________________
૧૧૯
ભાવતીર્થ –અનુષ્ઠાન
આવો જીવ પરલોકમાં જાય તો બાવાજી ન થાય, માલદાર જ રહે. આ છએ જીવો પંચાચારમાં અસ્ખલિત બન્યા. મોહશૂન્ય સદનુષ્ઠાન દીર્ઘકાળ સેવ્યું. અસ્ખલિત ક્રિયા અસ્ખલિત ગુણને લાવે. ધર્મની પણ અનેક quality હોય છે. વ્યક્તિ કઈ qualityનો ધર્મ કરે છે તેના ૫૨ જ તેના ફળનો આધાર છે. Quality હલકી હશે અને ફળ ઊંચું માંગો તો ન મળે. ફળની quality સાથે link છે.
સભા ઃ સ્ખલના એટલે ?
સાહેબજી : અતિચાર લાગે એટલે સ્ખલના થઈ કહેવાય. નિરતિચાર ક્રિયાને જ અસ્ખલિત ક્રિયા કહેવાય. આ શાસ્ત્રીય પરિભાષા છે. ક્રિયામાં માનસિક, વાચિક, કાયિક નાના-નાના અનેક દોષો છે. તેનું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારમાં શાસ્ત્ર વર્ગીકરણ કર્યું છે. ચાલુ શુભક્રિયાને છોડીને બીજી શુભક્રિયામાં ઉપયોગ જાય, તો તેને પણ અતિચાર કહ્યો છે. અરે ! ક્રિયામાં સમયનું ભાન ન રહે તો તેને પણ નાનો અતિચાર કહ્યો છે. એનાથી આગળ વધી ભૂલ એકે ન થતી હોય, બરાબર વિધિપૂર્વક ક્રિયા કરતો હોય, પરંતુ મનમાં ડર હોય કે ૨ખે ભૂલ થઈ જશે તો ? તો તે ચિંતાને પણ શાસ્ત્રમાં અતિચાર કહ્યો છે. અભ્યાસ ઓછો છે, ક્રિયા પૂરેપૂરી વણાઈ ગઈ નથી, તેથી જ સ્ખલનાની ચિંતા છે. આ પરથી અનુમાન કરો કે નિરતિચાર ક્રિયા કેટલી practice પછી આવે છે !
સભા : ભૂલની ચિંતા તો સારી ને ?
સાહેબજી : Practice વખતે સારી, પરંતુ અસ્ખલિત અવસ્થા લાવવા ચિંતા જ ન થાય તે સ્તર જરૂરી છે. અરે ! નિરતિચાર ક્રિયા કરતાં પણ અસંગ અનુષ્ઠાનની ક્રિયા વધારે ઊંચી કહી છે. તેમાં તો ક્રિયા માટે શુભસંકલ્પ પણ કરવો પડતો નથી. સહજતાથી ક્રિયાનું ગુણની અભિવ્યક્તિરૂપે જ સેવન થાય છે. ભગવાને દીક્ષા લીધી ત્યારબાદ ગોચરીએ જતાં તેમને ભૂલ ન થાય તેનું ધ્યાન પણ રાખવું ન પડે. અરે ! જયણા પાળવાનો મનમાં ઇચ્છારૂપ સંકલ્પ પણ તેમને જરૂરી નથી. પગ સ્વાભાવિક રીતે જયણાપૂર્વક જ પડે. દોષ લાગે તેવો નાનો-સરખો વ્યવહાર તેમનાથી અજાણતાં પણ ન થાય. આજે પણ એવા સંગીતકારો છે કે જેમની આંખે પાટો બાંધો, અડધા ઘેનમાં હોય, તેવા વખતે પણ તેમને વાજિંત્ર આપો તો આંગળીઓ તાલપૂર્વક જ ચાલે; કલા સિદ્ધ થઈ ગઈ છે. તેમ સિદ્ધયોગીની ક્રિયાઓ પણ જુદા જ સ્તરની હોય છે. હજી તેવી ક્રિયાઓ જીવાનંદ વૈદ આદિ મિત્રો આ ભવમાં પામ્યા નથી, તે હજી આગળના ભવમાં પામશે; પરંતુ નિરતિચાર ક્રિયાઓ પણ આત્મામાં ગુણોના પ્રબળ સંસ્કાર પાડે છે, કારણ કે આરાધનામાં ઓતપ્રોત થઈ ગયા છે. રોજ કલાકોના કલાકો સ્વાધ્યાય કરે પણ ક્યારેય મનમાં એમ ન થાય કે કેટલું ભણવાનું ? તમને થોડીવારમાં થાક લાગી જાય છે. તેમને તો સતત મજા આવ્યા જ કરે તેથી સ્વાધ્યાય છોડીને આડું-અવળું મન જાય જ નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org