________________
ભાવતીર્થ -અનુષ્ઠાન
ગુણસમુદાયના આધારરૂપ સંઘ કહ્યો છે. ગુણના દૃષ્ટિબિંદુથી તેનામાં સમૂહ સમાય છે; કારણ કે વ્યક્તિ એક છે પણ સમૂહરૂપે ગુણ ઘણા છે. ગુણસમૂહરૂપે વ્યક્તિ પોતે જ સંઘ બને છે. શાસ્ત્રમાં પણ ગીતાર્થગુરુ કે ધર્માચાર્ય એ જ સંઘ છે એમ કહેલ છે. અથવા સમૂહ વ્યક્તિઓથી બને છે. સંઘરૂપ સમૂહમાં પ્રધાન વ્યક્તિ ગીતાર્થ ગુરુ છે. એટલે સંઘના મુખ્ય ઘટકરૂપે સંઘથી અવિભાજ્ય છે.
૧૭૮
સભા : એકની ભક્તિમાં ચતુર્વિધ સંઘની ભક્તિનો લાભ મળે ?
સાહેબજી : હા, અપેક્ષાએ ચોક્કસ મળે છે.
ચોથું ભાવતીર્થ રત્નત્રયી તો ગીતાર્થ ગુરુમાં જીવંત પ્રગટેલી છે, અને મોક્ષસાધક ધર્માનુષ્ઠાન પણ તેમનામાં આચરણરૂપે પ્રત્યક્ષ છે, જે પાંચમું ભાવતીર્થ છે. ટૂંકમાં, પાંચે-પાંચ ભાવતીર્થ પ્રથમ ભાવતીર્થમાં ગુણ-ગુણીના અભેદથી સમાયાં. એટલે એકમાં પાંચ સમાય એ વિધાન પણ સંગત છે. આ જ રીતે બીજા ભાવતીર્થ વગેરેમાં પણ સમાવેશ શક્ય છે; કારણ કે બધાં ભાવતીર્થની પરસ્પર ગાઢ સંલગ્નતા છે. દરેક એકબીજાનાં અવિભાજ્ય અંગ છે, છતાં પોતપોતાની આગવી વિશેષતાના કારણે પાંચે સ્વતંત્ર પણ છે. એકના અભાવમાં બધાનો વિચ્છેદ થશે, અને એકની હયાતિમાં બધાની હયાતી રહેશે. જેમ આત્માનો એક પ્રદેશ બીજા તમામ આત્મપ્રદેશો સાથે કાયમ સંકળાયેલો છે, એક પણ પ્રદેશ કદી બીજા પ્રદેશોથી કદીએ વિખૂટો પડતો નથી, આત્મદ્રવ્ય સ્વભાવથી અખંડ છે; તેમ અપેક્ષાએ પાંચેય ભાવતીર્થ અખંડ છે, જે પરસ્પરની ઘનિષ્ઠતા સૂચવે છે.
હવે બીજું ભાવતીર્થ દ્વાદશાંગી લો, તો દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનમાં જ ગીતાર્થગુરુ, શ્રીસંઘ, રત્નત્રયીનો માર્ગ અને મોક્ષસાધક અનુષ્ઠાનો બોધરૂપે સમાયેલાં છે. એટલે દ્વાદશાંગીરૂપ ભાવશ્રુતમાં પાંચેય તીર્થો પ્રવિષ્ટ છે.
તેમ ચતુર્વિધ સંઘમાં ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન, રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ અને મોક્ષસાધક અનુષ્ઠાનો સતત રહેવાનાં. તેથી તેમાં પણ પાંચેનો સમાવેશ સુગમ જ છે. સંઘમાં આ પાંચ છે અને આ પાંચેમાં સંઘ છે. ખરેખર જેને શાસનને સર્વાંગી ઓળખવું હોય, તારક તીર્થના ભાવથી ઉપાસક બનવું હોય, તીર્થ શબ્દનો ભાવનિક્ષેપે અર્થ વિચારવો હોય, તેણે આ બધા અંકોડા મગજમાં જોડવા જરૂરી છે. બહુમાનપૂર્વકની સ્પષ્ટ ઓળખ કરવા ધર્મતીર્થનું ભાવનિક્ષેપે ચિંતન જરૂરી છે.
હવે ચોથું ભાવતીર્થ રત્નત્રયી લો, તો તે પણ પાંચેમાં સમાયેલું છે; કારણ કે ગીતાર્થ ગુરુમાં તો રત્નત્રયીનું જીવંત પાલન છે. ભાવશ્રુતમાં પણ બોધરૂપે રત્નત્રયી વ્યાપેલી જ છે. શ્રીસંઘ તો રત્નત્રયી વિનાનો સંભવિત જ નથી. રત્નત્રયીમાં સ્વયં રત્નત્રયીનો અભેદ સહજ છે. સમિતિ-ગુપ્તિમય મોક્ષસાધક સમ્યગ્ અનુષ્ઠાન તો રત્નત્રયીના ગુણથી વાસિત જ હોય. આમ, પાંચેમાં રત્નત્રયી વ્યાપ્ત છે. વળી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org