________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૯૩
બહાર પણ ન નીકળે. તડકો તપે નહીં ત્યાં સુધી ગુફામાં શાંત બેસી રહે; કારણ કે સમજે છે કે ઠંડક હશે ત્યાં સુધી જીવ-જંતુ જંગલમાં ઘણાં ફરતાં હોય, તડકો થાય એટલે ગરમીથી બચવા રસ્તો છોડી લપાઈ જાય. તેથી નિર્દોષ પદ્ધતિએ અહિંસા પાળીને હલન-ચલન કરવાનો સમય મધ્યાહ્નનો જ છે. તેથી બપોરે તાપમાં જ બહાર નીકળે. તેને કોઈએ ઉપદેશ નથી આપ્યો, પરંતુ બીજાના જીવનની ચિંતા હોવાથી આપમેળે સૂઝ આવી ગઈ. તેમને પણ દેહ છે ત્યાં સુધી ભૂખ-તરસ લાગે, એટલે ખાય-પીએ; પરંતુ કોઈને ત્રાસ ન થાય માટે ભૂખ લાગે ત્યારે જંગલમાં મધ્યાહ્નકાળે સૂકું થઈ ગયેલું ઘાસ શોધી શોધીને જયણાથી ખાય. પાણી પણ નદી-તળાવની સપાટી પરનું, તડકાથી તપીને ગરમ થઈ ગયેલું, જીવ-જંતુ રહિત બનેલું વાપરે. ગરમ કે ઠંડાનો વિચાર કર્યા વિના જયણાને લક્ષ્યમાં રાખી પીએ. આ બધું સ્વયં બીજાના જીવનની ચિંતામાંથી જન્મે છે.
તમને અતિભૂખ્યો મચ્છર જરાક કરડે ત્યારે તેના ભૂખ-તરસ કે જીવનની ચિંતાના બદલે તમારી ચિંતા જ વધારે હોય છે. તેથી તેને ઉડાડતાં મેં કશું ખોટું કર્યું તેવું ભાન નથી; જ્યારે ભૂખ્યા એવા તમને જમતાં ભાણા પરથી કોઈ તરછોડી ઉઠાડે તો તે અપરાધી લાગે છે; કારણ કે મચ્છર અને તમારા માટે તમારા માપદંડ જુદા છે. આ પક્ષપાતી વલણના કારણે તમને ધર્મનું આચરણ કરવા જેવું લાગતું નથી.
સમિતિ-ગુપ્તિની વ્યાખ્યા :
કોઈ પણ જીવને અન્યાય ન થાય તે રીતે જીવો તે નિર્દોષ જીવન. સંપૂર્ણ ન્યાય-નીતિ१. इरियाभासेसणाऽऽदाणे, उच्चारे समिई इय। मणगुत्ती वयगुत्ती, कायगुत्ती य अट्ठमा।।२।।
(उत्तराध्ययनसूत्र प्रवचनमाता नाम चतुर्विंशतितम अध्ययन मूल) * व्याख्या-इह समितयः पञ्च-ईर्यासमितिः, भाषासमितिः, एषणासमितिः, आदाननिक्षेपसमितिः, पारिष्ठापनिकासमितिः । गुप्तयस्तिस्रः-मनोगुप्तिः, वचनगुप्तिः, कायगुप्तिः। तत्र जन्तुजातरक्षानिमित्तं युगमात्रभूमिकान्तरदत्तदृष्टेरव्याक्षिप्तचित्तस्य प्रतिपदं चक्षुषा विशोधयतः साधोः संयमोपकरणाद्यर्थं या गमनक्रिया सा ईर्यासमितिः । मृदुमधुरानवद्यहितमितवचनभाषणं भाषासमितिः। सूत्रानुसारेण रजोहरणवस्त्रपात्राऽशनपाननिलयौषधान्वेषणम् एषणासमितिः। धर्मोपकरणानां प्रतिलेखनाप्रमार्जनापूर्वकमेव ग्रहणमोचनमादाननिक्षेपसमितिः । मूत्रमलश्लेष्मपुरीषादीनां विवेकार्ह-संसक्तभक्तपानादीनां वा जन्तुविरहिते स्थण्डिले विधिना परिष्ठापनं पारिष्ठापनिकासमितिः । सावद्यमनःसङ्कल्पगोपनं मनोगुप्तिः । सावधवचनरोधनं मौनेन वाऽवस्थानं वाग्गुप्तिः । कायव्यापारनिवारणं कायगुप्तिः । ननु समितिगुप्त्योः क. प्रतिविशेषः?, उच्यते-समितिर्व्यापाररूपा गुप्तिस्तु व्यापाराव्यापाररूपा। यदुक्तं- 'समितीण य गुत्तीण य एसो भेओ उ होइ नायव्वो। समिई पयाररूवा गुत्ती पुण उभयरूवा उ।। समिओ नियमा गुत्तो गुत्तो समिअत्तणंमि भइअव्वो। कुसलवयमुदीरितो जं वयगुत्तो वि समिओ वि।। समिई पयाररूवा गुत्ती पुण हुंति उभयरूवा उ। कुसलवयमुदीरितो तेणं गुत्तो वि समिओ वि।। गुत्तो पुण जो साहू अप्पविआराइ नाम गुत्तीए। सो न समिओ त्ति वुच्चइ तीसे उ विआररूवत्ता' ।।
(તિનિતત્પસૂત્ર, ગ્લોવ -૪૨, ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org