________________
આલંબનદ્રવ્યતીર્થ
૧૯૩
સદ્ગુરુ હાજર હોય તેને નમસ્કાર પણ ન કરે. શાસ્ત્ર કહે છે કે જે જીવંતતીર્થની ઉપેક્ષા કરે છે તેને સ્થાપનાતીર્થ-દ્રવ્યતીર્થ ફળવાનું નથી. આ તો તમારી mentality; analysis કરું છું. (માનસનું વિશ્લેષણ કરું છું.) વર્તમાનમાં કહેવાતો જૈનવર્ગ છે, જે માર્ગ ભૂલ્યો છે, તેમાં તમે ન ફસાઓ માટે કહું છું. જેમ આલંબનરૂપ દ્રવ્યતીર્થનો શાસનમાં ઉચ્છેદ કરનારા માર્ગ ભૂલ્યા છે, તેમ ભાવતીર્થની હાજરી છતાં અવગણના કરનાર પણ માર્ગ ભૂલ્યા છે. ભાવતીર્થની જરા પણ આશાતના બોધિદુર્લભતાનું કારણ છે, જેને શાસ્ત્રમાં ઘોર પાપ કહ્યું છે. જેને સદ્ગુરુઓ કે શાસ્ત્રજ્ઞાન ગમે નહીં તેને ભાવતીર્થ ફાવે નહીં.
સભા : એકલું દ્રવ્યતીર્થ તારી શકે ? સાહેબજી : ના, ન તારી શકે. સભા : ભાવતીર્થની અવગણના કરવાનો અમારો ભાવ નથી.
સાહેબજીઃ હા, અવગણનાનો ભાવ નથી, માત્ર વર્તન જ છે. આ તો કોઈને લાફો મારીને પછી કહો કે મારવાનો ભાવ નથી, આ તો જરાક વર્તન થઈ ગયું. શાસ્ત્રમાં ઉપેક્ષાને પણ મોટી-ઘોર આશાતના કહી છે. ગુણિયલની ઉપેક્ષાથી પણ ઘણા અંતરાય આદિ કર્મો બંધાય છે. અત્યારે જૈનોમાં દસ ટકા વર્ગ પણ સદ્ગુરુઓના પરિચયમાં આવતો નથી. જિનમંદિર આદિમાં પૂજા કરનાર કે તીર્થયાત્રામાં જનાર જૈનોમાં નેવું ટકા વર્ગને શાસ્ત્રજ્ઞાન કે સગુરુની જરૂર જ નથી. “ભગવાનની પૂજા-ભક્તિ કરીએ, એટલે આપણને ભગવાન મળી ગયા. તીર્થયાત્રાઓ કરીએ એટલે આપણાં પાપ ખપી જાય.” આવો મનમાં ખ્યાલ છે. વળી જિનવાણીશ્રવણ માટે વ્યાખ્યાન-વાચનામાં તો પાંચ ટકા વર્ગ પણ આવતો નથી. સંઘોમાં પર્યુષણ પછી વ્યાખ્યાનો જ ઓછાં થઈ જાય છે, કેમ કે શ્રુતજ્ઞાનની અપેક્ષા નથી. સીધાં શાસ્ત્રો ભણવાં નથી, સદ્ગુરુઓ પાસેથી તૈયાર મળતું હોય તો તે પણ જોઈતું નથી. ભાવતીર્થની બહુ અપેક્ષા જ નથી. પણ ભૂલી જાય છે કે ભાવ ભળે તો દ્રવ્યતીર્થ તારી શકે, એકલું દ્રવ્યતીર્થ નિષ્ફળ છે. દ્રવ્યતીર્થનું લક્ષ્ય-સાધ્ય ભાવતીર્થ જ છે.
સભા : ભાવતીર્થનું અજ્ઞાન હોય તો ?
સાહેબજી : અજ્ઞાન license (પરવાનો) નથી. અજ્ઞાનથી સીડી પરથી પડશો તો કેડ નહીં ભાંગે ? જેણે અજ્ઞાનને માફીપત્ર માન્યું તે બમણો કુટાશે.
સભા : દ્રવ્યતીર્થ સિદ્ધગિરિ તો એક વાર યાત્રા કરે તેને નક્કી તારે.
સાહેબજી : ભાવ વિના એકલા દ્રવ્યતીર્થથી તરે એવું ક્યાંય કહ્યું નથી. વળી, અભવી સિદ્ધગિરિની યાત્રા ન પામે, પરંતુ યાત્રા કરવાથી અભવી ભવી બને છે તેવો અર્થ નથી. તમે १. तित्थयर पवयणं सुअं, आयरिअं गणहरं महिड्डीअं। आसायंतो बहुसो, अणंतसंसारिओ होति।।४२३ ।।
(ઉપદેશપ, સ્નોફ્ટ-૪૨૩, મૂત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org