________________
31 -
3
- - - - - - - ઉપક્રરણાદ્રવ્યતીર્થ
(૨) ઉપકરણદ્રવ્યતીર્થ : રત્નત્રયીના આચારપાલનનાં સાધનોરૂપ ઉપકરણો :
જેને આરાધના કરવી છે, પરંતુ આત્મા હજી સ્વબળે કોઈ આલંબન કે સાધન વિના સ્વયં સાધના કરી શકે તેવો સબળ નથી, તેને આરાધના માટે દ્રવ્યતીર્થની સતત જરૂર રહેવાની; જે દ્રવ્યતીર્થનો પવિત્ર આલંબનરૂપ વિભાગ આપણે વિચાર્યો. હવે ઉપકરણદ્રવ્યતીર્થનો મહિમા સમજવા જેવો છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આત્માના પવિત્ર ગુણો છે. તેને ખીલવવા પાળવાલાયક આચાર તે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર. આ આચારપાલનનાં સહાયક જડ સાધનોને ઉપકરણ કહેવાય. આરાધનાનાં સાધનો માટે શાસ્ત્રમાં ઉપકરણ શબ્દ વાપર્યો છે. તમારા સંસારનાં સાધનોને અધિકરણ કહ્યાં છે, એટલે પાંપબંધનાં સાધન કહ્યાં. દા. ત. તમારા ઘરમાં એક ટેબલ છે, તો ટેબલ દ્વારા અનેક પાપ થવાનાં; ચશ્માં, શર્ટ, વગેરે દ્વારા પણ અનેક પાપો કરવાનાં. ચશ્માં દ્વારા બુદ્ધિ બગાડે તેવું સાહિત્ય કે મન બગાડે તેવાં દશ્યો જુઓ, ત્યારે તે ચશ્માં પાપનું સાધન બનવાથી અધિકરણ બન્યાં. શર્ટ કે જે દેહને સુશોભિત કરી બીજાને વિકાર પેદા કરે તેવા stichings (સિલાઈઓ) સાથે સ્ટાઈલથી પહેરો, તેનાથી બીજાનાં મન વિકારી થાય, તેથી તે પાપનું સાધન બન્યું. વળી તેને ધોવાનાં ત્યારે પણ અસંખ્ય જીવોની હિંસાનું કારણ બને. તેથી તમારું શર્ટ પણ અધિકરણ જ છે. જેનાથી પાપબંધ થાય છે, જે મોટેભાગે હિંસા વગેરે પાપનાં સાધન છે, તે સૌને શાસ્ત્રમાં અધિકરણ કહ્યાં. જે ધર્મની આરાધનામાં સાધન છે, જેનાથી સ્વ-પર હિતકારી સત્કાર્યો પ્રાયઃ થવાનાં, તેને શાસ્ત્રમાં ઉપકરણ
१. निरवद्यव्रतत्राणे यदेतदुपयुज्यते। वस्त्रपात्रादिकं ग्राह्य धर्मोपकरणं हि तत्।।८५।। छद्मस्थैरिह षड्जीवनिकाययतनापरैः। सम्यक् प्राणिदयां कर्तुं शक्येत कथमन्यथा।।८६।। यच्छुद्धमुद्गमोत्पादेषणाभिर्गुणसंयुतम्। गृहीतं सदहिंसायै तद्धि ग्राह्यं विवेकिनः ।।८७।। ज्ञानदर्शनचारित्राऽऽचारशक्तिसमन्वितः। आद्यन्तमध्येष्वमूढसमयार्थं हि साधयेत्।।८८।। ज्ञानाऽवलोकहीनो यस्त्वभिमानधनः पुमान्। अस्मिन् परिग्रहाऽऽशंकां कुरुते स हि हिंसकः ।।८९।। परिग्रहधियं धत्ते धर्मोपकरणेऽपि यः। बालानविदिततत्त्वान् स रञ्जयितुमिच्छति।।९०।। जलज्वलनवायूर्वीतरुत्रसतया बहून्। जीवांस्त्रातुं થમ ઘપર વિનાશા |
(ત્રિષષ્ટિશાપુરુષવરિત્ર, પર્વ-૨૦, સ-૧) २. अधिक्रियते दुर्गतावनेनेति अधिकरणम्।
(ત્તિમાશત, શ્નો-૨૨, ટા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org