________________
૨૨૮
ઉપકરણદ્રવ્યતીર્થ પૂર્ણ બને છે. તે અવસ્થામાં રહેલામાં પૂર્ણ સમાનતા છે, ઊંચ-નીચનો ગુણોની દૃષ્ટિએ કોઈ તફાવત નથી. સિદ્ધો સહુ પૂર્ણ જ છે. તેથી તીર્થંકરની કે ગણધરની પૂર્ણ અવસ્થાની પ્રતિમામાં કોઈ અસમાનતા નથી.
સભા : આંગી રચતી વખતે રાજ્યાવસ્થા આવે ને ?
સાહેબજી : તે તો પૂર્ણ પરમેશ્વરની સિદ્ધ અવસ્થાની પ્રતિમા ઉપર કરાતી બીજી અવસ્થાની ભાવના છે. એ તો સ્નાત્ર અવસરે ચ્યવન, જન્મ કે અભિષેક અવસ્થાની ભાવના પણ કરાય જ છે. અરે ! પાંચે કલ્યાણકની ભાવના મૂર્તિ પર અંજનશલાકા વખતે કરીએ જ છીએ. પરિકરની રચના પણ ભાવતીર્થકરની ભાવનારૂપ છે.
આ દુનિયામાં આવા ગુણોને અભિવ્યક્ત કરતાં વિશુદ્ધ આલંબનો દીવો લઈને શોધવા જાઓ તોપણ નહીં મળે. આ દ્રવ્યતીર્થને પણ મામૂલી સમજતા નહીં. સરખાવશો તો ખ્યાલ આવશે કે આવું માળખું બીજે ક્યાંય નથી. સૂંઢવાળા, તીરકામઠાવાળા, બાજુમાં સ્ત્રી વગેરે કામનાં ચિહ્નો હોય તેવી મુદ્રાવાળાની પણ પરમેશ્વર તરીકે પૂજા તે તે ધર્મોમાં પ્રચલિત છે. મુદ્રા, આકાર કે ભાવોનાં કોઈ ઠેકાણાં કે ધારા-ધોરણ નથી. અહીં પૂજ્ય, પૂજનીય આલંબનો, પૂજાનાં ઉપકરણો અને પૂજનીય પ્રત્યેનાં વિધિ-વિધાનો, તમામનાં ચોક્કસ ધારાધોરણ છે. આખું માળખું જ પવિત્ર ગુણોના વિકાસના લક્ષ્યથી ગોઠવ્યું છે. તેથી જૈનધર્મમાં ઘાલમેલ શક્ય નથી. ભાવતીર્થ અને દ્રવ્યતીર્થના વિભાગોની નક્કર પાયા પર રચના છે. કોઈને નવું ઉપકરણ ૧. જિન પૂજંતા ચિત્ત ધરો, એહ અવસ્થા તીન; છબસ્થા ને કેવલી, સિદ્ધસ્વરૂપ અદીન. ૩૯. છમસ્થાના ત્રણ પ્રકાર, જન્મ રાજ્ય શ્રમણ્ય ઉદાર; ભાવિકે તિમ સાર, ઇંદ્ર ઉછંગે લિએ જિમ સુરગિરિ; કલશ ધરી રહે જિણ પરે સુરવર, શિર ઉપરે નીર ઠવંત. ૪૦ જિણ વેલાએ કીજે પખાળ, નિર્મળ નીરે કલશે વિશાળ; જન્માવસ્થા સાર, ચંદન કેશરને ઘનસાર, પુષ્પ ચઢાવે જેણી વાર, રાજ્યવસ્થા સાર. ૪૧. કેશરહિત શિર મુખ પેખીજે, શ્રમણ્યાવસ્થા જાણીજે; સાધુપણું ભાવીજે, જિનમુખ નિરખી રીઝે. બીજી અવસ્થા કેવલીકેરી, ચઉવિધ સુર રહે જિનને ઘેરી; વાજે ભુગલ ભેરી. ૪૨. પ્રાતિહારજ આઠ બિરાજે, કોડીગમે તિહાં વાજાં વાજે; વયરાદિક સવિ ભાજે. રૂપ્ય હેમ મણિ ત્રણ ગઢ સોહે, ત્રણ ભુવનનાં મનડાં મોહે; પરખદા દશદોઇ બોહે. ૪૩. ચઉમુખ ચઉવિધ ધર્મ પ્રકાશે, બાર છત્ર રહે અધર આકાશે, ચોવીસ ચામર ખાસ. ઉભય પાસે કંકેલિ ઉદાર, કુસુમવૃષ્ટિ સુરમાલા ધાર; ધર્મધ્વજ તિહાં ચાર. ૪૪. સહસજોયણનો તસ વિસ્તાર, પાદપીઠ સિંહાસન સાર; અતિશય ત્રીશ ને ચાર. સુર અમરી વાળે તિહાં અંગ, અમરકુમર કરે નાટક ચંગ; ભાવ અધિક મનરંગ. ૪૫. સત્તર ભેદ જબ પૂજા કીજે, કેવલી અવસ્થા ઇમ ભાવીજે; સમકિતનું ફળ લીજે. સિદ્ધ અવસ્થા કહીએ એહ, પર્યકાસન બેઠા જેહ; કાઉસ્સગ્ગ રહ્યા તેહ. ૪૬
(જ્ઞાનવિમલસૂરિજી કૃત જિનપૂજાવિધિનું સ્તવન, ઢાળ-૩) * भावेज्ज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्तं। छउमत्थ-केवलित्तं, मुत्तत्तं चेव तस्सत्थो।।२१७ ।।
(જ્ઞાતિસૂરિના વિરચિત રેત્યવંદનમીમાળ) * भाविज्ज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्तं। छउमत्थकेवलित्तं, सिद्धत्तं चेव तस्सत्थो।।११।।
(વેવેન્દ્રસૂરિની વિરવત ત્યવંદ્રનાથ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org