________________
૧૭૯
ભાવતીર્થ-અનુષ્ઠાન રત્નત્રયીમાં શ્રદ્ધા, સમજણ અને આચરણરૂપે ગીતાર્થ ગુરુ, શ્રુતજ્ઞાન, શ્રીસંઘ અને અનુષ્ઠાનો સમાયેલાં જ છે.
આમ એકમાં પાંચ અને પાંચમાં પ્રત્યેક, આ વાતને તર્કથી સ્થાપિત કરી શકાય છે. તેની સમજણથી ભાવતીર્થ એક-બીજાના પૂરક-વર્ધક છે, અને છતાં સ્વતંત્ર પણ છે, તેનો બોધ થાય છે. આ પાંચેની અખંડિતતામાં ધર્મતીર્થની અખંડિતતા છે. આ પાંચથી જ જગતના જીવો તરે છે. આ પાંચ જેવી તારકતા આ વિશ્વમાં બીજા કોઈમાં નથી. આવા પંચમય ધર્મતીર્થનું તીર્થકરોએ જગતને પ્રદાન કર્યું છે, એ તીર્થકરોનો વિશ્વ પર સર્વશ્રેષ્ઠ ઉપકાર છે. વર્ષો વીતે, પેઢીઓ વીતે, તોપણ શાસન સુબદ્ધ ચાલે તે આ પાંચ જીવંત ભાવતીર્થોને આભારી છે. પાંચે પ્રત્યક્ષ ગુણમય છે. તેમનું જે આત્મા અવલંબન લે તે આત્માના ગુણોનો વિકાસ અવશ્ય થાય. આત્માના નિર્મળ ગુણો કે નિર્મળ ગુણયુક્ત આત્માની પૂજાથી જ ગુણોની પ્રાપ્તિ થાય, તે શાશ્વત નિયમ છે. આ પાંચમાં એવી શક્તિ છે કે જે તેમને આરાધે તેને ગુણ પ્રાપ્ત કરાવે.
ભાવતીર્થ શબ્દ બોલાય ત્યારે તમારા મનમાં આ પાંચ જીવંત તીર્થની ઉપસ્થિતિ થવી જોઈએ. દ્રવ્યતીર્થ બોલવાથી જડ તારક તીર્થ ઉપસ્થિત થાય તે બરાબર છે, પરંતુ ભાવતીર્થ ચેતન કે ચેતનના શુદ્ધ ગુણમય જ હોય. દરેક કાળમાં તીર્થયોગ્ય ગુણ પ્રગટેલા હોય તેવી વ્યક્તિ જીવંત હાજર હોય તો જ ભાવતીર્થ વિદ્યમાન હોઈ શકે. હાજરાહજૂર, પ્રગટ ગુણો વિના ભાવતીર્થ ન કહી શકાય; કારણ કે ભાવનિક્ષેપો ભાવરૂપે જે ગુણોની demand (માંગણી) કરે છે, તે સાક્ષાત્ હાજર કે પ્રગટ જ જોઈએ. જેમ ભાવનિક્ષેપે તીર્થકર બોલીએ ત્યારે તીર્થપ્રવર્તનના ગુણ જેમાં હાજર હોય તે વ્યક્તિ જ આવે. તેથી જ કેવલજ્ઞાન પૂર્વેના છદ્મસ્થ તીર્થંકર પણ દ્રવ્યતીર્થકર કહેવાય છે. અરે ! નિર્વાણ પછી પણ, આત્માના ગુણ વધવા છતાં, સિદ્ધ અવસ્થાના તીર્થકરને દ્રવ્યતીર્થંકર જ કહ્યા. ભાવતીર્થંકર શબ્દ તો સમવસરણમાં બિરાજમાન, તીર્થપ્રવર્તનની જીવંત પ્રવૃત્તિ કરતા તીર્થકરો માટે જ વપરાય છે. તે જ રીતે ભાવતીર્થ શબ્દ બોલીએ તો જેનામાં તારકતા હાજરાહજૂર છે, તારકશક્તિરૂપ ગુણો જીવંત છે, તેવી વ્યક્તિ જ ઉપસ્થિત થાય. ચૈતન્યમય ગુણ વિનાના જડ એવા તારક પદાર્થો ભાવનિપાના તીર્થમાં સમાવેશ ન જ પામી શકે. દ્રવ્યતીર્થના વર્ણનમાં તમામ જડ તારક પદાર્થો આવશે, તેનો પણ મહિમા વિચારીશું.
સભા : શ્રી સીમંધરસ્વામી મહાવિદેહમાં હાલ ભાવતીર્થંકર છે, અહીં તેમની પ્રતિમાની પૂજા કરીએ તો તે ભાવતીર્થંકર પૂજ્યા કહેવાય ?
સાહેબજી : ના, પ્રતિમા સ્થાપનાતીર્થકર છે. ભાવતીર્થકર કરતાં છબસ્થ અવસ્થાના દ્રવ્યતીર્થકર
૧. જિન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ, પદ્મવિજય કહે એક સમય પ્રભુ પાલજો જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ0
(પં. પદ્મવિજયજી વિરચિત ઋષભદેવ જિન સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org