહે તેવી (૧) જિનપ્રતિમા, (૨) જિનમંદિર, (૩) જિનાગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૯) શ્રાવક, (૭) શ્રાવિકારૂપ સાતક્ષેત્ર અને આઠમા અનુકંપાક્ષેત્રની વ્યવસ્થા છે. ધનસંપત્તિ એ પરિગ્રહ છે. સર્વ પાપોનું મૂળ પરિગ્રહ કહ્યો છે. તેથી તે મહાપાપ છે. વ્યવહારમાં પણ પૈસાથી તમામ પાપો કરી-કરાવી શકાય છે. પૈસો એ પાપ કરીને જ પેદા થાય છે અને સર્વ પાપોનું સાધન બની શકે છે. તેથી જ શાસ્ત્રમાં તેની ભારે નિંદા છે, છતાં તે જ પૈસો જો શુદ્ધબુદ્ધિએ ધર્મના ક્ષેત્રમાં અર્પણ કરાય તો તે પવિત્ર ધર્મદ્રવ્ય બને છે. આલંબનરૂપ અને ઉપકરણરૂપ દ્રવ્યતીર્થને અવિચ્છિન્ન ટકાવનારું આ ધર્મદ્રવ્ય જ છે. તેથી તેને પણ શાસ્ત્રમાં દર્શનીય, પૂજનીય કહ્યું છે. ભાવતીર્થ દ્રવ્યતીર્થ વિના નહીં ટકે, દ્રવ્યતીર્થ ધર્મદ્રવ્ય વિના નહીં ટકે. તેથી સાતક્ષેત્રની સંપત્તિને શાસનનો પ્રાણ કે પાયો કહ્યો છે. આ ધર્મદ્રવ્ય જ વારસારૂપ દ્રવ્યતીર્થની આધારશિલા છે. તેનાથી જિનશાસન જગતમાં ફેલાશે, વિસ્તરશે અને અનેકને તારશે. દેવદ્રવ્યનો મહિમા ગાતાં કહ્યું કે તેનાથી જિનમંદિરો નિર્માણ પામશે, તેથી મહાત્માઓ, સંઘ આદિનું આગમન થશે, જિનવાણીનો ઉપદેશરૂપે લાભ થશે, ઉપદેશથી લાયક જીવો હૃદયપરિવર્તન, જીવનપરિવર્તન પામશે; જેથી લોકમાં ધર્મની પરંપરા, ધર્મનો જીવંત પ્રવાહ વહેતો રહેશે. આવા ધર્મદ્રવ્યની નિંદા કે દ્વેષ પણ મહાપાપકારી છે.
भज्जा, न सरीरं न बंधवा। पेच्छए तत्थ ठाणंमि, जत्थ अत्थं तु पेच्छइ।।१४०।। अलुद्धो जो उ दव्वंमि, जिणदव्वं नेइवित्थरं। एएण सो महासत्तो, वुच्चए जिणसासणे।।१४१।। जिणपवयणवुढिकरं पभावगं नाणदंसणगुणाणं। भक्खंतो जिणदव्वं अणंतसंसारिओ होइ।।१४२।। जिणपवयणवुड्किरं पभावगं नाणदंसणगुणाणं। रक्खंतो जिणदव्वं परित्तसंसारिओ होइ।।१४३।। जिणपवयणवुड्टिकरं पभावगं नाणदंसणगुणाणं। वढ्तो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो।।१४४ ।। एवं नाऊण जे दव्वं, वुद्धिं निंति सुसावया। जरामरणरोगाणं, अंतं काहिंति ते पुणो।।१४५।।
| (દેવેન્દ્રસૂરિ વિરચિત શ્રીનિવૃત્વ સ્નો-૨૬ થી ૨૪૧, મૂત) જ જ્ઞાન દેવ ગુરુ સાધારણનું, દ્રવ્ય રખોપું કરજે, પાખંડી અન્યાય તણું દ્રવ્ય, સંગતિ દૂર કરજે રે. માહરાજી ૯. '
(જ્ઞાનવિમલસૂરિ કૃત આત્મશિક્ષાની સક્ઝાય) * નવ તત્ત્વ જાણે નિર્મલા, વાવે વિત્ત સુપાત્રે ભલા; કરણી ધર્મતણી જે કરે, શ્રાવક નામ ખરું તે ધરે. ૧૨
(જ્ઞાનવિમલસૂરિ કૃત શ્રાવકના એકવીસ ગુણોની સઝાય) * જ્ઞાનદેવ સાધારણ ગુરુ કલ્પિત જે દ્રવ્ય, તે અભક્ષ્ય ભખાવ્યા કીધી કરણી અભવ્ય; વળી અવિધિ આશાતના કીધી ને કરાવી, વળી અશુદ્ધ પ્રવૃત્તિ શકતે તે ન ચરાવી. ૪
(જ્ઞાનવિમલસૂરિ કૃત પર્યુષણના વ્યાખ્યાનની સજઝાય ઢાળ-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org