________________
૨૦૬
આલંબનદ્રવ્યતીર્થ આલંબન છે, છતાં આવાં દુર્લભ આલંબનો મનુષ્યલોકમાં આપણને સુલભ નથી. આપણને અહીં વારસામાં મળેલાં આલંબનોમાં કલ્યાણકભૂમિઓ શ્રેષ્ઠ છે. તે તીર્થકરોના વિશુદ્ધ ભાવોથી વાસિત થયેલા અણુ-પરમાણુઓની બનેલી છે, તેથી બીજી પવિત્ર જડ વસ્તુઓ કરતાં પવિત્રતામાં superior (વધારે ઊંચી) છે. ત્યાં જવાથી આપણા ભાવોને શુદ્ધ કરવા તે પુદ્ગલોનું આપણને અવલંબન મળે છે. આપણે ચોવીસે કલાક મનમાં ભાવો તો કરીએ જ છીએ. આપણા મનોભાવોમાં બાહ્ય નિમિત્તો ભાગ ભજવે જ છે. તીર્થભૂમિમાં વાતાવરણમાંથી નિમિત્તરૂપે પવિત્ર પુદ્ગલો મળે. આપણામાં ગ્રાહકતા (receptivity) હોય તો તેથી શુભભાવ જલદી જાગે. ભૌતિક જગતમાં તારવાની પ્રચંડ શક્તિ ધરાવનાર તીર્થભૂમિઓ શુભભાવનું પ્રબળ નિમિત્તકારણ છે. તેથી જ સ્થાવરતીર્થોનો શાસ્ત્રમાં મહિમા દર્શાવ્યો છે. સિદ્ધગિરિનો શ્રેષ્ઠ મહિમા દર્શાવતાં કહ્યું કે વિધિપૂર્વક ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરે તો ત્રીજા ભવે સાધકનો મોક્ષ થાય. જોકે આમાં પણ ભાવતીર્થનું સંયોજન તો આત્મામાં થવું જ જોઈએ, તો જ ફળ મળે,
સભા : ભાવતીર્થનું સંયોજન સિદ્ધક્ષેત્રને કારણે જ થાય ? કે આપણે જાતે કરવાનું ?
સાહેબજી : આ કહે છે કે નિમિત્ત જાતે ફળ પેદા કરે, ઉપાદાન નવરું બેસી રહે; પણ તેવું બનતું નથી. દુનિયામાં કાર્યકારણના સિદ્ધાંતનો વિલોપ તીર્થકરો પણ ન કરી શકે. તે cosmic orderની (વિશ્વવ્યવસ્થાની) વિરુદ્ધ છે. સિદ્ધગિરિજી વગેરે તારક ઉત્તમ નિમિત્તકારણ છે, પરંતુ તેનું સેવન કરતી વખતે તમારા આત્મામાં ઉપાદાનરૂપે રત્નત્રયી આદિ ભાવતીર્થ પેદા થવું જ જોઈએ.
સભા : આત્મામાં ભાવતીર્થનું સંયોજન ઘરમાં બેઠાં-બેઠાં થતું હોય તો ?
સાહેબજી : અરે ! તમને હોટલમાં થતું હોય તોપણ અમને શું વાંધો છે ? દેરાસરમાં નથી થતું એ હકીકત છે. દેરાસરમાં પણ મન શુભભાવમાં એકાકાર, નથી કરી શકતા અને ખાલી વાયડી વાતો કરો તેનો શું મતલબ ? આ રીતે નિમિત્તને ઉડાવનારે વિચાર કરવાનો કે મને નિમિત્તની કેટલી બધી અસર થાય છે ? ઘણા શ્રાવકો કહે છે કે અમારે ટી.વી. જોવાની બાધા છે; પરંતુ ઘરમાં છોકરાઓ જુએ તેથી સ્વીચ દબાવી ચાલુ કરે, પછી અમારું મન પણ १. यस्य-मुमुक्षोजीवस्य यत्र गुणलाभो-ज्ञानादिगुणावाप्तिः क्षेत्रे-गजाग्रपदकादौ जायते। कुत इत्याह- 'कर्मोदयादिहेतुतः' कर्मणः-सद्वेद्यादेः शुभस्योदयो-क्पिाकः, आदिशब्दाद् अशुभस्य घातिकर्मादेः क्षय-क्षयोपशमोपशमा गृह्यन्ते, कर्मोदयादीनां हेतुः-कारणं क्षेत्रमेव तस्मात् कर्मोदयादिहेतुतः सकाशात्। किमित्याह-तस्य तत्, किलेति आप्तप्रवादसूचनार्थः, तीर्थं व्यसनसलिलतरणहेतुः सम्पद्यते।
(૩પશપ મહાપ્રન્ટ, સ્નો-૨૨૨, ટીવા) २. छट्टेणं भत्तेणं अपाणेणं, तु सत्त जत्ताईं। जो कुणई सेत्तुंजे, तईय भवे लहई सो मुक्खं ।।१८।।
(શત્રુનવયુવકના મૂત) ૩. ચિત્ર લિખિત નારી જોવંતા, વાધે કામવિકાર, તિમ જિન પ્રતિમા મુદ્રા દેખી, શુદ્ધ ભાવ વિસ્તાર. ૧૯.
(જશવંતસાગરજી કૃત પ્રતિમા સ્થાપન સઝાય)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org