________________
૧૯૮
આલંબનદ્રવ્યતીર્થ મહિમા દર્શાવ્યો છે. આ તીર્થોને જે પ્રવાસધામો કે હરવા-ફરવાનાં સ્થાનો માને છે, તે ઘોર આશાતના કરે છે.
સભા : દ્રવ્યશ્રુત (શાસ્ત્ર) કરતાં આવા દ્રવ્યતીર્થનું વધારે મહત્ત્વ ? સાહેબજી : બંનેનું મહત્ત્વ છે. દ્રવ્યશ્રુતમાં માર્ગદર્શકતા છે, આવા દ્રવ્યતીર્થમાં પાવનતા છે. સભા : તીર્થભૂમિ પરના વાતાવરણને વર્ષો જતાં હવામાનની અસર ન પડે ?
સાહેબજી : ગમે તેટલું થાય તોપણ, તે મહાસાધકોનાં મનોવર્ગણાનાં પુદ્ગલો ત્યાં વાતાવરણમાં અસંખ્ય વર્ષો સુધી રહે, તેમ જૈન પદાર્થવિજ્ઞાન કહે છે. જૈનધર્મનું મનોવિજ્ઞાન ભણ્યા હોય તો ખ્યાલ આવે કે વ્યક્તિના ભાવોથી વાસિત થયેલું મનોદ્રવ્ય વાતાવરણમાં સ્વતંત્ર વીખરાયેલું માન્યું છે. આ મનોદ્રવ્ય વ્યક્તિના ભાવો પર અસર કરવામાં જબરદસ્ત નિમિત્તકારણ છે. હાલમાં આપણી પાસે જેટલાં તીર્થો છે, તેમાં સૌથી top most વારસારૂપે શાશ્વત શ્રી સિદ્ધગિરિજી છે, અને બીજા નંબરમાં શ્રી સમેતશિખરજી છે. જોકે આ અવસર્પિણીનાં કલ્યાણકોની અપેક્ષાએ top most શ્રી સમેતશિખરજી છે; કેમ કે ત્યાં આ ચોવીશીના વિશે તીર્થંકર પરમાત્માનાં નિર્વાણ કલ્યાણક થયાં છે. શ્રી સિદ્ધગિરિજી પર આ ચોવીશીના એક પણ તીર્થકરનું કલ્યાણક નથી. આ વારસો પવિત્રતાની દૃષ્ટિએ unparallel (અજોડ) છે. જૈનધર્મમાં તીર્થભૂમિની વ્યાખ્યા પણ તર્કસંગત છે, ગમે તેને તારક તીર્થ નથી સ્વીકારાયું.
સભા : તીર્થકરોનાં કલ્યાણકો થયાં તે જ આ ભૂમિ છે, તેનો પ્રત્યક્ષ પુરાવો શું ?
સાહેબજી : પ્રત્યક્ષ પુરાવા માટે તો વ્યક્તિને ફરી જીવતો કરવો પડે, જે તીર્થકરો પણ ન કરી શકે. તીર્થકરને પણ કોઈ પૂછે કે લાખ વર્ષ પહેલાં તે જીવ મોક્ષે ગયો તેનો પ્રત્યક્ષ પુરાવો શું ? તો તેઓ પણ તેને પાછો લાવી મોક્ષે જતો બતાવી ન શકે. કાળ અને ક્ષેત્રથી દૂરવર્તી વસ્તુના કદી પ્રત્યક્ષ પુરાવા ન હોય, વર્તમાન જ પ્રત્યક્ષ હોય. ભૂતકાળ પ્રત્યક્ષ થાય નહીં, પ્રત્યક્ષ થાય તો તે ભૂતકાળ કહેવાય નહીં. તમને દેશ-કાળના સિદ્ધાંત પણ ખબર નથી. હા, એમ પૂછો કે અહીં ભૂતકાળમાં તીર્થકર આવ્યા છે તેનો પ્રમાણભૂત કોઈ અણસાર ખરો ? તો અમે કહીએ કે શાસ્ત્ર એ જ પહેલો મોટામાં મોટો પુરાવો છે. બીજા પુરાવા તરીકે ઐતિહાસિક શિલાલેખો, તામ્રપત્રો વગેરે મળી આવે છે. કોઈ તીર્થમાં એક હજાર વર્ષ પહેલાંનો શિલાલેખ મળી આવે, તો તે તીર્થ એક હજાર વર્ષ પહેલાં હતું, તે સાબિત થાય છે. તેમ શિલાલેખ બે હજાર વર્ષ પહેલાં શાસ્ત્રમાં લખેલા વર્ણન બતાવે, તેનો અર્થ તે શાસ્ત્ર બે હજાર વર્ષ પહેલાનું १. पदार्थः प्रतिपाद्यते-तत्र औदारिकग्रहणाद् औदारिकशरीरग्रहणयोग्या वर्गणाः परिगृहीताः, ताश्चैवमवगन्तव्याः-इह वर्गणाः सामान्यतश्चतुर्विधा भन्ति, तद्यथ -द्रव्यतः क्षेत्रतः कालतः भावतश्च, तत्र द्रव्यत एकप्रदेशिकानां यावदनन्तप्रदेशिकानां, क्षेत्रत एकप्रदेशावगाद' नां यावदसं व्येयप्रदेशावगाढानां, कालत एकसमयस्थितीनां यावदसंख्येयसमयस्थितीनां, भावतस्तावत् परिस्थूरन्यायमङ्गकृत्य कृष्णानां यावत् शुक्लानां सुरभिगन्धानां दुरभिगन्धानां चर, तिक्तरसानां यावन्मधुररसानां ५, मृदूनां यावद्रूक्षाणः। ८ गुरुलघूनामगुरुलघूनां च, एवमेता द्रव्यवर्गणाद्या वर्गणाश्चतुर्विधा भवन्ति।
(ાવ નિવૃત્તિ પુર્વ માણ માન-૨, સ્નો-૩૬, ટા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org