________________
:
બાલંબનઢધ્યતીર્થ 3 4 5 6 % -
8
as . . . . . . . . -
a - દ્રવ્યતીર્થના બે વિભાગ : (૧) આલંબનરૂપ અને (૨) ઉપકરણરૂપ :
આ શાસનમાં જે દ્રવ્યતીર્થરૂપ જડ વારસો છે, તે પણ richest (સમૃદ્ધમાં સમૃદ્ધ) છે. તેનું પણ મૂલ્ય આંકી શકાય તેમ નથી. આ વારસાના મુખ્ય બે વિભાગ છે : (૧) આલંબનરૂપ દ્રવ્યતીર્થ અને (૨) ઉપકરણરૂપ દ્રવ્યતીર્થ. તેમાં કલ્યાણકભૂમિઓ, સિદ્ધક્ષેત્ર આદિ પ્રાચીન તીર્થો, ભવ્ય પ્રાચીન પ્રતિમાઓ, જિનમંદિરો, ગુરુમૂર્તિઓ, ગુરુમંદિરો, શાસ્ત્રો, ગ્રંથભંડારો, જ્ઞાનમંદિરો; તે બધું ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થ ગુરુ કે ચતુર્વિધ શ્રીસંઘ આદિને પણ તરવા માટેનાં પૂજનીય આલંબનો છે. તે સૌનો વર્તમાનના ભાવતીર્થ ઉપર ઉપકાર છે. અરે ! બીજાને તારનાર ભાવતીર્થને પણ સ્વયં તરવાનું અવલંબન એ દ્રવ્યતીર્થ જ પૂરું પાડે છે. આ શાસનમાં આલંબનો પણ અજોડ છે. જેમ નિર્વિકારી પરમ તત્ત્વને ઓળખાવનાર નિમુદ્રા જ આવી શાંત-સૌમ્યપ્રસન્ન આકારમાં બીજે ક્યાંય નથી, તેમ દરેક આલંબનની વિશેષતા ઓળખવા જેવી છે. આલંબનોની જેમ ઉપકરણોનો પણ વારસો આ શાસનમાં મળે છે. જિનશાસનમાં આવ્યા તેથી ચરવળો, કટાસણું, મુહપત્તિ, પંજણી, દંડાસણ, મોરપિંછી, કળશ, પાટી, પોથી આદિ અનેક જયણા-આરાધનાનાં સાધન-ઉપકરણો મળ્યાં છે. બીજે જન્મ્યા હોત તો આવાં ઉપકરણો પણ ન મળત. અમે અહીં સાધુ બન્યા એટલે સુધર્માસ્વામીના વારસારૂપે અમને આ ઓઘો મળ્યો છે, જે અહિંસાનું શ્રેષ્ઠ સાધન છે. તેમ આ વેશ સાથે સંકળાયેલાં ચારિત્રનાં અનેક અદ્ભુત ઉપકરણો ૧. ધન ધન તે દિન માહરો, જીહાં કીધો ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાલ્યાં દુષ્કૃત કર્મ. ૧. શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર, જુગતે જિનવર પૂજિયા, વળી પોપ્યાં પાત્ર. ૨. પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનહર જિન ચૈત્ય, સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ૩. પડિક્કમણાં સુપરે કર્યા, અનુકંપા દાન, સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ૪. ધર્મકાજ અનુમોદિએ, એમ વારો વાર, શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ૫.
(ઉપા. વિનયવિજયજી કૃત પુણ્યપ્રકાશનું સ્વતન, ઢાળ-૭) ૨ ધ્યાવે થાવર તીર્થને રે, તેજપાલ એક ધ્યાન, સિદ્ધાચલ ગિરનારજી રે, સમેતશીખર બહુમાન રે. ભવિયાં ! વંદો તીરથરાજ, જેહથી સીઝે વંછિત કાજ રે ભ૦ ૧. પાંચ કલ્યાણક ભૂમિકા રે, બહુ મુનિવર નિર્વાણ, પાદુકા પ્રતિમા વંદીએ રે, દેખી તે અહિઠાણ રે. ભ૦ ૨. તેજપાલ ઇમ ચિંતવી રે, હરખ્યો તીરથ કાજ, ધનદત્ત શેઠને વિનવે રે, અનુજ્ઞા દિયો ગુણપાજ રે. ભ૦ ૩.
(દિપવિજયજી કત ગોભદ્રશેઠ તથા શાલિભદ્રની ઋણાનુબંધની સઝાય, ઢાળ-૪) ૩. બૂઝયો પ્રતિમા-દર્શનઈ રે, મુનિવર આદ્રકુમાર; ઉદય પેઢાલો પણમિઈ રે, બીજા અંગ મઝારિ. ૬૮ સોભાગી મુનિ સંભારિઈ સુખ થાઈ. એહનઈં પ્રણમ્યઇ પાપ પલાઈ, સોભાગી મુનિ સંભારિઈ સુખ થાઈ.
(ઉપા. યશોવિજયજી કૃત સાધુવંદના)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org