________________
આલંબનદ્રવ્યતીર્થ
૨૦૫ કે આશાતના ગણાય છે. આથી ધર્મસ્થાનકોનું વાતાવરણ બીજા સ્થાનકોના વાતાવરણથી આપમેળે જુદું તરી આવે. તેમાં પણ મહાસાધકોથી વાસિત થયેલી તીર્થભૂમિઓ ઘણી વધારે પાવનશક્તિ ધરાવે છે, અને કલ્યાણકભૂમિઓ તો સર્વશ્રેષ્ઠ છે. તેમાં પણ નિર્વાણ કલ્યાણકની ભૂમિ ઉત્કૃષ્ટ ગણાય. વિશ્વમાં એવી ભૂમિની તોલે બીજી કોઈ જડ વસ્તુ પવિત્રતામાં હરિફાઈ ન કરી શકે.
સભા : તીર્થકરોના દેહ તેનાથી વધારે શ્રેષ્ઠ આલંબન ન કહેવાય ?
સાહેબજી : હા, ચોક્કસ કહેવાય. તેમના પણ નિર્વાણ પામ્યા પછીના નિચ્ચેષ્ટ દેહ આલંબનરૂપ દ્રવ્યતીર્થમાં જ આવે, પણ તે લાંબો સમય રાખી નહીં શકાય.
સભા : દાઢા વગેરે રાખી શકાય ?
સાહેબજી : હા, પરંતુ તે સૌભાગ્ય મહાપુણ્યશાળી ઇન્દ્રો આદિનું હોય છે. તીર્થકરોના દેહ, ગણધરોના દેહ, મહામુનિઓના દેહ, સદ્ગુરુઓના દેહ, તે બધાં આલંબન દ્રવ્યતીર્થરૂપ જ છે; તેની પણ જૈનશાસનમાં પૂજા છે. તીર્થકરો નિર્વાણ પામે ત્યારે ઇન્દ્રો આવીને તેમના દેહને પૂજે છે; કેમ કે તેમના દેહતુલ્ય પાવન પરમાણુઓ તો આ જગતમાં ક્યાંય નથી. છતાં સમગ્ર દેહ દીર્ઘકાળ ટકતો નથી. પુદ્ગલનો સ્વભાવ જ એવો છે કે સડન-પાન થઈ નાશ પામી જાય. શરીર નાશધર્મા જ છે, છતાં ઉત્તરકાર્ય પૂર્વે તેમના દેહનું આલંબનસ્વરૂપે દર્શન-પૂજન છે જ. આપણે ત્યાં પવિત્ર ગુરુઓ પણ કાળ કરી જાય તો તેમનાં દર્શન-પૂજન થાય છે; કારણ કે તેમનો દેહ પવિત્ર ભાવોથી વાસિત થયેલા અણુઓરૂપ છે. તીર્થંકરો નિર્વાણ પામે પછી દેહનો અગ્નિસંસ્કાર થવાથી પ્રગટેલ ભસ્મનાં પવિત્ર રજકણો લેવા, દેવો અને મનુષ્યોમાં એટલી પડાપડી થાય છે કે તે જગ્યા પર ખાડો પડી જાય છે. દેહના મુખ્ય-મુખ્ય અવશેષો તો ઇન્દ્રો વગેરે V.J.P. દેવતાઓ જ લઈ જાય છે. તેઓ પણ તે દાઢા વગેરેને અતિપવિત્ર માને છે અને દેવલોકમાં રત્નોના દાબડાઓમાં સ્થાપિત કરીને અસંખ્ય કાળ સુધી પૂજે છે. તે પણ પવિત્ર १. प्रतिमावत् पूजयितुं, स्वविमाने पुरन्दरः। अग्रहीदुपरितनी, दंष्ट्रां वामेतरां प्रभोः ।।५५३।। ईशानोऽप्युपरितनी, तदंष्ट्रां दक्षिणेतराम्। अधस्तनीं दक्षिणां तु, चमरेन्द्र उपाददे।।५५४ ।। बलिर्वामामधोदंष्ट्रां, जग्राहान्येऽतु वासवाः । शेषदन्तान् નવકનોડજો, નJદુ: કીવસન 7ાા વધTI ... વેવિ તુ નમસ્યાનો, મવચા મર્મા વન્તિ તત: પ્રકૃતિ ગાતાર, તાપસી મમમૂષUT: Tધ૬IT.... રૂદ્રા: સ્વસ્વવમાનેષ, સુધર્માય વ પર્ષવા ધમાનવવસ્તષ્પ, વૃત્તવત્રસમુદ્દા . न्यवेशयन् स्वामिदंष्ट्रा, आनर्चुश्च निरन्तरम्। तासां प्रभावात् तेषां च, सदा विजयमङ्गले।।५६५।।
(ત્રિષષ્ટિશતાવાપુરુષવરિત્ર પર્વ-૨, સf-૬) ૨. વિણ વાંકે કાંઇ વિસારીયા, તેં તોડ્યા હો પ્રભુ પ્રેમના ત્રાગ કે, ઇન્દ્ર ભરતને બુઝવે, દોષ મ દીયો હો એ જિન વીતરાગ કે. ૮. 'શોક મુકી ભરતેસરૂ, વાર્દિકને હો વલી દીધો આદેશ કે, શુભ કરો જિણ થાન કે, સંસ્કારો હો તાતજી રીસહસ કે. ૯.
(ભાણવિજયજી કૃત અષ્ટાપદજીનું સ્તવન) ૩. જિન-પ્રતિમા જિન-દાઢા પૂજા, નિતિ હિતકરણ ભાખી રે; સૂરિઆભ સુરનેં ઇહાં જોયો, રાયપાસેથી સાખી ૨. સત્ત૨૮ ૩
(ઉપા. યશોવિજયજી કૃત જિનપ્રતિમા સ્થાપના સ્વાધ્યાય, સ્વાધ્યાય-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org