________________
ઉપકરણદ્રવ્યતીર્થ
૨૨૫ ગુણોને અથવા ગુણમય વ્યક્તિત્વને જ જીવંત ભાવતીર્થમાં લીધું. અહીં ગુણરહિત વ્યક્તિની પૂજા-ઉપાસના જ નથી. અન્યધર્મમાં ગાય, નાગ, વડ, પીપળા, પાણી, અગ્નિ આદિની પૂજા દર્શાવે છે. ત્યાં આરાધ્યતત્ત્વનાં કોઈ ચોક્કસ ધોરણ નથી. પૂજ્ય કોને મનાય ? પૂજ્યતાના માપદંડરૂપે શું જરૂરી છે ? તેની કોઈ સ્પષ્ટતા નથી. ગાય જીવંત છે, જડ નથી; પરંતુ જીવતી ગાય કે જીવતો નાગ પામર પશુ છે, ભૂખ-તરસ આદિ દુઃખથી ત્રસ્ત છે, ભય-અસલામતીના ઓથાર નીચે જીવે છે. મનુષ્યથી પણ તુચ્છ, દુઃખી, દોષમય જીવન જીવે છે; તોપણ પૂજાને પાત્ર બને તે તર્કસંગત નથી. દુનિયાના અનેક ધર્મોમાં પૂજાપાત્રનાં ઢંગ-ધડા વગરનાં ધોરણો દેખાશે; તેમાં એક જ કારણ છે કે આ જગતનું સાચું પવિત્ર તત્ત્વ શું, તેનો ચોક્કસ નિર્ણય કર્યા વિના આરાધ્યતત્ત્વ રજૂ કરાયું છે. આ અંગે જૈનધર્મની ચોકસાઈ દાદ માંગે તેવી છે. જેનશાસન પહેલાં પવિત્ર ગુણો અને એ ગુણોની વ્યક્તિમાં હાજરીરૂપે ખાતરી કરીને જ આરાધ્યતત્ત્વ દર્શાવે છે. તેથી આ શાસનનું આરાધ્યતત્ત્વ નિર્ભેળ છે. વળી જીવંતમાં ગુણનો આગ્રહ રાખે, અને જડમાં ગુણની સાધનતાનો આગ્રહ રાખે, તેથી અહીં આલંબનો કે ઉપકરણોરૂપ દ્રવ્યતીર્થ પણ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રરૂપ ભાવતીર્થની આધારશિલાએ રચાયું છે.
આપણને જે ધર્મતીર્થ મળ્યું છે તેનું આ મુખ્ય માળખું સમજાવું જોઈએ. પ્રભુએ ઉપદેશ દ્વારા પ્રધાનતાથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ પ્રકાશ્યો, પ્રગટાવ્યો, વહાવ્યો; જે ભાવતીર્થ છે; અને તેને અનુરૂપ જ આચાર, આલંબન, ઉપકરણો આપ્યાં. આ જ મોક્ષનો રાજમાર્ગ છે. પાત્ર જીવોને મોક્ષે પહોંચાડવા, મોક્ષમાર્ગની ક્રમિક સાધના કરાવવા, સહાયરૂપે પ્રારંભમાં આલંબનઉપકરણો પણ જોઈએ જ. તે સર્વ ભરપૂર પ્રમાણમાં આ શાસનમાં જન્મે તેને સહજતાથી મળી જાય. તીર્થકરોએ ધર્મતીર્થ સ્થાપીને લાયક જીવોને મોક્ષમાર્ગની ઉપાદાનકારણરૂપે અને નિમિત્તકારણરૂપે ભરપૂર સામગ્રી આપી. વળી, વ્યવસ્થા એવી કરી કે પેઢી-દર પેઢી સંક્રાંત થાય, જેના પ્રભાવે તેમના સ્થાપેલા તીર્થથી અસંખ્ય અને પરંપરાએ અનંત જીવો તરે. આ જગતમાં કલ્યાણનો માર્ગ સદા વહેતો રહે, અવિચ્છિન્નપણે ચાલુ રહે, આ તીર્થકરોનો પરમ ઉપકાર છે. વળી, માળખામાં અણીશુદ્ધતા પણ એટલી છે કે કોઈ ભેળસેળ કાળાંતરે પણ શક્ય નથી. તમે એક
મે એક આલંબન, એક આચાર કે એક ઉપકરણ એવું નહિ બતાવી શકો કે જેમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન કે સમ્યક્યારિત્રના પોષક ગુણ સમાયેલા ન હોય. જે આરાધ્યતત્ત્વને પામવામાં નિમિત્તકારણ, સહાયક સાધન ન બને તેને આલંબન-અધિકરણમાં લીધેલ જ નથી. આ સમજાય તો મળેલાની કદર થાય. અત્યારે તમને appreciation (કદર) નથી. મુહપત્તિ જોતાં થાય કે આવું જયણાનું સાધન બીજે નહીં મળે ? ચરવળો જોતાં ઉપકરણ શોધનારના જ્ઞાન પ્રત્યે બહુમાન થાય ? દરેકની વિશેષતા અલૌકિક છે.
સભા : આ બધાં ઉપકરણો શાશ્વત હોય કે આકાર વગેરે બદલાય ? સાહેબજી : દેશકાળ પ્રમાણે થોડું બદલાય. ૨૨ તીર્થકરોના સાધુ પચરંગી વસ્ત્ર પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org