________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૭૬ પાંચે ભાવતીર્થોનો અવિનાભાવી સંબંધ અને પાંચ શાસનના પ્રાણ :
પાંચે ભાવતીર્થોનો પરસ્પર તાણા-વાણા જેવો સંબંધ છે. પાંચેની હયાતિમાં એકની હયાતી છે, એકની હયાતિમાં પાંચેની હયાતી છે. જેમ શરીરમાં હૃદય ચાલતું હશે, લીવર ચાલતું હશે, મગજ ચાલતું હશે, કીડની ચાલતી હશે તો જીવન છે. એકનું કામ બંધ થાય તો બધા થોડી વારમાં નાશ પામે; કારણ કે એકબીજા સાથે અનિવાર્યપણે જોડાયેલા છે. તેમ આ પાંચ-પાંચ ભાવતીર્થ પરસ્પર અવિનાભાવે જોડાયેલાં છે. પાંચમાંથી એકને પણ ગૌણ નહિ કરી શકો. પાંચ-પાંચ શાસનના પ્રાણ છે. દરેકમાં પ્રચંડ તારકશક્તિ છે. આ પાંચેને જેઓ ઓળખી ગયા, તેમનું શરણ સ્વીકાર્યું, તેમના ભવચક્રનો અંત નક્કી. તેમના તરવા અંગે શંકા-કુશંકા કરવાની જરૂર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org