________________
૨૦૮
આલંબનદ્રવ્યતીર્થ
સિદ્ધગિરિ આદિને સિદ્ધક્ષેત્ર તરીકે જુદું કેમ પાડો છો' ? તેનો જવાબ એ છે કે ‘બીજી ભૂમિઓથી મોક્ષે ગયા તે કરતાં તીર્થભૂમિમાં અનંતની સંખ્યા મોટી હોઈ શકે'. વળી, નિકટના કાળમાં તે તીર્થભૂમિઓમાં તીર્થંકરો કે મહાસાધકો નિર્વાણ આદિ પામ્યા હોય, તેથી વાતાવરણ હજી પ્રબળ વાસિત હોય. જેમ સમયગાળો જાય તેમ વાતાવરણ ઘસાતું જાય. તેથી અતીત ચોવીસીની કલ્યાણકભૂમિ કરતાં વર્તમાન ચોવીસીની કલ્યાણકભૂમિનું વધારે મહત્ત્વ અપાય. ભૂમિ સ્વયં આત્મારૂપે ચેતન નથી, જડ છે; પરંતુ તેમાં પવિત્રતાપોષક તત્ત્વ રહેલું છે, તેથી તેને સેવવાની છે. એકલો ચેતન જ ચેતનની વિશુદ્ધિનું કારણ બને અને જડ ચેતનની વિશુદ્ધિનું કારણ ન બને, એવો કોઈ સિદ્ધાંત નથી. જડ પણ પવિત્રતાથી વાસિત હોય તો વિશુદ્ધિનું નિમિત્ત ચોક્કસ બને તેવો સિદ્ધાંત જૈનદર્શન સ્વીકારે જ છે. શબ્દમય કે લિપિમય નવકાર, જિનપ્રતિમા, ગુરુમૂર્તિ, શાસ્ત્રો, સદ્ગુરુઓનો દેહ, તીર્થંકરોનો દેહ, આ બધું જડ જ છે; છતાં પૂજનીય છે. જેને પણ બાહ્ય આલંબનો દ્વારા ભક્તિ કરવી હોય તેણે આ સ્વીકારવું જ પડશે. ટૂંકમાં, ચેતનમાં ગુણ હોવાથી તે પૂજનીય છે, જડ, ગુણનું સાધન હોવાથી પૂજનીય છે. બંનેમાં પૂજનીયતાનું લક્ષ્ય તો ગુણ જ છે. માત્ર જડની કે માત્ર ચેતનની અહીં પૂજા છે જ નહીં. ગુણનાં સાધન પણ ન બને તેવાં ભૌતિક તત્ત્વોની જિનશાસનમાં પૂજા નથી જ. જેમ વૈદિક ધર્મમાં “પૃથ્વી દેવતા, આપો તેવતા, વાયુર્વેવતા, અગ્નિવેવતા, સૂર્વવેવતા” એમ આ વિશ્વના ગમે ત્યાં ફેલાયેલા જડ ભૌતિક પદાર્થો, ગુણનાં સાધન બને કે ન બને છતાં માત્ર જડ તત્ત્વ તરીકે પણ તેની પૂજા-ઉપાસના દર્શાવી છે; તેવું એકાંત ગુણપોષક એવા જૈનશાસનમાં નથી. અરે ! તીર્થો પણ, કોઈ ચમત્કારની વાત લોકમાનસમાં બેસાડી સ્થાપિત કરવાની વાત નથી. અહીં તો ગુણપોષક તારકતા, પાવનતાનું તર્કસંગત અનુસંધાન જોઈએ.
સભા : માત્ર ચમત્કારની વાત ફેલાવી તીર્થ ઊભું કરાય તેનું દૃષ્ટાંત શું ?
સાહેબજી : 'તેનું દૃષ્ટાંત આગમમાં આવે છે, જે મજાક પેદા કરે તેવું છે. એક માળી રોજ બગીચામાંથી વહેલી સવારે ફૂલો ચૂંટી ફૂલોનો ઢગલો પાટલીપુત્રનગરમાં લઈ જાય છે. આ તેનો રોજનો ક્રમ હતો. એક દિવસ આ રીતે ગામમાં જતાં પેટમાં જોરદાર ચૂંક આવી. કુદરતી હાજતની શંકા થઈ. રહેવાયું નહીં, એટલે રાજમાર્ગ પર જ બેસી ગયો. હાજત પતાવી આજુબાજુ જુએ છે કે કોઈ આવતું તો નથી ને ? ત્યાં સામેથી એક ઘોડેસવાર આવતો દેખાય છે. પોતે રસ્તા પર ટટ્ટી-પેશાબ કર્યા, તે પકડાઈ ન જાય તેથી સંતાડવા ઝોળીમાંથી ફૂલ લઈને તરત તેના પર ઢગલો કરી દીધો. ત્યાં તો પેલો ઘોડેસવાર નજીક આવી ગયો. તેને મનમાં થયું
१. तच्चेदम्-जहा एगम्मि नगरे एगो मालायारो सण्णाइओ करंडे पुप्फे घेत्तूण वीहीए एइ, सो अईव अच्चइओ, ताहे तेण सिग्धं वोसिरिऊणं सा पुप्फपिडिगा तस्सेव उवरि पल्हत्थिया, ताहे लोओ पुच्छइ - किमेयंति ?, जेणित्थ पुप्फाणि छड्डेसित्ति, ताहे सो भइ- अहं आलोविओ, एत्थ हिंगुसिवो नामं, एतं तं वाणमंतरं हिंगुसिवं नाम उप्पन्नं, लोएण परिग्गहियं, पूया से जाया, खाइगयं अज्जवि तं पाडलिपुत्ते हिंगुसिवं नाम वाणमंतरं ।
(दशवैकालिक नियुक्ति श्लोक-६७, मूल, हरिभद्रसूरिजीकृत टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org