________________
આલંબનદ્રવ્યતીર્થ
૨૦૯
કે આ રોડ પર કેમ ફૂલ ચડાવે છે ? તેથી તે નજીક આવી માળીને પૂછે છે. માળી સાચું કહે તો બદનામ થાય, પણ હોશિયાર હતો. એટલે પેલા ઘોડેસવારને પટાવવા કહે છે કે આ ભૂમિ વિશેષ છે. હું અહીં ઊભો રહ્યો એટલે દેવતા મને પ્રત્યક્ષ થયા. તેથી આ સ્થાનને પવિત્ર માની મેં ફૂલ ચડાવ્યાં. ઘોડેસવાર પૂછે છે કે કયા દેવતા દેખાયા ? પેલો હાજરજવાબી હતો, એટલે તરત કહી દીધું કે હિંગુદેવતા. ઘોડેસવારને થયું કે ખરેખર આ ભૂમિ ચમત્કારિક કહેવાય. એટલે તેણે પૈસા આપીને ફૂલ લીધાં અને ત્યાં શ્રદ્ધાથી ચડાવ્યાં. એટલામાં તો ત્યાં બીજા પણ અનેક આવ્યા. તેમણે પણ વાત સાંભળી ફૂલ ચડાવ્યાં. આમ થોડી વારમાં આખા પાટિલપુત્રનગરમાં તે જગાના પ્રભાવ-ચમત્કારની વાત ફેલાઈ ગઈ. ધીમે-ધીમે લોકો ત્યાં આવી ભક્તિ કરવા લાગ્યા. તેમાંથી મંદિર બન્યું, અને લોકમાં હિંગુ તીર્થ તરીકે પ્રસિદ્ધિ થઈ ગઈ.
વાસ્તવમાં આ ભૂમિ પવિત્ર કેમ છે તેનો કોઈ સાચો ખુલાસો ન હોય, છતાં તીર્થ બની જાય, તેવું આ દૃષ્ટાંત છે. આપણા જૈનોમાં પણ એવા છે કે જેને કહીએ કે આ થાંભલો ચમત્કારી છે, તો થાંભલાને પણ પગે લાગે; પણ તે મૂર્ખતા છે. પૂજ્યતાનાં ધોરણો જૈનધર્મમાં ભેળસેળવાળાં નથી. સિદ્ધાંત પ્રમાણે વિશુદ્ધ ગુણયુક્ત ચેતન એવો આત્મા પૂજ્ય છે. જેટલા ગુણોની વિશુદ્ધિ વધારે તેટલો તે તે આત્મા વધારે પૂજનીય બને; જ્યારે જડ વસ્તુમાં ગુણનું સાધન બને, પવિત્ર ગુણો વિકસાવવામાં નિમિત્તકારણ બને, તો તે પૂજનીય છે. બાકી કોઈ ધૂણવા લાગે કે ચમત્કાર દેખાય તેટલામાત્રથી જૈનધર્મમાં પૂજનીયતા નક્કી થતી નથી. અહીં ધારાધોરણ સ્પષ્ટ અને ચોક્કસ છે, તેમાં ગોટાળો નથી. જે જડ પદાર્થ ગુણનું સાધન ન બને તેની આ શાસનમાં પૂજા-ઉપાસના નથી. આ શાસનમાં આધ્યાત્મિક ગુણમય આંતરિક ઐશ્વર્ય, અને તેને પ્રગટાવનારાં સાધનોનો જ મહિમા છે. આ વાત ન સમજનારા જૈનો પણ વીતરાગને ગમે તે રીતે પૂજે છે. ઘણા જૈનો તો ઘરમાં તીર્થંકરની મૂર્તિની બાજુમાં ગણેશને રાખીને પૂજે છે. તેમને, પૂજનીયતાનું સ્તર જ ખબર નથી. જેને વિવેકદૃષ્ટિ પ્રગટે તેને ખ્યાલ આવે કે જિનશાસનમાં ગુણ કે ગુણના સાધનની જ પૂજ્યતાનો આગ્રહ છે. હું દ્રવ્યતીર્થમાં પણ ગમે તેનો શંભુમેળો ન થાય તેવી ચોક્કસ ઓળખ કરાવવા માંગું છું. દુનિયાના બીજા ધર્મોના ધારાધોરણોથી અહીં દ્રવ્યતીર્થ નથી વિચારવાનું. અરે ! શ્રુતકેવલી પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજાએ કહ્યું કે જિનપ્રતિમા પણ પૂજનીય છે તેનું કારણ તે દોષની અભિવ્યક્તિ નથી કરતી, પરંતુ અનેક ગુણોની સ્પષ્ટ અભિવ્યક્તિ કરે છે. તેથી જિનપ્રતિમામાં ગુણપોષકતા છે, માટે તે વંદનીય-પૂજનીય છે. જેનામાં ગુણની સાધનતા ન હોય તેવા ગમે તે આકારવાળી પ્રતિમા, બાવલાં કે ફોટા આપણે માટે પૂજનીય નથી. જૈનશાસનનો વિવેક જબરદસ્ત છે !
સભા : કોઈ ખરાબ જડ વસ્તુ પણ કોઈને ગુણનું સાધન બની જાય તો ?
સાહેબજી : જૂજ કિસ્સામાં બને, તેથી કાંઈ રાજમાર્ગે ગુણપોષક વસ્તુઓની તોલે ન આવે. કોઈના અશુભ નિમિત્તથી ગુણ પામ્યાના દાખલાને જોડી રાજમાર્ગ ઉડાડી ન નંખાય. જેમ કોઈને થિયેટરમાં કરુણ દૃશ્ય જોતાં ચિંતનમાં ચડીને વૈરાગ્ય થયો, તો વૈરાગ્ય લાવવા થિયેટર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org