________________
ઉપકરણદ્રવ્યતીર્થ
૨૨૩
પાપ લાગે; કારણ કે આ બધાં ગુણપોષક, ગુણસાધક સાધનો છે. તેની સાથે ગમે તેમ વ્યવહાર ન કરાય. તમે સંસારમાં સગવડિયું જીવન જીવવા અઢળક પાપનાં સાધનો ભેગાં કર્યાં છે, લબાચાનો પાર નથી, માળિયાં ભર્યાં હશે; પણ તમારા ઘરમાં આરાધનાનાં ઉપકરણોનો દુકાળ છે. પાપનાં સાધનોનો જ વિપુલ સંગ્રહ કર્યો છે.
સભા : ઉપકરણો રાખીએ તો આશાતના લાગે ને ?
સાહેબજી ઃ ન રાખો તો વધારે આશાતના લાગે છે. તમને પાપમાં તરબોળ રહેવામાં જ રસ છે. ખાવાથી ગેસ થાય છે, પચે તોપણ ઝાડે જવું પડે છે. અરે ! ડોક્ટરો પણ કહે છે કે મોટાભાગના રોગ આહાર-પાણીથી જ થાય છે. તો આહાર-પાણી ન લો તો રોગ ન થાય. માટે ખાવા-પીવાનું રોગના ડરથી છોડવું છે ? ના, તેને જીવનમાં જરૂરી માન્યું છે. આરાધના જીવનમાં જરૂરી નથી લાગતી. માટે આશાતનાનાં બહાનાં સૂઝે છે. જેને પવિત્રતાનું મૂલ્ય સમજાય તેને પવિત્ર જીવન જીવવાનાં સાધનો પણ ગમે. વળી આપણને તો આ વારસામાં જ સહેજે મળ્યું છે, તેને ઓળખતાં શીખો. ઉપકરણોમાં ૨હેલી ગુણસાધકતા સમજી શકો તો તમને ઉપકરણ પણ પૂજ્ય ચોક્કસ લાગશે. ૧ઉજમણું, ચૈત્યપરિપાટી આદિ એવા જાહેર પ્રસંગો છે કે જેમાં ઉપકરણોને જાહે૨ બહુમાન સાથે દર્શનીય તરીકે રજૂ કરાય છે. તે પરથી તેની પૂજ્યતા સમજવી જોઈએ.
સભા : દેરાસર વધારે પૂજનીય કે પ્રતિમા ?
સાહેબજી ઃ દેરાસર કરતાં પ્રતિમા વધારે ઊંચું આલંબન છે; કારણ કે શુભભાવપોષકતા પ્રતિમામાં વધારે છે. તેથી જ પ્રતિમા માટે અર્પણ કરેલું દ્રવ્ય મંદિરમાં વાપરી શકાતું નથી. પ્રતિમા મંદિર કરતાં વધારે પૂજનીય ઉત્કૃષ્ટ આલંબન છે, તેમાં મંદિર કરતાં કઈ ગણી વધારે ભાવવૃદ્ધિ કરાવવાની તાકાત છે. બંને પવિત્ર આલંબન છે. જિનમંદિરને દૂરથી જુઓ તોપણ નમસ્કાર કરવાના કહ્યા છે; કારણ કે તે સ્થાન પવિત્ર છે, ધર્મનું સ્થાન છે, ત્યાં અધર્મનું કોઈ વાતાવરણ નથી; છતાં પ્રશમરસ ઝરતી, નિર્વિકારી, સૌમ્ય, શાંતમુદ્રાવાળી પ્રતિમા આત્મામાં જે ભાવો પ્રગટાવી શકે તેવા ભાવ પ્રગટાવવાનું સામર્થ્ય મંદિરમાં નથી.
હકીકતમાં તમારે જિનશાસનનાં પ્રત્યેક ઉપકરણોની ખૂબીઓ, તેની ગુણપોષકતા, આરાધનાસહાયકતા, તે તે જયણામાં નિમિત્તરૂપતા અને પવિત્ર ઉદ્દેશોનો વિસ્તારથી અભ્યાસ કરવા જેવો છે. તે કરશો તો ઉપકરણપ્રદાન દ્વારા પણ પ્રભુએ કરેલો આપણા પર ઉપકાર સમજાશે, અને આ વારસારૂપ દ્રવ્યતીર્થને પણ ભક્તિથી અવિચ્છિન્ન કરવાનું મન થશે.
*******
Jain Education International
***
*****
૧. નેમિજિનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બોલે જી, બીજા તપ જપ છે અતિ બહોળા, નહિ કોઈ પંચમી તોલે જી; પાટી પોથી ઠવણી કવળી, નોકારવાલી સારી જી, પંચમીનું ઉજમણું કરતાં, લહીએ શિવવધૂ પ્યારી જી. ૩.
(પં. હેતવિજયજી કૃત જ્ઞાનપંચમીની સ્તુતિ)
For Personal & Private Use Only
www.jainelibrary.org