________________
આલંબનદ્રવ્યતીર્થ
પાંચે-પાંચ ભાવતીર્થ આત્માસ્વરૂપ છે, ગુણમય છે, જીવંત છે, ચૈતન્યયુક્ત છે; તેથી તે ઉપાદાનકારણ બને. જ્યારે દ્રવ્યતીર્થ જડ છે, પવિત્ર છે, તારક છે, સહાયક છે; તેથી જ તે સામગ્રી બની શકે, પરંતુ ઉપાદાન ન બની શકે, ઉપાદાન તો ચેતન જ બને.
૨૦૪
સભા : પહેલાં ત્રણ ભાવતીર્થ વ્યવહારનયનાં છે, છતાં તે પણ ઉપાદાનકારણ ?
સાહેબજી : વ્યવહારનયનાં છે, માટે જ તેને ઉપાદાનકારણતુલ્ય કહ્યાં; જ્યારે છેલ્લાં બે ભાવતીર્થ નિશ્ચયનયનાં છે, તેથી તે સાક્ષાત્ ઉપાદાનકારણ છે. વળી નિક્ષેપાની અપેક્ષાએ વિચારીએ તો ભાવનિક્ષેપાને નિશ્ચયનય માને છે, તેથી પાંચે-પાંચ ભાવતીર્થ નિશ્ચયનયનાં છે. મૂંઝાવાની જરૂ૨ નથી. આ જૈનશાસનનો નયવાદ છે. જે તે તે નયોના દૃષ્ટિકોણ સમજી શકે તે જ જૈનશાસનને યથાર્થ ઓળખી શકે. જિનવચનને મર્મથી સમજવા સ્યાદ્વાદદષ્ટિ અને સિદ્ધાંતબોધ મનમાં પેદા થવો જરૂરી છે. તે સિવાય વર્ષોનાં વર્ષો સુધી ભણો તોપણ ખબર ન પડે. કાશીના બહુ મોટા પંડિતે મને કહેલું કે આપનાં શાસ્ત્રોમાં શું છે, તે જ ખબર નથી પડતી; કારણ કે એક ઠેકાણે એક વસ્તુને પાપ કહે, બીજે ઠેકાણે તે જ વસ્તુને પુણ્ય કહે. એક ઠેકાણે કહે કે પુણ્ય-પાપ બંને છોડવા જેવાં છે, જ્યારે બીજે કહે કે તીર્થંકરનામકર્મ આદિ પુણ્યકર્મ બાંધવા જેવાં છે. અપેક્ષાઓ સમજનાર જ આ રહસ્ય પકડી શકે. નયવાદ સમજ્યા વિના જૈનશાસ્ત્રો વાંચનાર ગુલાંટ જ ખાધા કરે. આ શાસનને સમજવા અનેકાંતદૃષ્ટિ જોઈએ.
દ્રવ્યતીર્થ અને ભાવતીર્થની પરસ્પર તુલના કરીએ તો ભાવતીર્થ જ જીવંત છે, તેથી ઉપાદાનકારણ છે. મોક્ષનું ઉપાદાનકારણ હંમેશાં ચેતનસ્વરૂપ જ હોય; કારણ કે મોક્ષ એ આત્માની ઉત્કૃષ્ટ વિકસિત અવસ્થા છે. શુદ્ધ ચૈતન્યમય આત્મા તે જ મોક્ષ છે. તેથી તેવા મોક્ષરૂપી કાર્યનું અન્વયીકારણ પણ નિયમા ચેતન જ હોય. ઉપાદાનકારણ કાર્ય સાથે સંગત થાય, કાર્યની પ્રકૃતિને અનુરૂપ થાય, તેવું જ હોય. ચેતન એવા મોક્ષનું ઉપાદાનકારણ પણ ચેતન એવો આત્મા જ હોય.
પાત્ર જીવ કે જેનું ઉપાદાન નિર્મળ છે, તેને પણ તરવાં જે નિમિત્તસામગ્રી જોઈએ તે તમામ પ્રભુનું આપેલું દ્રવ્યતીર્થ પૂરી પાડે છે. તીર્થંકરોથી વારસામાં મળેલા દ્રવ્યતીર્થના મુખ્ય બે વિભાગ આલંબન અને ઉપકરણ છે. આ જગતમાં પવિત્ર આલંબનો પણ અતિદુર્લભ છે, ઘણા પુણ્યના યોગથી જીવને પ્રાપ્ત થાય છે. તેમાં પણ જિનશાસનનાં આલંબનોની પવિત્રતા ઘણી ઉચ્ચ સ્તરની છે. અરે ! એક જિનમંદિર કે ઉપાશ્રય લો, તો ત્યાં પણ ધર્મસ્થાનક તરીકેના એટલા કડક નીતિ-નિયમો પળાતા હોય છે કે કોઈપણ પ્રકારની સાંસારિક પાપપ્રવૃત્તિ ત્યાં allowed જ હોતી નથી. અરે ! મનથી પણ ત્યાં પાપનો વિચાર કરવો તે ધાર્મિક શિસ્તભંગ
१. जिणपडिमा वि तयंगं सकहाइ अत्थि जत्थ तट्ठाणे । अच्छरसाहिं समं चिय कुणंति कीहुं न सुरनिवहा । । ३२० ।। आसायणपरिहारो जिणप्पइकस्स किं पुण जिणाणं । तस्सासायणरूवं पावं पावा कुणंति नरा । । ३२१ । ।
(संबोधप्रकरणम् देवस्वरूप अधिकार)
* घरजिणहरजिणपूया, वावारच्चायओ निसीहितिगं, अग्गद्दारे मज्झे, तइया चिईवंदणासमए । । ८ । ।
Jain Education International
For Personal & Private Use Only
(देवेन्द्रसूरिजीकृत चैत्यवंदनभाष्य, मूल)
www.jainelibrary.org