________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૭૭
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(અતત પ્રy૨To જ્ઞ5-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પાંચે ભાવતીર્થોની પરસ્પર ભિન્નભિન્નતા :
પ્રભુએ સ્થાપેલા ધર્મતીર્થના મુખ્ય બે વિભાગ છે : (૧) ભાવતીર્થ અને (૨) દ્રવ્યતીર્થ. તેમાં ભાવતીર્થના પાંચ પ્રકાર ક્રમથી વિચાર્યા. આ પાંચ પ્રકારના ભાવતીર્થ એકબીજા સાથે સંલગ્ન છે. માત્ર સંલગ્ન જ નહીં, પરંતુ અપેક્ષાએ એકબીજાથી અભિન્ન છે. પાંચેનું પરસ્પર અનુસંધાન વિચારવું હોય તો એમ કહી શકાય કે ગીતાર્થગુરુમાં બધાં ભાવતીર્થ જીવંત સમાયેલાં છે, અને ગીતાર્થ ગુરુ પણ પાંચે તીર્થોમાં સમાયેલા છે. તેમ દ્વાદશાંગીમાં પણ પાંચે ભાવતીર્થો સમાયેલાં છે, અને પાંચે ભાવતીર્થમાં દ્વાદશાંગી વ્યાપેલી છે. ચતુર્વિધ શ્રીસંઘમાં સર્વ ભાવતીર્થો હાજર છે, અને પ્રત્યેક ભાવતીર્થમાં ચતુર્વિધ શ્રીસંઘ સમાયેલો છે. રત્નત્રયી વિનાનું એક પણ ભાવતીર્થ નથી, અને દરેક ભાવતીર્થ રત્નત્રયીમાં સમાવિષ્ટ છે. શુદ્ધધર્માનુષ્ઠાન વિનાનું કોઈ ભાવતીર્થ નથી, અને બધાં ભાવતીર્થ શુદ્ધ અનુષ્ઠાનમાં પણ સંક્રાંત થાય છે. આ પરસ્પરની એકતા છતાં અપેક્ષાએ જુદાપણું પણ છે, અને તે પણ વાસ્તવિક છે. તેથી વિસ્તાર કરવો હોય તો વિભાગપૂર્વક વિવેચન કરાય અને સમન્વય કરવો હોય તો સૌનો એકમાં સમાવેશ કરાય. આ ભેદભેદથી નિરૂપણ જૈનશાસનની ખૂબી છે. વર્ણનની આ સ્યાદ્વાદશૈલી જ અદ્ભુત છે. તમને મનમાં એમ થાય કે એકમાં પાંચ અને પાંચમાં એક કેવી રીતે બેસે ? પણ અપેક્ષા જોડી શકો તો તરત બેસી જાય. દા.ત. ગણધરતુલ્ય ગીતાર્થ ગુરુ પ્રથમ ભાવતીર્થ છે. તેમના આત્મામાં જ શ્રુતજ્ઞાનરૂપે જીવંત શાસ્ત્રો હાજર છે. તેથી દ્વાદશાંગીરૂપ બીજું ભાવતીર્થ ગુણરૂપે તેમનામાં સમાયેલું છે. વળી તેમનો આત્મા અનેક તારક ગુણોના સમૂહથી છવાયેલો છે. તે ગુણોનો સંઘાત જ શ્રીસંઘ છે. આધ્યાત્મિક ગુણોનો સમૂહ જેનામાં હોય તે વ્યક્તિને પણ શાસ્ત્રમાં સંઘ કહેલ જ છે અથવા ચતુર્વિધ સંઘના મુખ્ય નાયક છે તેથી સંઘતુલ્ય છે. અપેક્ષાએ વ્યક્તિને १. इक्को वि नाय(नीई??)वाई अवलंबतो विसुद्धववहारं। सो होइ भावसंघो जिणाणमाणं अलंघतो।।१२।। एगो साहू इगा य साहुणी सावओ य सड्डी य। आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ।।१३।। निम्मलनाणपहाणो दंसणसुद्धो चरित्तगुणवंतो। तित्थयराण वि पुज्जो वुच्चइ एयारिसो संघो।।१४।। आगमभणियं जो पनवेइ सद्दहइ कुणइ जहसत्तिं । तयलुक्कवंदणिज्जो दूसमकाले वि सो संघो।।१५।।
(સંયસ્વરૂપનમિ) २. इक्को वि नीईवाई अवलंबंतो विसुद्धववहारं। सो होइ भावसंघो जिणाण आणं अलंघतो।।२९१।।
(संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org