________________
ઉપકરણદ્રવ્યતીર્થ
૨૩૭
કરી શકાય છે. તેમાં ક્યાંય પાપપોષક પ્રવૃત્તિઓ આવતી નથી. વળી, લોકોના જીવન પવિત્ર કરે, હૃદય નિર્મળ કરે તેવા ધર્મનાં સત્કાર્યોની un-ending પરંપરા ચાલે તેવી પ્રવૃત્તિઓમાં જ આ દાન કરવાનું છે. જેમ પાંચ રૂપિયા જ્ઞાનની ભક્તિમાં અર્પણ કર્યા, તો તેમાંથી સમ્યજ્ઞાનના વચનોનું રક્ષણ, સંવર્ધન થશે, જે દ્વારા બોધ પામીને સાધુઓ પણ લોકોને કલ્યાણનો માર્ગ દર્શાવશે, જેના દ્વારા સુકૃતોની પરંપરા-હારમાળા વહેતી જ રહેશે. આ સાતક્ષેત્રમાં ક્યાંય એવું દાન નથી કે જેનો અંત પાપપ્રવૃત્તિની પરંપરામાં હોય. તેથી જ જગતનાં આ પવિત્રમાં પવિત્ર દાનનાં ક્ષેત્રો છે. અરે ! આઠમું અનુકંપાક્ષેત્ર પણ મુખ્યત્વે શાસનપ્રભાવના-ધર્મપ્રભાવનાના ઉદ્દેશથી છે. તેથી તેમાં પણ સુકૃતોની પરંપરા સંભવિત છે. જિનાજ્ઞા અનુસારે કરાતું અનુકંપાદાન પણ અવશ્ય ધર્મપોષક જ છે.
સભા : સાતક્ષેત્રમાં વધારે પ્રાધાન્ય કોને અપાય ?
સાહેબજી : ચડિયાતાપણું અને પવિત્રતાની દૃષ્ટિએ જ ક્રમ ગોઠવેલો છે. તેથી ઉપરના ક્ષેત્રનું દ્રવ્ય નીચે નથી વાપરી શકાતું, પરંતુ નીચેના ક્ષેત્રનું દ્રવ્ય ઉપર વાપરી શકાય છે; છતાં સાતે ક્ષેત્રમાં ધનવ્યય જિનાજ્ઞા મુજબ હોય તો પુણ્યાનુબંધી પુણ્યનું જ કારણ છે. વળી, જે અવસરે જે ક્ષેત્રમાં વધારે જરૂર હોય ત્યાં પ્રથમ દાન આપવું, એવી પણ આજ્ઞા છે. બાકી આ સાત-સાત ક્ષેત્રો પવિત્ર જ છે. ઊંચા સુકૃતની હારમાળાનાં પોષક આવાં ક્ષેત્રો જ જગતમાં અતિદુર્લભ છે. મહિમા સમજાય તેને રસ પડે. આ તમામ ક્ષેત્રોમાં દાન દ્વારા સહયોગ આપનાર પણ શાસનની અવિચ્છિન્ન આરાધના, પ્રભાવના, રક્ષામાં હિસ્સો નોંધાવનાર છે. શ્રેષ્ઠ ભાવથી આ ક્ષેત્રોમાં દાન કરનારને ઉત્કૃષ્ટથી તીર્થકર નામકર્મ આદિનો બંધ, અને કાયમ માટે દુર્ગતિનો અંત આદિ મહાફળો કહ્યાં છે. આ તમને દાન કરાવવા, પોરસ ચડાવવા માટે નથી. ત્યાગી મહાત્માઓને સ્વયં પૈસાની કોઈ જરૂર નથી. અમને પૈસાની અપેક્ષા આવે તો અમારું સાધુપણું જાય. અમારે અમારા મહાવ્રતમય ધર્મને આરાધવાનો છે, પરંતુ ગૃહસ્થને તરવા માટે ઉત્તમ ક્ષેત્રોમાં દાન પણ અતિ આવશ્યક છે. તે જ તેમને તરવાનું પ્રધાન સાધન બને છે. - ધનદાનથી થતાં સત્કાર્યોમાં સાધુની માત્ર ઉપદેશરૂપ મર્યાદા છે. ભગવાને અમને તેની આજ્ઞા કે પ્રેરણા કરવાની પણ ઉત્સર્ગથી ના પાડેલ છે, પરંતુ આ જ ધર્મદ્રવ્ય અને તેનાથી ઊભાં થયેલાં આલંબનો સંકટમાં હોય તો તેની રક્ષા કરવા સાધુએ પણ જે કરવું પડે તે
१. अपवादतस्तु स्वयंकरणं कारणं चानुमतमेव। यतः कल्प उक्तम्- "सीलेह मंखफलए इयरे चोयंति तंतुमाईसु। अह(हि) जोइंति सवित्तिसु अणिच्छफेडिंति दीसंता।।१।।" [बृहत्कल्प-१८१०] 'मंखफलए त्ति' मंखफलकानीव मंखफलकानि निर्वाहहेतुचैत्यानि। तथा- "अन्नाभावे जयणाए मग्गनासो भवेज्ज मा तेण। पुव्वकयाय यणाइ ईसिं गुणसंभवे इहरा ।।१।। चेइयकुलगणसंघे आयरियाणं च पवयण सुए य। सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमंतेणं ति।।२।।"
(પંવાર પ્રવર, પંપાશવ-૬, શ્નો-૪૫, ટીકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org