________________
૨૧૪
આલંબનદ્રવ્યતીર્થ
સભા : જ્ઞાનમાં અમારે શું કરવું ?
સાહેબજી : જ્ઞાનનાં અનેક કામ છે, તમારી કરવાની ભાવના જોઈએ. જો તમારા અક્ષરો સારા હોય તો જીવનની દિશા બદલી આપે એવા પવિત્ર શ્રતગ્રંથો સારા અક્ષરે જાતે લખી શકો. તે ન હોય તો બીજા પાસે લખાવી શકો. તે સિવાય જ્ઞાનનાં સાધનો શ્રુતની રક્ષા માટે પૂરાં પાડી શકો. અરે ! શક્તિસંપન્ન શ્રાવકે તો સ્વદ્રવ્યથી જ્ઞાનમંદિર કે શ્રુતના જ્ઞાનભંડારો ઊભા કરવા જોઈએ, તેવી ભગવાનની આજ્ઞા છે. વસ્તુપાલ-તેજપાલ મંત્રીએ તે કાળમાં અઢાર કરોડ સુવર્ણમુદ્રા ખર્ચીને ત્રણ વિશાળ જ્ઞાનભંડારો ઊભા કર્યા. અત્યારે તો શ્રીસંઘમાં પૂજનરૂપે થયેલી જ્ઞાનખાતાની ઉપજમાંથી ટ્રસ્ટીઓ થોડી-થોડી રકમ જ્ઞાનના કાર્યમાં પૂરી પાડે છે. તે સિવાય જ્ઞાનના વારસાને જાળવવા કોઈ પ્રયત્ન નથી. તમારા ટ્રસ્ટીગણ અમને કહે કે જ્ઞાનખાતામાંથી વર્ષે દાન આપીએ છીએ. વાસ્તવમાં તે દ્રવ્યની માલિકી ટ્રસ્ટીઓની છે જ નહીં. આ આવક તો પૂર્વજોએ કહેલી જ્ઞાનપૂજનની વ્યવસ્થાને આભારી છે, છતાં વહીવટદારો તેનો ઉપયોગ કરીને જશ લે કે અમે અહીં આટલા આપ્યા.
સભા ઃ સંઘમાં સિલક પડી હોય તોપણ જ્ઞાનના કાર્યમાં ન આપે, તેને બદલે આપે તે ઉપકાર નહિ ?
સાહેબજી : ના, ઉપકાર નહિ. કોઈએ આપેલું દાન યોગ્ય સ્થળે યોગ્ય સમયે વહીવટદાર વાપરે નહીં અને પડી રહે, વળી શાસનનાં કામ રખડ્યા કરે, તો તેનું પાપ વહીવટદારોને લાગે.
સભા : વ્યાજે મૂકીએ તો વધે ને ?
સાહેબજી : આધુનિક અર્થતંત્રમાં ફુગાવો-inflation એટલું છે કે નાણાંની કિંમત દર વર્ષે ઘટે છે. તેથી સારા અર્થશાસ્ત્રીઓ ફળ લખે છે કે મોટે ભાગે વ્યાજની રકમ ખાવી તે આ અર્થતંત્રમાં મૂડી ખાવા બરાબર છે. પછી તમારે વિચારવું જ ન હોય તો વાત જુદી છે.
તમને દ્રવ્યશ્રુતનો મહાન ઉપકાર સમજાય તો તે આલંબનરૂપ દ્રવ્યતીર્થ લાગે. ભાવતીર્થની પરંપરા અવિચ્છિન્ન કરવામાં દ્રવ્યશ્રુતનો પણ અનન્ય ફાળો છે. અત્યારે પણ દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખ અને ધ્યેય સુધીનો સાંગોપાંગ મોક્ષમાર્ગ પૂરો પાડવાની પ્રચંડ તાકાત હાલના દ્રવ્યશ્રતમાં છે. તેથી જ વર્તમાન વિશ્વમાં તેના જેવું માર્ગદર્શક આલંબન બીજું કોઈ નથી, તેવો મહિમા સમજાય તો ભક્તિ ઉમટે. ૧. જ્ઞાનના ભવ્ય ભંડાર, સમરાવ્યા વલી સાર, ઇમ બહુ કીધી એ કરણી, કીર્તિ ન જાવે એ વરણી. ૧૫
| (જ્ઞાનવિમલસૂરિજી કત તીર્થમાલાયાત્રા સ્તવન, ઢાળ-૧) २. श्रीज्ञानसाधारणवित्तमास्तिकैः, सङ्घानुमत्या न पुनर्निजेच्छया। व्यापार्यमत्राऽपि जिनागमोदितं, श्राद्धद्वयोदाहरणं નિશ્ચિત્તોTI
__ (सोमधर्मगणि विरचिता उपदेशसप्तति मूल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org