________________
પરિશિષ્ટ : ભાવતીર્થ - અનુષ્ઠાન
૧૮૩ + स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि। सूत्रदाने महादोष, इत्याचार्याः प्रचक्षते ।।८।।
સ્થાનાદિ કોઈપણ યોગ રહિત પુરુષને “તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ કારણે પણ ચૈત્યવન્દનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતનારૂપ મોટો દોષ થાય છે-એમ હરિભદ્રાદિ આચાર્યો કહે છે. “તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ આલંબન પણ આ અવિધિ અનુષ્ઠાનમાં લેવું યોગ્ય નથી. એટલે “તીર્થનો વિચ્છેદ ન થાય તે માટે અવિધિ અનુષ્ઠાન કરવા યોગ્ય છે' એ આલમ્બન ગ્રહણ કરવા યોગ્ય નથી, કારણ કે એ પ્રમાણે સૂત્ર વિરુદ્ધ કરવાથી અશુદ્ધ ક્રિયાની પરંપરા ચાલુ રહે, અને તેથી સૂત્રોક્ત ક્રિયાનો વિચ્છેદ થાય, તે જ તીર્થનો ઉચ્છેદ છે. કારણ કે આજ્ઞારહિત જનનો સમુદાય તે તીર્થ નથી, પણ શાસ્ત્રવિહિત ઉચિત ક્રિયાવિશિષ્ટ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય તે તીર્થ છે. તેથી અવિધિનું સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાનો ઉચ્છેદ થવાથી પરમાર્થથી તીર્થનો ઉચ્છેદ થાય છે. શાસ્ત્રવિહિત ક્રિયાનો લોપ કરવો એ કડવાં ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને પોતે મારેલામાં વિશેષતા નથી એમ નથી. પરન્તુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પોતાનો દુખાશય નિમિત્તરૂપ નથી અને પોતે મારે છે તેમાં દુખાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે સ્વયં ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનારા જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પરન્તુ અવિધિની પ્રરૂપણાને અવલંબીને શ્રોતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તો ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાના પરિણામથી અવશ્ય મહાદૂષણ છે. એ પણ તીર્થ ઉચ્છેદના ભીરુએ વિચાર કરવા યોગ્ય છે.
(જ્ઞાનસાર, ગષ્ટક્ક-૨૭, સ્નો-૮, મૂત-ટવો) ચૌદ પૂર્વનું માન આ પ્રમાણે છે : પહેલું પૂર્વ ૧ હાથી જેટલા મષીના ઢગલાથી લખી શકાય, બીજું ૨ હાથી જેટલાથી, ત્રીજું ૪ હાથી જેટલાથી, ચોથું ૮ હાથી જેટલાથી, પાંચમું ૧૦ હાથી જેટલાથી, છઠું ૩૨ હાથી જેટલાથી, સાતમું ૬૪ હાથી જેટલાથી, આઠમું ૧૨૮ હાથી જેટલાથી, નવમું ૨૫ક હાથી જેટલાથી, દશમું ૫૧૨ હાથી જેટલાથી, અગિયારમું ૧૦૨૪ હાથી જેટલાથી, બારમું ૨૦૪૮ હાથી જેટલાથી, તેરમું ૪૦૦૦ હાથી જેટલાથી તથા ચૌદમું ૮૧૯૨ હાથી જેટલા મલીના ઢગલાથી લખી શકાય છે. ચૌદ પૂર્વ ૧૬૩૮૩ હાથી પ્રમાણ હાથીના ઢગલાથી લખી શકાય છે.
(કલ્પસૂત્ર સુખબોધિકા ટીકા ખીમાવિજયજી વિરચિત ખીમશાહી બાલાવબોધ પ્રથમ વ્યાખ્યાન) ચૌદ પૂર્વધર ભક્તિ કરી છે, જેમ શ્રુતજ્ઞાન લહીજે રે; ચૌદ પૂર્વતપ વિધિ આરાધી, માનવ ભવ ફળ લીજે રે. ૧. પ્રથમ પૂર્વ જે ઉત્પાદક નામે, વસ્તુ ચૌદ તસ જાણો રે; એક કોડી પદ એક ગજ મસી માને, લિખનતણું પરમાણો રે. ૨. અગ્રણી પૂર્વ છે બીજું, વસ્તુ છવીશ છે જેહની રે; છવું લાખ પદ બે ગજ માને, લિખન શક્તિ કહી તેહની રે. ૩. વીર્યપ્રવાદ નામ છે ત્રીજું, વસ્તુ સોળ અધિકાર રે;
થી લાખ પદ ગજ ચઉ માને. લિખવનો ઉપચાર રે. ૪. અસ્તિપ્રવાદ ચોથું જે પૂર્વ, વસ્તુ અઠાવીશ કહીએ રે; સાઠ લાખ પદ અષ્ટ ગજ માને, મસી પંજે લિપિ લહીએ રે. ૫. જ્ઞાનપ્રવાદ પંચમ પૂર્વનું, વસ્તુ બાર સુ વિચાર રે; એકોએક કોડી પદ છે તેહનાં, સોલસ ગજ લિપિ સાર રે. ૬. સત્યપ્રવાદ છઠું પદ ષટ શત, અધિકા પદ એક કોડી રે; બે વસ્તુ ગજ બત્રીશ માને, લખવાને મતિ જોડી રે. ૭. આત્મપ્રવાદ સત્તમ સોલ વસ્ત, કોડી છવીશ પદ વારૂ રે; ચોસઠ ગજ મસી માને લખીએ, એ ઉપમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org