________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૭૫ ગંદું કરશો. પોતાની માનસિક શક્તિનો સ્વ-પરના હિતમાં જ ઉપયોગ કરનાર મનોગુપ્તિવાળો આત્મા વાતાવરણને નિર્મળ કરનાર છે.
વાણીની શક્તિનો પ્રયોગ બે રીતે કરાય છે : (૧) અંતર્જલ્પ અને (૨) બહિર્શલ્પ. અભિવ્યક્તિરૂપે બોલાતા શબ્દો તે બહિર્શલ્પ છે; જ્યારે કોઈ ને કોઈ ભાષાના માધ્યમથી અંદરમાં વિચારો કરો ત્યારે પણ સૂક્ષ્મ વાણીનો જે બહાર અભિવ્યક્તિ વિના અંદરમાં ઉપયોગ ચાલુ છે, તે અંતર્જલ્પ છે. આ બંને પ્રકારનો વચનપ્રયોગ જો અશુભ હોય તો શક્તિનો દુર્થય ગણાય, અને જો સ્વ-પરના હિતમાં ઉપયોગ હોય તો તે સાર્થક ગણાય. વચનશક્તિનું અશુભમાંથી નિરોધપૂર્વક હિતકારીમાં પ્રવર્તન તે વચનગુપ્તિ છે, અને હિતકારી ભાષાની અભિવ્યક્તિ અવસરે કરવી તે ભાષાસમિતિ છે. કાયગુપ્તિનો અર્થ એ છે કે પાંચ ઇન્દ્રિયો અને દેહની જે શક્તિ છે તે તમામનો અશુભમાંથી નિરોધ કરી શુભમાં પ્રવર્તન કરો, તે કાયગુપ્તિ. તમે તમારા મનવચન-કાયાની શક્તિ તમારા આત્માને કે બીજા જીવોને ત્રાસ-સંતાપ આપવામાં વાપરો તો તમારું જીવન નિર્દોષ ન જ કહેવાય. ગુપ્તિ વિના કદી પણ નિર્દોષ જીવન આવે જ નહિ. સાધુ કદી પણ ઊંઘમાંય ગુપ્તિ વગરનો ન હોય. હા, સમિતિ વગરનો હોઈ શકે. જેનાં મન-વચનકાયા ગુપ્ત નથી તેનામાં નિર્દોષતા નથી જ. તે વ્યક્તિ સદોષ છે.
સભા : ત્રણે ગુપ્તિ એક બની શકે ?
સાહેબજી : હા, સંપૂર્ણ આત્મસ્થ થઈ જાઓ તો ત્રણે ગુપ્તિ એકમાં આવી જાય. ચૌદમા ગુણસ્થાનકે આત્મા, આત્મામાં જ છે, જડમાં જતો જ નથી. પારકામાં આત્માની શક્તિ જ વાપરવી નહિ. યોગનિરોધ કરનારને બધી શક્તિ આત્મસ્થ છે. તેથી પરાકાષ્ઠાની ગુપ્તિ પ્રગટે છે. અત્યારે આપણે મનને ઠેકાણે રાખવાનું છે, પરંતુ સાધનામાં આગળ ગયેલા તો મન પણ પારકું છે, જંડ છે, તેથી તેનો પણ ત્યાગ કરે છે. શાસ્ત્રમાં અમનસ્ક યોગ કહ્યો છે. મહાસાધકો મનને તિલાંજલિ આપી અમનસ્કયોગમાં રમે છે. યોગનિરોધ કરનારને દ્રવ્યમનનો સંચાર પણ અટકી જાય છે. જડ એવા મન-વચન અને કાયામાંથી આત્માની શક્તિનો સંચાર સંપૂર્ણ સંહરી લેવો તે જ ઉત્કૃષ્ટ ગુપ્તિ છે. આ ગુપ્તિ શીધ્ર મોક્ષ આપનાર છે, ભવચક્રના છેડે પહોંચાડનાર અનુષ્ઠાન આ જ છે, તેથી શ્રેષ્ઠ ભાવતીર્થ છે.
સભા : આ પહેલું ભાવતીર્થ ન હોવું જોઈએ ?
સાહેબજી : ના, પહેલા ભાવતીર્થ વિના બીજા ભાવતીર્થોની ઓળખ જ નહિ થાય. અરે ! તીર્થકરને ઓળખવા પણ પહેલા ભાવતીર્થ ગીતાર્થ ગુરુની જરૂર છે. સદ્દગુરુ વિના કોઈની સાચી ઓળખ નહિ થાય. અપેક્ષાએ તીર્થકર કરતાં પણ સદ્ગુરુનો ઉપકાર વધારે છે. ગુરુથી જ દેવની ઓળખાણ થઈ, માટે ગીતાર્થ ગુરુ પહેલું ભાવતીર્થ યોગ્ય છે. એક ભાવતીર્થના મહિમાને સાંભળીને બીજા ભાવતીર્થોનું મૂલ્યાંકન ઓછું ન કરાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org