________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૮૦
ન્યૂન છે, દ્રવ્યતીર્થંકર કરતાં સ્થાપનાતીર્થંકર ન્યૂન છે, અને સ્થાપનાતીર્થંકર કરતાં નામતીર્થંકર ન્યૂન છે. તમે લોગસ્સ બોલો છો તેમાં નામનિક્ષેપે તીર્થંકરને નમસ્કાર છે. દેરાસરમાં જઈને પ્રતિમાને પગે લાગો અથવા જં કિંચિ સૂત્ર બોલો તો તેમાં સ્થાપનાનિક્ષેપે તીર્થંકરોને નમસ્કાર છે. નમુન્થુણં સૂત્રમાં ‘જે આ અઈઆ સિદ્ધા' ગાથાથી દ્રવ્યનિક્ષેપે તીર્થંકરોને નમસ્કાર છે, અને પુખ્ખરવરદીવડ્યે સૂત્ર દ્વારા ભાવનિક્ષેપે તીર્થંકરોને નમસ્કાર છે. ચારે નિક્ષેપા અપેક્ષાએ એકબીજાથી જુદા પણ છે અને એક પણ છે. ચારે નિક્ષેપાની ક્રમશઃ શ્રેષ્ઠતા છે, છતાં ભાવનિક્ષેપા સાથે સંકળાયેલા જ નામનિક્ષેપા આદિ પૂજ્ય છે. તેથી સાચો સાધક દરેક નિક્ષેપા દ્વારા અંતે તો ભાવનિક્ષેપાની જ ઉપાસના કરે છે. ઋષભદેવ પ્રથમ તીર્થંકરનું નામ છે, પરંતુ તમે તમારા દીકરાનું નામ ઋષભ રાખો તો તેને લોગસ્સમાં અમે પ્રણામ નથી કરતા. હકીકતમાં ભાવનિક્ષેપે પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવને ત્યાં નામના માધ્યમથી નમસ્કાર છે. તેવી જ રીતે પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવની પ્રતિમા કે ચિત્રને ભક્તિથી નમસ્કાર કરાય છે, નહિ કે ઋષભ નામની બીજી કોઈ વ્યક્તિના ફોટા કે પૂતળાને. સંક્ષેપમાં નામ હોય, આકાર હોય કે દ્રવ્ય હોય, પણ તેનું પવિત્ર ભાવાત્મક વ્યક્તિ સાથે તેનું અનુસંધાન હોય તો જ તે પૂજ્ય છે. દેરાસરમાં મહાવીરસ્વામીની પૂજા કરો તો તે સ્થાપનાનિક્ષેપે જ પૂજા છે; કારણ કે મહાવીરસ્વામીનો આત્મા સિદ્ધશિલા પર બિરાજમાન છે. અહીં તેમની સાકારસ્થાપના જ છે, પરંતુ તે ભાવસંલગ્ન છે, તેથી ચોક્કસ પૂજનીય છે, છતાં તેના દ્વારા પૂજા તો ભાવતીર્થંકરની જ થશે.
સભા : સમવસરણમાં તીર્થંકર સાક્ષાત્ હાજર છે, ત્યારે ‘નમો અરિહંતાણં બોલીએ તો ? સાહેબજી ઃ સાક્ષાત્ હોય ત્યારે પણ ‘નમો અરિહંતાણં' પદ બોલી નમસ્કાર કરો તો તે નામના માધ્યમથી જ ભાવતીર્થંકરને નમ્યા કહેવાય.
१. अयं च प्रायेण भावार्हद्विषयो, भावार्हदध्यारोपाच्च स्थापनार्हतामपि पुरः पठ्यमानो न दोषाय । "तित्तीसं च पयाई, नव संपय वण्ण दुसयबासठ्ठा। भावजिणत्थयरूवो, अहिगारो एस पढमोत्ति । । १ । । " अतोऽनन्तरं त्रिकालवर्त्तिद्रव्यार्हद्वन्दनार्थमिमां गाथां पूर्वाचार्याः पठन्ति- "जे य अईया सिद्धा, जे य भविस्संतणागए काले । संपइ य वट्टमाणा, सव्वे तिविहेण वंदामि । । १ । । " कण्ठ्या। ननु कथं द्रव्यार्हन्तो नरकादिगतिं गता अपि भावार्हद्वद्वन्दनार्हा ? इति चेत्, उच्यते, सर्वत्र तावन्नामस्थापनाद्रव्या-ऽर्हन्तो भावार्हदवस्थां हृदि व्यवस्थाप्य नमस्कार्या इति ।
(ધર્મસંપ્રદ ટીજા માન-૨, શ્લો-૬, ટીન) * ननु किं द्रव्यार्हंतो नरकादिगतिगता अपि भावार्हद्वद् वंदनार्हाः ?, कामं, कथमिति चेत् उच्यते, सर्वत्र तावन्नामस्थापनाद्रव्यार्हंतो भावार्हदवस्थां हृदि व्यवस्थाप्य नमस्कार्याः ।
(શ્રાદ્ધવિનત્યસૂત્ર માદ-૨, શ્લોજ ૩૦-૩૨, લેવેન્દ્રસૂરિ ત સ્વોપજ્ઞ ટીજા) ૨. શુદ્ધભાવ જેહનો છે તેહના, ચાર નિક્ષેપા સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવિ કાચા રે. જિનજી! ૧૨
(ઉપા. યશોવિજયજી કૃત કુમતિમદગાલન વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org