________________
૨૦૨
આલંબનદ્રવ્યતીર્થ
copy તેમના જેવા જ બનવાનું છે. વાસ્તવમાં આ ઉપાદાનકારણના ફળમાં રૂપાંતર જેવી જ પ્રક્રિયા છે, તેથી તેને ઉપાદાનકારણ કહ્યું.
ભગવાન પાસે જાઓ ત્યારે મનમાં થવું જોઈએ કે આ ભગવાન જેવા છે તેવા જ મારે થવું છે. તેમનામાં જે છે તે મારે પામવું છે. ગુરુ પાસે જાઓ ત્યારે થવું જોઈએ કે એમનામાં જે છે, તે મારામાં નથી, તેથી તે મારાથી ગુરુ (ઊંચા) છે. એમની ઉપાસના કરી એમનામાં જે છે અને એમની પાસે જે છે તે જ મારે મેળવવું છે. ગુરુની આરાધના કરીને સ્વયં ગુરુસ્વરૂપે થવું છે. તેથી આલંબનકારણભૂત ગુરુ ઉપાદાનકારણ જેવા જ બન્યા કહેવાય; જેમ માટી ઘડારૂપે પરિણમન પામે છે માટે માટી ઉપાદાનકારણ છે, તેમ મારો કે તમારો આત્મા દેવગુરુમાં તન્મય થઈ તેમના આલંબનથી દેવ-ગુરુસ્વરૂપે બનવા માંગે છે. તેથી દેવ-ગુરુ ઉપાદાનકારણની ગરજ સારે છે. પરમાત્માને બરાબર સેવો, તેમાં એકરૂપ થાઓ, અભેદ પ્રણિધાન કરો, તો જ પરમાત્મસ્વરૂપ બનાય છે. ટૂંકમાં, એકરૂપ થયા પછી મોક્ષરૂપે convert (પરિણમન) થવાય છે. તેથી દેવ-ગુરુ ઉપાદાનકારણતુલ્ય કહ્યા છે.
નિમિત્તકારણ ?
જ્યારે દ્રવ્યતીર્થ અને તેના તમામ વિભાગો નિમિત્તકારણની કક્ષામાં આવે છે. નિમિત્તકારણને વ્યવહારનય અને ઉપાદાનકારણને નિશ્ચયનય સ્વીકારે છે. તત્ત્વ ઉપાદાનકારણમાં સમાયેલું છે, સામગ્રી નિમિત્તકારણમાં સમાયેલી છે. બંનેનો મેળ ખાય ત્યારે જ મોક્ષરૂપી ફળ સિદ્ધ થાય. એકલા ઉપાદાનથી કે એકલા નિમિત્તથી મોક્ષ થઈ જશે, તેમ ન બોલાય. બંનેનો સુમેળ થાય ત્યારે જ મોક્ષ થાય. હા, કોઈ વાર નિમિત્તકારણ સાવ ગૌણ હોય, અને ઉપાદાન જ પ્રધાન હોય; જ્યારે કોઈ કિસ્સામાં નિમિત્તકારણ પ્રધાન હોય, ઉપાદાન ગૌણ હોય, તે બની શકે; પરંતુ ફળસિદ્ધિ તો બંનેના સુયોગથી જ થાય.
સભા : મરુદેવામાતા તો નિમિત્તકારણ વિના જ તર્યા ને ?
સાહેબજી : ના, સંપૂર્ણ નિમિત્તકારણ વિના કદી કોઈ તરી શકે જ નહિ. તેમના કિસ્સામાં નિમિત્તકારણ ગૌણ છે, એટલે વિવક્ષા ન કરી. બાકી તો તેમને પણ સમવસરણમાં બિરાજમાન, १. शृण्वन्त्यास्तां गिरं देव्या मरुदेव्या व्यलीयत। आनन्दाश्रुपयःपूरैः पङ्कवत् पटलं दृशोः ।।२२९ ।। साऽपश्यत्तीर्थकृल्लक्ष्मीं तस्याऽतिशयशालिनीम्। तस्यास्तद्दर्शनानन्दस्थैर्यात् कर्म व्यशीर्यत ।।२३० ।। भगवद्दर्शनानन्दयोगस्थैर्यमुपेयुषी। केवलज्ञानमम्लानमाससाद तदैव सा।।२३१।। करिस्कन्धाधिरूढैव प्राप्तायुःकर्मसङ्कया। अन्तकृत्केवलित्वेन निर्वाणं मरुदेव्यगात्।।२३२।।
(યોજાશાસ્ત્ર-૨, પ્રશ-૨, સ્નો-૨૦, ટીવા) * शृण्वत्यास्तत् ततो देव्या, मरुदेव्या व्यलीयत। आनन्दाश्रुपयःपूरैः, पङ्कवन्नीलिका दृशोः । ।५२७ ।। साऽपश्यत् तीर्थकल्लक्ष्मी, सूनोरतिशयान्विताम्। तस्यास्तद्दर्शनानन्दात्, तन्मयत्वमजायत।।५२८ ।। साऽऽरुह्य क्षपकश्रेणिमपूर्वकरण
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org