________________
આલંબનદ્રવ્યતીર્થ
૧૯૭
ત્યાંની ભૂમિની પૂજાનો પણ વધારે મહિમા છે. કોઈ કહે કે તબિયત સારી નથી, તેથી શત્રુંજય ૫૨ દાદાનાં દર્શને નથી જઈ શકાતું, તો તેને પણ અમે કહીએ કે તળેટીની સ્પર્શના કરો. ગિરિરાજની પૂજા-ઉપાસના-ભક્તિ કરો તોપણ ઉત્તમ લાભ છે.
સભા : ત્યાંના કાંકરા અહીં લાવીને મૂકીએ તો ?
સાહેબજી ઃ તમને ઊંધું જ સૂઝે છે. ત્યાંનો કાંકરો અવશ્ય પવિત્ર છે, પરંતુ સંગઠિત સમૂહમાં જે વાતાવરણ હોય તે તમે વિઘટિત કરો તો પ્રભાવ ઘટે. Concentrationથી (સઘનતાથી) ત્યાં જે ભૂમિનો લાભ છે, તે અહીં એક કાંકરો લાવવામાં શક્ય નથી. મહિમા scientific (વૈજ્ઞાનિક ધોરણે) છે, કલ્પનાથી નથી. તમે જે વિચારો છો તે વિચારથી તમારું મનોદ્રવ્ય, અને આજુબાજુ વાતાવરણના અણુ-પરમાણુ વાસિત થાય છે. તમારું મનોબળ તો સાવ મામૂલી છે, જ્યારે જે સાધકો મોક્ષે જાય છે તેમનું મનોબળ ખૂબ નિશ્ચલ હોય છે. વિશ્વની કોઈ મહાસત્તા ડગાવી ન શકે તેવું તેમનું ઉત્કૃષ્ટ મનોબળ હોય છે, વળી તે પણ પાછું શુભ હોય છે. આવું શુભ મનોબળ જેટલું વધારે powerful, (દઢ) એટલો તેના ભાવોનો વાતાવરણ પર પ્રભાવ દૃઢ પડે. આનો પ્રત્યક્ષ પુરાવો હિપ્નોટિઝમની પ્રક્રિયા છે. નબળા મનોબળવાળા ૫૨ શક્તિશાળી મનોબળવાળાનો પ્રભાવ ચોક્કસ પડે છે. `તેથી શુભની અપેક્ષાથી મનોભાવોને બદલવા પાવન તીર્થભૂમિઓમાં તીર્થસ્પર્શના-ઉપાસના છે. તેથી જેટલી પવિત્રતાની સઘનતા, તેટલી ત્યાં જવાથી ભાવવિશુદ્ધિ વધારે શક્ય બને, જે કાંકરો લાવવાથી ન બને.
આવી તીર્થભૂમિઓ આપણે પેદા ન કરી શકીએ, માત્ર વારસામાં જે મળી છે તેને સુરક્ષિત રાખી ઉપાસના દ્વારા લાભ લઈ શકાય. નવી કલ્યાણકભૂમિ સર્જવા તો નવા તીર્થકર પેદા કરવા પડે, જે શક્ય નથી. તેથી આ શ્રીસંઘનો અમૂલ્ય વારસો છે. અરે ! હાલનો ચતુર્વિધ શ્રીસંઘ આખો ભેગો થાય, તોપણ આવી નવી તીર્થભૂમિ પેદા ન કરી શકે. તીર્થભૂમિઓનો કેટલોક વા૨સો તો પ્રભુ મહાવીરથી નહીં, પરંતુ છેક ભગવાન આદિનાથના શાસનથી આપણને મળેલ છે. અષ્ટાપદજી, સમેતશિખરજી આદિ તીર્થ પણ પ્રભુ ઋષભદેવના સમયથી પૂજાય છે. આ વિશ્વમાં પવિત્રતાની દૃષ્ટિએ સૌથી વધારેમાં વધારે મૂલ્ય આ તીર્થભૂમિઓનું છે, જેમની તોલે બીજું કોઈ આવે નહીં. આ તીર્થભૂમિઓની પવિત્રતાને જાળવી રાખવાની તે તે કાળના શ્રીસંઘની કાયમ જવાબદારી હોય છે. શાસ્ત્રોમાં તીર્થ, તીર્થયાત્રા, તીર્થરક્ષા આદિનો ખૂબ-ખૂબ १. संकाइसल्लपडिपेल्लणेण, सइ दंसणं विसोहेज्जा । तह जिणजम्मणठाणाइदंसणेणं जओ भणियं । । १७ ।। जम्मणनिक्खमणाइसु, तित्थयराणं महाणुभावाणं । एत्थ किर जिणवराणं, आगाढं दंसणं होई । । १८ ।।
(मुनिचन्द्रसूरि विरचितम् उपदेशामृतकुलकम्)
૨. સમ્મેતશિખરિગર ભેટીએ રે, મેટવા ભવના પાશ; આતમસુખ વરવા ભણી રે, એ તીરથ ગુણનિવાસ રે. ભવિયા સેવો તી૨થ એહ, સમ્મેતશિખર ગુણગેહ રે. ૧. .. સમકિતયુત જાત્રા કરે રે, તો શિવહેતુ થાય; ભવહેતુ કિરિયા ત્યાગથી રે, આતમગુણ પ્રગટાય રે. ૬.
(જ્ઞાનવિમલસૂરિજી કૃત સમ્મેતશિખરગિરિતીર્થનું સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org