________________
આલંબનદ્રવ્યતીર્થ
૧૯૧ મળ્યાં છે, જે જગતમાં અજોડ છે. તે પણ આ વંશપરંપરામાં આવવાથી જ મળ્યાં છે. આ ઉપકરણો પણ આરાધનાનાં સાધન હોવાથી પવિત્ર છે. તેનામાં પણ નિમિત્તકારણરૂપે તારવાની શક્તિ સમાયેલી છે, તેથી તે પણ તારક તીર્થનું એક ઘટક જ છે. ઉપકરણો અને આલંબન બંને દ્રવ્યતીર્થ છે; કેમ કે જે ભાવનું સાધન હોય તે દ્રવ્ય કહેવાય અથવા ભાવતીર્થનાં સહાયક આ આલંબન અને ઉપકરણો છે, તેથી તે દ્રવ્યતીર્થ થયાં. આ દ્રવ્યતીર્થનો મહિમા પણ જુદાં જુદાં પાસાંથી સમજવા જેવો છે.
૧ભાવતીર્થ પણ તરવા માટે જેનું અવલંબન લે છે, અને જેની ઉપાસનાથી તરે છે, તેવી વસ્તુને આલંબનરૂપ દ્રવ્યતીર્થ કહ્યાં. ગીતાર્થ ગુરુઓ પણ તીર્થો, જિનમંદિરો, શાસ્ત્રગ્રંથો આદિનું આલંબન લે છે, અરે ! તેને નમસ્કાર કરે છે, ભક્તિ-ઉપાસના કરે છે. ઉત્કૃષ્ટ ચૌદપૂર્વના સ્વામી, ચાર જ્ઞાનના ધણી, શ્રેષ્ઠ ભાવતીર્થ સ્વરૂપ ગૌતમ મહારાજા પણ સાક્ષાત્ ભાવતીર્થકર વિરપ્રભુ મળ્યા પછી પણ, દ્રવ્યતીર્થ સ્વરૂપ અષ્ટાપદજીની યાત્રાએ જવાનો અભિલાષ કરે છે, અને પોતાના શીઘ્ર હિત માટે વિરપ્રભુની સંમતિથી ભાવપૂર્વક અષ્ટાપદજીની યાત્રા કરી પણ છે. અરે ! ત્યાં યાત્રા કરતાં ગૌતમ મહારાજાને અપૂર્વ હર્ષ થવાથી તે રમણીય તીર્થમાં રાત્રિ પણ રોકાયા છે. તે જ રીતે પ્રથમ તીર્થંકર ઋષભદેવના પટ્ટધર પુંડરીકસ્વામી પોતે પણ ઉત્તમ ભાવતીર્થ હોવા છતાં, પ્રભુએ જ તેમને સિદ્ધગિરિરૂપ દ્રવ્યતીર્થનું આલંબન લઈ સાધના કરવાથી તમારું શીધ્ર કલ્યાણ થશે તેમ કહ્યું, અને વિનયી એવા પુંડરીકસ્વામીએ પણ પ્રભુના વચન ૧. જે ગુરુ જંગમ તીર્થ, પાઉધાર્યા સ્થંભતીર્થ; આજ હો તીરથ રે સિદ્ધાચલ જાવા ઉમટ્યા. ૨૯.
(જ્ઞાનવિમલસૂરિચરિત્રરાસ, ઢાળ-૩) ૨ જો અષ્ટાપદ શૈલ, વંદે ચઢીય ચઉ વીસ જિણ, આતમ લબ્ધિ વસેણ, ચરમ શરીરી સોય મુનિ; ઈઅ દેસણ નિસુણેવી, ગોયમ ગણહર સંચલિય, તાપસ પરસએણ, તો મુનિ દીઠો આવતો એ. ૨૫. . કંચનમણિ નિષ્પન્ન, દંડ કળશ ધ્વજ વડ સહિય, પેખવી પરમાણંદ, જિણહર ભરોસર મહિય; નિત્ય નિય કાય પ્રમાણ, ચઉદિસિ સંઠિય જિણહબિંબ, પણમયી મન ઉલ્લાસે, ગોયમ ગણહર તિહાં વસિય. ૨૭.
(શ્રી ઉદયવંત મુનિ કૃત ગૌતમસ્વામીનો રાસ, ઢાળ-૪)
3. युगादौ पुंडरीकस्य, कषायकरिखंडने। गणभृत्पुंडरीकस्य, निर्वृत्त्या यत् पवित्रितम्।।३६।। यच्चानेकजिनैः स्पृष्टं, यत्रासंख्यमहर्षयः । सिद्धिमीयुस्ततश्चैतत्सिद्धिक्षेत्रमिति स्मृतम्।।३७।।
(શ્રાદ્ધવિનત્યસૂત્ર, પ્રશ્નો-૨૮, તેજરિત સ્વોપજ્ઞ ટી) * अन्यतश्च प्रतिष्ठासुरपरेधुर्जगद्गुरुः । गणभृत्पुण्डरीकं तं, पुण्डरीकं समादिशत्।।४२५ ।। महामुने ! प्रयास्यामो, विहर्तुं वयमन्यतः। गिरौ तिष्ठ त्वमत्रैव, मुनिकोटिभिरावृतः ।।४२६।। अथ क्षेत्रानुभावेन, भवतोऽचिरकालतः। ज्ञानं सपरिवारस्योत्पत्स्यते केवलं खलु।।४२७ ।। इहैव शैले शैलेशीध्यानमासेदुषस्तव। परिवारसमेतस्याऽचिरान्मोक्षो भविष्यति।।४२८ ।। तथेति स्वामिनो वाचं, प्रतिपद्य प्रणम्य च। तत्रैव सोऽस्थाद् गणभृत्, सहैव गणकोटिभिः ।।४२९ ।।
(ત્રિષ્ટિશનવાપુરુષત્વરિત્ર પર્વ-૨, ૪-૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org