________________
દ્રવ્યતીર્થનો મહિમા
૧૮૮
છે. જોકે પ્રભુના સમયમાં પણ અલ્પ બોધવાળા સાધુ કે શ્રાવકો લિપિબદ્ધ ગ્રંથના માધ્યમથી જ ધર્મજ્ઞાન સમૃદ્ધ કરતા, પરંતુ તે વ્યક્તિગત હતું. સમગ્ર સંઘનો જાહેર વારસો લિપિબદ્ધ શાસ્ત્રરૂપે પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણના સમયે કરાયો. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે ભાવતીર્થના સંક્રમણમાં દ્રવ્યતીર્થ અનિવાર્ય સાધન છે. કોઈ પૂછે કે ‘તીર્થંકરો ગણધરોને પોતાના મુખ્ય વારસદાર તરીકે વારસામાં શું આપી ગયા' ? તો પવિત્ર તીર્થસ્વરૂપ કલ્યાણકભૂમિઓ; પવિત્રતાના શ્રેષ્ઠ પુંજ સમાન પોતાના દેહના અવશેષો; સિદ્ધગિરિ, અષ્ટાપદ આદિ પાવન તીર્થો; તેના ઉપર પ્રભુના ઉપદેશથી નિર્માણ થયેલાં શ્રેષ્ઠ જિનમંદિરો, જિનપ્રતિમાઓ; શબ્દ દ્વારા પ્રકાશેલી દ્વાદશાંગી કે જે બધું દ્રવ્યતીર્થસ્વરૂપ છે, તે આપી ગયા છે. આ દ્રવ્યતીર્થ જ ચતુર્વિધ શ્રીસંઘને generation to generation pass on થાય છે, (પેઢી દર પેઢી વારસારૂપે અપાય છે,) તે હજારો-લાખોકરોડો પેઢીઓ સુધી ટકવાનું. ઋષભદેવ આદિના શાસનમાં તો અસંખ્ય પેઢી સુધી તે ચાલ્યું. દ્રવ્યતીર્થ જ ભાવતીર્થને ટકાવવાનો પાયો છે. ગણધરોએ પોતાના શિષ્યોને વાણી દ્વારા જ વાચનારૂપે જ્ઞાન આપ્યું, તેમાં તેઓ વ્યવહારનયથી શિષ્યોને જ્ઞાન પ્રગટાવવામાં નિમિત્ત બન્યા. વાસ્તવમાં ગણધરોનું જ્ઞાન તો ગણધરો પાસે જ રહ્યું. ગણધરોના શિષ્યોમાં જો ગણધરોનું જ્ઞાન સંક્રાંત થાય તો ગણધરો અબૂઝ થઈ જાય અને શિષ્યો સમાન જ્ઞાની થાય; પરંતુ નથી તો ગણધરો અબૂઝ થતા કે શિષ્યોમાં ગણધર સમાન જ્ઞાન પ્રગટ થતું. હકીકતમાં વાણીના માધ્યમથી શિષ્યોમાં સ્વક્ષયોપશમ દ્વારા જ ભાવશ્રુત પ્રગટ્યું છે, જેથી તે પણ ભાવતીર્થ બની ગયા. દીવાથી દીવા પ્રગટે છે, તેમ ગણધરોના ભાવશ્રુતના નિમિત્તથી શિષ્યોમાં ભાવશ્રુત પ્રગટે છે. પોતાના આત્માના ગુણ કે દોષ કદી કોઈ સીધા આપી કે લઈ શકતું નથી. ગુણો જેનામાં પ્રગટ્યા છે, તે સ્વયં પામ્યા છે અને પોતે સાથે લઈ જશે. ગણધરો પોતાના ગુણ પોતાની સાથે
લઈને મોક્ષે ગયા છે. શિષ્યોને વારસામાં તો દ્રવ્યતીર્થ આપીને જ ગયા છે.
સભા : તો પછી ગુરુએ આપ્યું શું ? શિષ્યો પોતાના ક્ષયોપશમથી પામ્યા ને ?
સાહેબજી ઃ તો વગ૨ સામગ્રીએ તરી જવું હતું ને ? ‘ગુરુએ કશું આપ્યું નથી, તો ગુરુ વિના કેમ ક્ષયોપશમ ન થયો ? અમારા ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે એક જગાએ ગુરુના ઉપકારોનું વર્ણન કરતાં યોગગ્રંથોની સાક્ષી આપીને ત્યાં સુધી લખ્યું છે કે ગુરુની કૃપાથી કેવલજ્ઞાનરૂપી સૂર્યને પ્રાપ્ત કરાવનારું અનુભવજ્ઞાન પ્રગટે છે !' ગુરુ કશું આપતા નથી તેવું એકાંત નિશ્ચયવાદી થાય તેને જ સૂઝે. પરંતુ એક નય પકડી જૈનશાસનને ખેદાન-મેદાન કરવાનું નથી. આ શાસનમાં દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ બંનેની પોતપોતાના સ્થાને અપાર કિંમત છે.
૧. ગુરુ દીવો રે ગુરુ દેવતા રે લાલ, ગુરુ બંધવ ગુરુ તાત રે સનેહી! ગુરુના છે શુચિ અવદાત રે સનેહી! યોગશાસ્ત્ર અતિ વિખ્યાત રે સનેહી! જેહથી પ્રગટે અનુભવ વાત રે સનેહી! તે તો કેવળ ભાણ પ્રભાત રે સનેહી! ૨.
(ઉપા. યશોવિજયજી વિરચિત જંબુસ્વામી રાસ, ઢાળ-૩૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org