________________
૨૨૩
ઉપકરણદ્રવ્યતીર્થ
ઉપકરણ તરીકે રાખતા, સફેદ જ રાખે તેવો નિયમ નહીં, જ્યારે વીરપ્રભુના સાધુ ઉપકરણ તરીકે સફેદ વસ્ત્ર જ રાખે; છતાં ઉપકરણ તરીકેના વસ્ત્રના મૂળભૂત concept બદલાય નહીં. લોકમાં મર્યાદાપાલન, ધર્મદેહનું રક્ષણ, જયણામાં સહાય આદિ ઉદ્દેશથી જ ૨૨ તીર્થકરના સાધુઓ પણ વસ્ત્ર રાખતા, અને વીરપ્રભુના સાધુઓ પણ તે જ ઉદ્દેશથી વસ્ત્ર રાખે. તેથી ઉપકરણનો મૂળભૂત ખ્યાલ બદલાતો નથી; થોડાં આકાર, રંગ, સંખ્યા આદિ બદલાઈ શકે. જેમ મહાવ્રતો ચાર અને પાંચ, તે પણ સંખ્યામાં આંકડાનો ફેર છે, મર્મમાં તફાવત નથી.
સભા ઃ અત્યારે સફેદ વસ્ત્રો સિવાય કોઈ ઉપયોગ નથી કરતા ?
સાહેબજી : વીરશાસનમાં ઉત્સર્ગથી સાધુએ સફેદ વસ્ત્ર વાપરવાનાં છે. કારણવશાત્ અમારા વડીલોએ પણ પીળાં વસ્ત્ર પહેરેલાં. અવસરે અવસરે સ્થાનકવાસી, દિગંબરોથી જુદા પડવા પણ ઉપકરણોમાં અમુક ફેરફારો કરવા પડેલા છે; છતાં તેમાં ઉપકરણની ઉપકરણતા બદલાતી નથી. જે જ્ઞાન-દર્શન-ચારિત્રનું ચોક્કસ સાધન બને તેને જ ઉપકરણ તરીકે અપનાવવાનું છે. આ શાસનનો આદિથી અંત સુધીનો આખો વ્યવહાર-માળખું-વ્યવસ્થા-સાધનસામગ્રી-ઉપદેશ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ક્યાંય ગુણ સિવાય બીજી વાત નથી. નિર્ભેળ સત્ય, નિર્ભેળ ધર્મ ટક્યો હોય તો તે તીર્થકરોના શાસનમાં જ ટક્યો છે, તેવું અત્યારે પણ દાવા સાથે કહી શકાય.
ચેતન વસ્તુમાં ગુણ ન હોય તો તે પૂજ્ય નથી, જડ વસ્તુ ગુણનું સાધન ન હોય તો તે પૂજ્ય નથી. આપણે ગમે તેને પૂજનીય માનવા તૈયાર નથી, અને ગમે તેને પવિત્ર આલંબન માનવા પણ તૈયાર નથી. તેથી જ દ્રવ્યતીર્થ સ્વરૂપ આલંબનોમાં પણ એવી ચોકસાઈ રાખી છે કે જડ આલંબનો પણ પૂજનીય કક્ષા પ્રમાણે ગુણોની અભિવ્યક્તિ કરે. જેમ કે પૂર્ણ પરમેશ્વરની પ્રતિમા આકારમાં પણ પૂર્ણતા અભિવ્યક્ત કરે માટે સિદ્ધ અવસ્થા જ રજૂ કરાય છે. તે પહેલાંની તમામ સાધક અવસ્થાઓ ગમે તેટલી ગુણમય હોય, તોપણ તેવી મૂર્તિની પૂર્ણ પરમેશ્વર તરીકે પ્રાણપ્રતિષ્ઠા કરાતી નથી. આમ તો તીર્થકરો અંતિમ ભવમાં જન્મે ત્યારથી કેવલજ્ઞાન પામી સમવસરણમાં ભાવતીર્થકર તરીકે બિરાજમાન થાય ત્યાં સુધીની તમામ અવસ્થાઓ પવિત્ર, પૂજનીય છે; છતાં પણ તેમાંની એકે અવસ્થા મૂર્તિમાં કંડારી નથી, કારણ કે તે તમામ અવસ્થાઓ ઉત્તમ સાધક અવસ્થાને સૂચવનારી છે, સિદ્ધ અવસ્થાને નહિ. જિનશાસનનો શુદ્ધતાનો એટલો આગ્રહ છે કે ગુણની દૃષ્ટિએ જરા પણ કચાશ આવે તેવું આલંબન નહીં સ્વીકારે. ભગવાને સાડા બાર વર્ષ સુધી ઉગ્ર સાધના કરી તેની કે સમવસરણસ્થિત પ્રવચનમુદ્રાવાળી મૂર્તિ એક પણ નથી, કેમ કે તે અવસ્થાઓ પણ અપૂર્ણ છે. અરે ! મૂર્તિમાં ચક્ષુ બિડાયેલાં હોય તેવી ધ્યાનસ્થ મુદ્રાને પણ અપૂર્ણ કહી છે. તેથી દિગંબરપ્રતિમા કે બુદ્ધપ્રતિમા પણ અપૂર્ણ અવસ્થાને અભિવ્યક્ત કરે છે. સિદ્ધને કદી ધ્યાન ન હોય. ધ્યાન એ ધ્યેય બાકી છે તેની નિશાની છે. અપૂર્ણ જ્ઞાન કે અપૂર્ણ સિદ્ધિ વિના પરમેશ્વરને પણ ધ્યાન ન સંભવે, અને જે અપૂર્ણ છે તેને પરમેશ્વર તરીકે પૂજવા જૈનશાસન તૈયાર નથી. વિચાર કરો કે જડ આલંબનમાં પણ ગુણની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org