________________
૨૧ ૨
આલંબનદ્રવ્યતીર્થ
આવે; કારણ કે જિનમંદિરોમાં નિશીહિ કરીને પ્રવેશ કરાય છે, એટલે કે ત્યાં મન-વચનકાયાથી સંસારના કોઈ પાપનું વિચાર, વાણી કે વર્તનરૂપે આચરણ નથી. ટૂંકમાં, અધર્મનો ત્યાગ કરીને જ પ્રવેશ છે, ત્યાં માત્ર ધર્મપ્રવૃત્તિ જ કરવાની છે, તેથી સાચા અર્થમાં પવિત્ર ધર્મસ્થાનક છે. આવો જ્યાં વ્યવહાર જળવાતો હોય ત્યાં પણ પવિત્ર વાતાવરણ ઊભું થાય છે. જનારને પાપથી અળગા થવા નિમિત્ત પૂરું પાડે છે. વળી, તેમાં રહેલી અઢાર દોષ રહિત શાંતમુદ્રાને અભિવ્યક્ત કરતી જિનપ્રતિમાઓ પણ પવિત્ર ભાવોમાં જવાનું આલંબન છે. ઉપરાંત, પવિત્ર મંત્રાક્ષરોમય વિધિ-વિધાનથી વાસિત કરાય છે, તેથી નવાં જિનમંદિરો, જિનપ્રતિમાઓ અને જિનપાદુકાઓ પણ પૂજનીય આલંબન દ્રવ્યતીર્થમાં જ સમાવેશ પામે.
(૪) દ્વાદશાંગી શાસ્ત્રગ્રંથો :
ત્રિપદી દ્વારા શબ્દદેહ પામીને રચાયેલ દ્વાદશાંગી સૂત્રાત્મક છે, તેનું કદ ઘણું વિશાળ છે, પરંતુ તેના કરતાં તેનો અર્થ ઘણો વિશાળ છે. તેથી આ સૂત્રાર્થને ધારણ કરવા અતિદુષ્કર છે. ચોથા આરાના પ્રજ્ઞાસંપન્ન મહાત્માઓ પણ બધા આ દ્વાદશાંગીને પરિપૂર્ણ રીતે ધારણ કરી શકતા ન હતા; છતાં જે અતિસમર્થ મુનિઓ હતા તેમણે વાણીના માધ્યમથી ગુરુ પાસેથી કંઠોપકંઠ ગ્રહણ કરી આ મહાશાસ્ત્ર ધારણ કર્યું, તોપણ, ગ્રહણશક્તિ અને ધારણશક્તિના હાસને કારણે ક્રમશઃ ઘસાતું ચાલ્યું. જ્યારે તેનો અતિશય હાસ જોયો ત્યારે તે શ્રતને લિપિબદ્ધ કરી ગ્રંથસ્વરૂપરૂપે સંઘમાં સુરક્ષિત કરાયું. આ કાર્ય પૂ. પૂર્વધર મહર્ષિ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણના હસ્તે થયું. તે સિવાય, તે જ દ્વાદશાંગીને આધારે ચૌદપૂર્વધર શ્રુતકેવલીથી માંડીને તે તે કાળના ૧. લાખ ચોરાશી હું ભમ્યો રે, ભમીયો કાલ અનંત, હો જિનરાજ; મૂર્તિ દીઠી પ્રભુ તાહરી રે, ભાંગી છે ભવોભવ ભ્રાંતિ, હો મહારાજ. ભક્ત. ૪.
(શ્રી આનંદઘનજી કૃત આદિજિન સ્તવન) ન હો જિનજી, તુજ મૂરતિ મન હરણી, ભવસાયર જલ તરણી, હો જિનજી, તુજ૦
(ઉદયરત્નસૂરિજી કૃત મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન ગાથા-૧) ૨. શ્રી જિનભાષિત પ્રવચનમાલા, ભવિજન કંઠે ધરો સુકુમાલા, મહેલી આલ પંપાલા, મુક્તિ વરવાને વરમાલા, ચારુ વર્ણ તે કુસુમ રસાલા, ગણધરે ગુંથી વિશાલા; મુનિવર મધુકરરૂ૫ મયાલા, ભોગી તેહના વલી ભૂપાલા, સુરનર કોડી ૨ઢાલા, તે નર ચતુર અને વાચાલા, પરિમલ તે પામે ઇંગતાલા, ભાંજે ભવ જજાલા. ૩.
(પ. . આ. શ્રી ઉદયરત્નસુરિજી કત પાર્શ્વનાથ જિન અતિ) ૩. હવે શ્રુતપદ ઓગણીશમું, શ્રુત તે ગણધરે રચિયું રે; ચૌદપૂરવી દશપૂરવી, પ્રત્યેકબુદ્ધબુદ્ધિ ખચિઉં રે. શ્રીજિન- ૬૧. વિધિશું ગ્રહેવું દેવું, પ્રત્યનીકતા ટાળે રે; અંગ અનંગ લખાવીએ, શક્તિ શાસન અજુઆણે રે. શ્રીજિન૧૭,
(જ્ઞાનવિમલસૂરિજી કૃત વીશસ્થાનકતપનું સ્તવન ઢાળ૫) * કાલ વિનયાદિક આઠ આચારે, શક્તિ ભક્તિ બહુમાને; નિદ્રા વિકથા ને આશાતના, વર્જી થઈ સાવધાન. ૪. દેઈ પ્રદક્ષિણા કૃતને પૂજી, કરજોડીને સુણીયે; તો ભવ સંચિત પાપ પાસે, જ્ઞાનાવરણી હણીયે. ૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org