________________
ઉપકરણદ્રવ્યતીર્થ
૨૩૮
કરવાની જિનાજ્ઞા છે. આ સાત ક્ષેત્ર અને આઠમા અનુકંપારૂપ ધર્મદ્રવ્યની રક્ષામાં પણ શાસનની રક્ષા કહેલ છે. હા, કારણ વિના સાધુ ધર્મદ્રવ્યના વહીવટમાં માથું ન મારે, તે કાર્ય શાસનના સમર્પિત શ્રાવકોનું છે. અરે ! આ સાત ક્ષેત્રનો વહીવટ પણ જિનાજ્ઞા મુજબ કરનાર શ્રાવકને તીર્થંકરપદ સુધીનાં મહાફળ કહ્યાં છે. તે પરથી સમજી શકાય કે જો સુયોગ્ય વહીવટનો પણ આટલો મહિમા હોય, તો તે ધર્મદ્રવ્યની રક્ષા અને અવિચ્છિત્તિનાં કેટલાં ઊંચાં ફળો હોઈ શકે ! ધર્મદ્રવ્યને દ્રવ્યતીર્થના અવિભક્ત અંગ તરીકે જ સમજવા જેવું છે. સાતક્ષેત્રનું ધ્યેય પણ ભાવતીર્થ અને દ્રવ્યતીર્થની તમામ આવશ્યકતાઓ પૂરી કરી તેને સતત અવિચ્છિન્ન વહેતું, સુબદ્ધ, સુરક્ષિત, તેજસ્વી રાખવાનું છે. તેથી તેની પુષ્ટિમાં આખા ધર્મતીર્થની પુષ્ટિ જ છે. “નમો તિર્થંસ” બોલો ત્યારે આ પાંચ ભાવતીર્થ, બે દ્રવ્યતીર્થ અને તેના પ્રાણસ્વરૂપ સાતક્ષેત્ર મનમાં ઉપસ્થિત થવાં જોઈએ. “આવું સર્વાંગી શાસન, તેને હું નમસ્કાર કરું છું.” તેવા ભાવ સાથે નમસ્કાર કરજો, તો કલ્યાણ થશે.
Jain Education International
*****
+96898←
****
For Personal & Private Use Only
*****
www.jainelibrary.org