________________
આલંબનદ્રવ્યતીર્થ
૨૦૭ ઠેકાણે રહેતું નથી. ટી.વી. ડબલું જડ છે કે ચેતન? વળી તે દેખાડે છે તે પણ બધું કૃત્રિમ, કાલ્પનિક કે અસત્ય છે, તે ખબર હોવા છતાં જોવા માત્રથી અસર કેટલી ? આવી વ્યક્તિ ઘેર બેઠાં ભાવતીર્થની વાત કરે, તે માત્ર આત્મવંચના છે. તમારે કબૂલ કરવું જ પડે કે મને નિમિત્તોની અસર થાય છે. અરે ! અસર નહીં, તેને પરવશ-આધીન છો. તેથી તારક નિમિત્તો જોડવા દ્રવ્યતીર્થનું આલંબન પણ ખૂબ જરૂરી છે.
સભા : ભાવ હોય તો નિમિત્ત કામનું ને ?
સાહેબજી : ના, ગપ્પાં ન મારો. પાત્રતા હોય તો નિમિત્ત કામનું. તમારામાં શુભ નિમિત્તોને ગ્રહણ કરવાની ગ્રાહકતા જોઈએ, તો આત્મામાં શુભ ભાવ જગાડવાની તાકાત શુભ નિમિત્તોમાં છે. અશુભ નિમિત્તોને ગ્રહણ કરવાની ગ્રાહકતા તીવ્ર છે, તેથી તેનાં નિમિત્તો મળતાં અશુભભાવો ક્ષણમાં ઊછળે છે; તેમ શુભનિમિત્તોની ગ્રાહકતા હોય તો કામ થાય. પાત્રતા હોય તેને શુભ નિમિત્ત આપો તો ભાવશુદ્ધિ તરત થાય. એ અપેક્ષાએ નિમિત્તકારણની મહત્તા ઓછી નથી. નિમિત્તના નામથી ઉપાદાનને ઉડાવાય નહીં, અને ઉપાદાનના નામથી નિમિત્તને ઉડાવાય નહીં. બંને વાતો એકાંગી છે. સમન્વય-સંતુલન જરૂરી છે. તમને ઘરે બેઠાં કેવા ભાવ થાય છે અને પવિત્ર ભૂમિમાં શાંતચિત્તે બેસો તો કેવા ભાવ થાય છે, તે અનુભવ કરીને નક્કી કરજો. વર્તમાનમાં પણ અનેકના અનુભવ છે કે તીર્થભૂમિમાં જે ભાવ થાય છે તે ઘરે થતા નથી.
સભા : સૌરાષ્ટ્રની આખી ભૂમિ તીર્થ કહેવાય ને ?
સાહેબજી : હકીકતમાં સિદ્ધગિરિ તીર્થ છે, તે એ ભૂમિમાં આવેલ હોવાથી તે ભૂમિના ગુણ ગવાય; પરંતુ હાલમાં આખી સૌરાષ્ટ્ર ભૂમિ તીર્થ છે તેમ ન કહેવાય. વાસ્તવમાં અઢી દ્વીપમનુષ્યલોક એવો area (જગા) છે કે જ્યાં ખૂણે-ખૂણેથી અનંતા સિદ્ધ થયા છે. અરે ! આ હોલનો પણ એવો કોઈ ખૂણો નથી કે જ્યાંથી અનંતા સિદ્ધ ન થયા હોય. જોકે તે અનંતકાળમાં થયા છે, એકસાથે કે એકધારા નથી થયા; છતાં મોક્ષે જનારનો અંતિમ ભવ તો મનુષ્યનો જ હોય છે. તેથી direct (સીધી) મોક્ષની સાધના આ ક્ષેત્રમાં જ થવાની. વળી મનુષ્યલોક મર્યાદિત area છે. અત્યાર સુધીમાં જેટલા મોક્ષે ગયા તે સૌ આટલા જ ક્ષેત્ર-વિસ્તારમાંથી મોક્ષે ગયા છે, જેથી મનુષ્યલોકના દરેક ક્ષેત્રમાં અનંતા કાળમાં સંખ્યારૂપે સિદ્ધ અનંતા જ થાય.
શાસ્ત્રમાં શિષ્ય પૂછ્યું કે “જો આખો અઢી દ્વીપ આ અપેક્ષાએ તીર્થ જ કહેવાય, તો
१. इहेदमैदंपर्यम्-किल मनुष्यक्षेत्राभ्यन्तरे स कश्चित् क्षेत्रविभागो नास्ति यत्रास्मिन् अनाद्यनन्ते कालेऽनन्ता न सिद्धाः, नापि सेत्स्यन्ति,
(૩૫શપ મદપ્રન્થ, સ્નો-૨૨૨, ટીવા) २. एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातम्, ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वादनन्तकोटिसिद्धस्थानत्वस्यान्यत्राविशेषेऽपि स्फुटप्रतीयमानतद्भावेन तीर्थस्थापनयैवात्र विशेषात्, अनुभवादिना तथासिद्धौ श्रुतपरिभाषाभावस्यातन्त्रत्वात्।
(પ્રતિમાશત, શ્નો-૨, ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org