________________
દ્રવ્યતીર્થનો મહિમા
૧૮૭ જીવંત તીર્થ હોવાથી તેની ઉપાસનામાં કમીના નથી રાખવાની. ભાવતીર્થનું શરણું સ્વીકારનારનો, તેને સમર્પિત થનારનો ઉદ્ધાર નિશ્ચિત જ છે; પરંતુ દ્રવ્યતીર્થની પણ ઉપયોગિતા ઓછી નથી.
સભા : ભાવતીર્થરૂપ આત્મા અને આત્માના ગુણો તો શાશ્વત જ છે ને ?
સાહેબજી : ના, મોક્ષ સિવાય આત્મા ક્યાંય શાશ્વત અવસ્થાન પામતો જ નથી. ગમે તેવી ગુણિયલ વ્યક્તિ આ ધરાતલ ઉપર ભાવતીર્થ સ્વરૂપે હોય, પરંતુ આયુષ્ય ક્ષય સાથે વ્યક્તિ ગઈ, એટલે તેમાં રહેલી જીવંત દ્વાદશાંગી, જીવંત રત્નત્રયી કે જીવંત ધર્માનુષ્ઠાન પણ અહીંથી ગયાં. તેથી જ જીવંત તીર્થ વ્યક્તિગત સળંગ ટકતું નથી, વ્યક્તિઓની પરંપરા ચાલે છે. જેમ તીર્થકરો યાવચંદ્રદિવાકરી નથી, તેમ ગણધર આદિ ભાવતીર્થ પણ યાવચંદ્રદિવાકરૌ નથી. પરંપરાથી જ ભાવતીર્થને યાવચંદ્રદિવાકરી બનાવી શકાય. આ પરંપરા સાચવવામાં દ્રવ્યતીર્થ જ મુખ્ય કડીરૂપે છે. ભગવાને ગણધરોને વારસો આપ્યો, ગણધરોએ પોતાના શિષ્યોને, એમ કરતાં આપણા સુધી આ આવ્યું છે. તીર્થકરો દ્રવ્યતીર્થસ્વરૂપ આલંબન આપી ન ગયા હોત તો પછીની પેઢીઓ શાસનમાં ટકી જ ન શકે. તીર્થકરો પછી ગણધરો પણ આ વારસો આપી જ ગયા છે. જે જશે તે વારસામાં એવું આપીને જશે કે જેના આધારે ભાવતીર્થ નવપલ્લવિત થયા કરે. આ દ્રવ્યતીર્થની અદ્ભુત ઉપકારિતા છે.
સભા : ગણધરોના સમયે લખાયેલાં શાસ્ત્રો ક્યાં હતાં ? ત્યારે તો બધું કંઠોપકંઠ હતું.
સાહેબજી : ગણધરોના આત્મામાં રહેલ દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન તે તો ભાવતીર્થ હતું, પરંતુ તે કાંઈ શિષ્યને પડીકું વાળીને અપાતું નથી. ભાવતીર્થસ્વરૂપ શ્રુતજ્ઞાન સીધું ગુરુમાંથી શિષ્યમાં સંક્રાંત થતું જ નથી. કંઠોપકંઠમાં પણ શબ્દરૂપ દ્રવ્યશ્રુતના માધ્યમથી જ જ્ઞાન શિષ્યને અપાય છે. તે ઉચ્ચારાયેલા શબ્દો કે લિપિરૂપે લખાયેલા શબ્દો જડ જ છે, જે દ્રવ્યતીર્થમાં જ આવે. અરે ! તીર્થકરોએ પણ ગણધરોને ત્રિપદીરૂપ શબ્દોના પ્રદાન દ્વારા દ્રવ્યતીર્થના માધ્યમથી જ વારસો આપ્યો છે. દ્રવ્યતીર્થ વિના એકલું ભાવતીર્થ સંક્રાંત થઈ શકતું જ નથી. માત્ર ક્ષયોપશમ તીવ્ર હતો ત્યાં સુધી વારસો ઉચ્ચારણરૂપે શબ્દ દ્વારા અપાતો, અને ક્ષયોપશમ મંદ થતાં શિષ્યોની ધારણશક્તિ ઘટતાં વારસો લિપિબદ્ધ શબ્દો દ્વારા અપાયો, એટલો જ તફાવત १. 'णमो सुअस्स' इत्यादिनापि द्रव्यनिक्षेपस्य आराध्यत्वं सुप्रतीतम्, अक्षरादिश्रुतभेदेषु संज्ञाव्यञ्जनाक्षरादीनां भावश्रुतकारणत्वेन द्रव्यश्रुतत्वात्, पत्रकपुस्तकलिखितस्य च 'दव्वसुअं जं पत्तयपोत्थयलिहिअं' इत्यागमेन द्रव्यश्रुतत्वप्रसिद्धेः । भावश्रुतस्यैव वन्द्यत्वतात्पर्ये च जिनवागपि न नमनीया स्यात्, केवलज्ञानेन दृष्टानामर्थानां जिनवाग्योगेन निसृष्टायास्तस्याः श्रोतृषु भाव श्रुतकारणत्वेन द्रव्यश्रुतत्वात्, तदार्षम्। (आणनि० ७८) केवलनाणेणत्थे णाउ, जे तत्थ पन्नवणजोगो। ते भासइ तित्थयरो, वयजोगो सुअं, हवइ सेसं।। त्ति। तस्य वाग्योगः श्रुतं भवति।
(પ્રતિમાશત, સ્નોવા-૨, ટીવા) * જિનવાણી પણ દ્રવ્યશ્રત છે, નંદીસૂત્રને લેખે; જિમ તે તિમ ગંભીલિપિ નમિયે, ભાવ તે દ્રવ્યવિશેષે રે. જિનજી ! ૧૦
(ઉપા. યશોવિજયજી કૃત કુમતિમદગાલન વરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન ઢાળ-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org