________________
૨૩૧
ઉપકરણદ્રવ્યતીર્થ આવ્યું કે નહીં તેની આ નિશાની છે. બોધિબીજ પામેલાને શાસનનું ગુણરૂપી ઐશ્વર્ય જોઈ અપૂર્વપ્રાપ્તિનો હર્ષ થાય. અપૂર્વ એટલે દુનિયામાં કોઈને નથી મળ્યું, અનંતા ભવોમાં મને પણ નથી મળ્યું, તેવું આ અનુપમ મળ્યું છે, તેવો બહુમાનભાવ હર્ષ ઉપજાવે. તમને આવો હર્ષ નથી દેખાતો તેનું કારણ ગુણના ધોરણથી શાસનને ઓળખ્યું નથી. તે કરવું જરૂરી છે.
ઉપકરણરૂપ દ્રવ્યતીર્થના પણ બહુમાન, ભક્તિ લક્ષ્યમાં લઈ, તેની જીવનમાં આશાતના ન થાય તે રીતે તેનો આરાધનામાં ઉપયોગ કરવો જરૂરી છે. આમ તો અતિચારમાં આ ઉપકરણોની આશાતના અંગે મિચ્છા મિ દુક્કડ પ્રતિક્રમણમાં તમે પણ આપો જ છો. જેમ કે જ્ઞાનાચારના અતિચારમાં બોલો છો કે “જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, કવળી, નવકારવાળી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થુંક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માંજ્યો.”. તે રીતે દર્શનાચારના અતિચારમાં પણ બોલો છો કે “બિંબ પ્રત્યે વાસકુંપી ધૂપધાણું કળશ તણો ઠપકો લાગ્યો..”. આનો અર્થ એ છે કે તેના પ્રત્યે પણ પૂજ્ય વ્યવહાર જાળવવાનો છે, અને આશાતના નિવારણ કરવાનું છે. દ્રવ્યતીર્થને ટકાવનારું ધર્મદ્રવ્ય પણ પવિત્ર છે, પૂજનીય છે :
સભા : જીર્ણ ઉપકરણોનું શું કરવું ?
સાહેબજી : યોગ્ય રીતે પધરાવી દેવાં. શાસ્ત્રમાં ખંડિત મૂર્તિ આદિના વિસર્જનની વિધિ પણ દર્શાવેલ છે. જે ઉપકરણો ઉપયોગયોગ્ય નથી રહ્યાં તેનું આશાતના ન થાય તે રીતે વિસર્જન કરવું જરૂરી છે.
આ દ્રવ્યતીર્થના આલંબન અને ઉપકરણ બંને વિભાગો હજારો-લાખો વર્ષો સુધી ટકી રહે, ૧. મન વચ કાર્ય ધન વસ્ત્ર ને ભૂમિકા, પૂજા ઉપગરણ શુદ્ધિ સાતની એ; સાચવે પાચવે કઠિનનિજકર્મને, ભવિકજન સિદ્ધિસાધન ભણીએ. ૧૭
(જ્ઞાનવિમલસૂરિજી કૃત જિનપૂજાવિધિનું સ્તવન ઢાળ - ૨) ૨. "ર્વ દેવ-જ્ઞાન-સાઘાર દ્રિવ્યાપ રુદ્રવ્યસ્થ વસ્ત્રપૌત્રાર્વિનાશે તદુપેક્ષાથાં ૨ મદયાશાતના કૂવે"चेइअदव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे। संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स।।१।" [सम्बोध प्र. देवा. १०५] विनाशोऽत्र भक्षणोपेक्षणादिलक्षणः । श्रावकदिनकृत्यदर्शनशुद्ध्यादावपि- "चेइअदव्वं साहारणं च जो दुहइ मोहिअमईओ। धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए।।१।।" [सम्बोध प्र. दे. १०७] चैत्यद्रव्यं प्रसिद्धं, साधारणं च चैत्यपुस्तकापद्गतश्राद्धादिसमुद्धरणयोग्यं ऋद्धिमच्छ्रावकमीलितम्, एते द्वे यो द्रुह्यति विनाशयति दोग्धि वा व्याजव्यवहारादिना तदुपयोगमुपभुङ्क्त इत्यर्थः। "चेइअदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए। साहु उविक्खमाणो, अणंतसंसारिओ होइ।।१।।" [सम्बोध प्र. दे. १०६] चैत्यद्रव्यं हिरण्यादि तस्य विनाशे, तथा तस्य चैत्यस्य द्रव्यं दारूपलेष्टकादि तस्य विनाशने विध्वंसने, कथंभूते? द्विविधे योग्यातीतभावविनाशभेदात्, तत्र योग्यं नव्यमानीतम्, अतीतभावलग्नोत्पाटितम्। अथवा मूलोत्तरभेदाविविधे, तत्र मूलं स्तम्भकुम्भादि, उत्तरं तु च्छादनादि, स्वपक्ष-परपक्षकृतविनाशभेदाद्वा द्विविधे, स्वपक्षः साधर्मिकवर्गः, परपक्षो वैधर्मिकलोकः, एवमनेकधा द्वैविध्यम्। अत्रापिशब्दस्याध्याहारादास्तां श्रावकः, सर्वसावधविरतः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org